તા. 29 નવેમ્બર 2025થી 05 ડિસેમ્બર 2025 સુધી

તા. 29 નવેમ્બર 2025થી 05 ડિસેમ્બર 2025 સ...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ અઠવાડિયે કામકાજમાં તેજી જણાય. લાંબા સમયના અટકેલાં કાર્યોમાં પ્રગતિ થાય. નોકરીમાં નવા અવસરો મળી શકે છે. ઉપરી અધિકારીનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. વ્યવસાયિક રોકાણો માટે સમય થોડો મધ્યમ રહેશે. આર્થિક રીતે થોડી સદ્ધરતા વધશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવી જરૂરી છે. પરિવાર સાથે સુખદ સમય પસાર થાય. આરોગ્ય અંગે થોડી સાવચેતી રાખવી આવશ્યક.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ નોકરીમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ લાવશે. વ્યવસાયમાં ચર્ચા-વિચારણા થકી નિર્ણય લેવાથી ફાયદો થાય, પરંતુ થોડી કાળજી રાખવી જરૂરી. વિદ્યાર્થી વર્ગ આ સમયમાં કોઈ સારું પરિણામ મેળવી શકશે. પરિવારમાં સકારાત્મક વાતાવરણ જોવા મળશે. આરોગ્યને લઈને થોડી ચિંતા રહેશે. થાક લાગવો, બેચેની જેવી સ્થિતિ રહે. પ્રવાસ કે તીર્થયાત્રાના આયોજન શક્ય બનશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ કામકાજના ક્ષેત્રમાં નવી શરૂઆત કે બદલાવની શક્યતા રહેશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીના સહયોગ દ્વારા અટકેલાં કાર્યો પૂર્ણ કરી શકાય. વ્યવસાયિક રીતે નવા સંપર્કો થકી લાભ જણાય. આર્થિક રીતે આ સપ્તાહ સારું રહેશે, પરંતુ બચત વધારવા માટે પણ હવે પ્રયત્નો જરૂરી રહેશે. ઘર-પરિવારમાં શાંતિનું વાતાવરણ જોવા મળે. વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેશે, કંઈક નવું શીખવાની તક મળશે.
• કર્ક (ડ,હ)ઃ નોકરીના ક્ષેત્રમાં જવાબદારીઓનું ભારણ વધતું જોવા મળશે. છતાં તમારા પ્રયત્નો અને અનુભવ થકી સારો લાભ પણ જોવા મળશે. વ્યવસામાં થોડી ધીમી ગતિ જણાય. જૂના ગ્રાહકો સાથે સંબંધોમાં ઉતારચઢાવ જોવા મળે જેથી કાળજી રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય થોડો કસોટીવાળો જણાય. પરિવારમાં નાના-મોટાં વિવાદ થઈ શકે છે, જેથી ધ્યાન રાખવું. શબ્દોમાં મીઠાશ લાવશો તો ફાવશો.
• સિંહ (મ,ટ): નવા પ્લાનિંગ અને પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે અનુકૂળતાવાળું સપ્તાહ. રહેશે. નોકરીમાં પ્રમોશનના પણ ચાન્સીસ રહેશે. વ્યવસાય-ધંધાના ક્ષેત્રમાં નવા ઓર્ડર તેમજ નવા સંપર્ક થકી લાભ થાય. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય નવી પ્રેરણા તેમજ કંઈ નવું શીખવાનો રહેશે. આરોગ્યમાં સુધારો જોવા મળશે. આર્થિક રીતે થોડા ખર્ચા વધતા જોવા મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયના યોગ તમારા માટે સારી એવી સકારાત્મક ઊર્જા વાળા રહેશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થતા જોવા મળે. સાથે પ્રગતિના નવા દ્વાર પણ ખૂલશે. આર્થિક સ્થિતિમાં પણ હવે સારી એવી સ્થિરતા જોઈ શકશો. પરિવાર તરફથી પ્રોત્સાહન અને હૂંફ મળી રહેશે. પ્રવાસ-પર્યટનના ચાન્સ પણ રહેશે. માનસિક તણાવ ઓછો કરવા ધ્યાન-યોગ-કસરત લાભદાયી રહેશે.
• તુલા (ર,ત)ઃ કામકાજના ક્ષેત્રમાં થોડા અવરોધો આવશે તેમ છતાં તમારી મહેનત અને ધીરજથી સફળતા પ્રાપ્ત કરી શકાય. નોકરીમાં બદલાવ પણ જોવા મળશે. વ્યવસાયના કાર્યોમાં આર્થિક નિર્ણયો લેવામાં થોડી સાવધાની રાખવી જરૂરી. વિદ્યાર્થીઓને મહેનતનું સારું એવું પરિણામ જોવા મળશે. નાણાકીય દૃષ્ટિએ સમય સારો રહેશે. આરોગ્યમાં સુધારો થતો જોવા મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ કાર્યક્ષેત્રમાં પ્રગતિ જોવા મળે. મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થતાં જોઈ શકશો. નોકરીમાં એકબીજાના સાથ-સહકાર દ્વારા કાર્યપૂર્તિ કરી શકાય. તમારા વિચારો તેમજ અનુભવની કદર થાય. વ્યવસાયમાં નવા કરારો મળવાની શક્યતા રહેશે. આર્થિક રીતે લાભદાયી સ્થિતિ રહેશે. જૂના રોકાણમાંથી ફાયદો થાય. પરિવાર સાથે મોજ-મસ્તીવાળો સમય પસાર કરી શકાય. મુસાફરી દ્વારા લાભ થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નવા અવસરોથી ભરેલો સમય જોવા મળશે. કામકાજની જવાબદારી પણ વધતી જોવા મળશે. નોકરીમાં બદલાવ અથવા પ્રમોશનના પણ ચાન્સ રહેશે. વ્યવસાયમાં નવા શરૂ કરેલાં પ્રોજેક્ટ્સથી ફાયદો જોઈ શકાય. આર્થિક સદ્ધરતા માટેના નવા સ્ત્રોત ખૂલતાં જોવા મળશે. વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની મહેનત રંગ લાવશે.
• મકર (ખ,જ)ઃ આ અઠવાડિયે કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. નોકરીમાં હોદ્દામાં બઢતી કે બોનસ મળે. વ્યવસાયમાં વૃદ્ધિ ખાસ કરીને નવા કોન્ટ્રાક્ટ તેમજ આર્થિક બાબતોમાં ફાયદાવાળી સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિ તેમજ નવા વિષયોમાં રસરૂચિ વધતાં જોઈ શકાય. પરિવાર તરફથી સહકાર જોવા મળશે. મુસાફરીનું આયોજન થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં કામકાજમાં મિશ્ર પરિણામ જોવા મળશે. નવા કાર્યો, નવી દિશાઓ તેમજ કોઈ નવી યોજના શરૂ થાય. સાથે કોઈ જૂના કાર્યોમાં અડચણ આવી શકે છે. વ્યવસાય-ઉદ્યોગમાં માર્કેટિંગ તેમજ નવી સ્ટ્રેટેજી અપનાવવાથી લાભ થાય. આરોગ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે. જીવનસાથી સાથે મતભેદ હોય તો દૂર થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં પરિવાર તેમજ મિત્રો સાથે અણબનાવ દૂર થતા જોવા મળશે. કોઈ માંગલિક પ્રસંગો આ દૂરીને દૂર કરવામાં મદદરૂપ થાય. નોકરી-વ્યવસાયમાં નવા સાહસો તેમજ નવી કામગીરીની શરૂઆત થાય. ભાગીદારી થકી લાભ થાય. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો બેચેની વાળો જણાય.

તા. 29 નવેમ્બર 2025થી 05 ડિસેમ્બર 2025 સ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.