તા. ઓક્ટોબર ૨૦૨૧થી ૮ ઓક્ટોબર ૨૦૨૧ સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ અશાંતિ તથા ઉદ્વેગના પ્રસંગો વધે. અકારણ ચિંતાનો અનુભવ થાય. મનની અપેક્ષાઓ મનમાં જ રહેશે. માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે તમારે ખૂબ પ્રયત્નો કરવા પડે. આવકની દૃષ્ટિએ થોડાંઘણાં વધુ ખર્ચાઓ રહેશે, જેને પહોંચી વળવાના તમારા પ્રયત્નો અમુક અંશે સફળ થાય. નોકરિયાત વર્ગને સાનુકૂળતામાં વધારો જોવા મળે, નવી તકો હાથ લાગે. ધંધા-ઉદ્યોગમાં આવકના સ્ત્રોત પર્યાપ્ત થશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક અશાંતિના પ્રસંગો ઓછા થતા જોવા મળે. આનંદ-ઉલ્લાસના પ્રસંગોમાં વધારો થાય. આશાવાદી તકો પ્રાપ્ત કરી શકાય. લાંબા સમયના અટવાયેલા નાણા પરત મેળવી શકાય. કરજ-બોજો ઓછો થાય. કૌટુમ્બિક જવાબદારીમાં વધારો જોવા મળે. નોકરી-વ્યવસાયમાં થોડી ઘણી મુશ્કેલીઓને બાદ કરતાં સમય સારો રહેશે. પ્રવાસની ઈચ્છાઓ પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં આપની મનોસ્થિતિ થોડીઘણી તંગ જોવા મળે. કોઈ કાર્યોમાં મન લાગે નહીં, થોડી ધીરજ રાખીને કામગીરી કરવી જરૂરી. ખર્ચના પ્રસંગોમાં વધારો જોવા મળે. નવી નોકરીની શોધખોળ હજી ચાલુ રાખવી પડશે. ધંધામાં ભાગીદારીથી થોડી સાવચેતી રાખવી. મકાન-પ્રોપર્ટીની ખરીદી કરવા ઈચ્છતા હો તો હવે સમય સાનુકૂળ છે. કોર્ટ-કચેરીના કાર્યો હજી અટવાયેલા રહેશે.
• કર્ક (ડ,હ)ઃ ગમેતેવી વિપરીત પરિસ્થિતિ છતાં ધૈર્ય જાળવી રાખશો તો અચુક સફળતા પ્રાપ્ત કરશો. નેગેટીવિટીથી દૂર રહીને કામગીરી આગળ વધારશો તો ફાયદાકારક રહેશે. ખર્ચની જરૂરિયાતને પહોંચી વળવાના તમારા પ્રયત્નો સફળ થાય. સંપત્તિવિષયક સમસ્યાઓનો સુખદ ઉકેલ આવતો જોવા મળે. ધંધા-વેપારમાં નવા-નવા કાર્યો થકી સફળતા હાંસલ કરી શકશો. કૌટુમ્બિક વ્યક્તિઓ સાથે નાના પ્રવાસનું આયોજન કરી શકશો.
• સિંહ (મ,ટ)ઃ આ સમય પ્રગતિશીલ સાબિત થઈ શકે છે. સપ્તાહ દરમિયાન નાણાકીય કારકિર્દીની સંભાવનામાં વધારો થશે. તમે વધુ ઉત્સાહ અનુભવશો. કેટલાક મુશ્કેલ મુદ્દાઓને પણ ઉકેલી શકશો. કારકિર્દી માટે પણ ઘણો સારો સોદો હાથ લાગે, જે તમારા કાર્યોને વધુ આગળ લઈ જાય. ધંધાકીય રીતે થોડાઘણાં પડકારોનો સામનો કરવો પડે. તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓને બહાર લાવવી અહીં જરૂરી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન તમારી સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે. કાર્યક્ષેત્રમાં પ્રવર્તમાન પરિસ્થિતિને સમજીને આગળ વધશો તો અચૂક સફળ થશો. તમારા માર્ગ આડેના અડચણ દૂર કરવા હંમેશા તૈયાર રહેવું પડશે. નાણાકીય રીતે બેલેન્સ બનાવી રાખશો. ધંધાકીય ક્ષેત્રમાં લોન વિગેરે માટેની જરૂરિયાત હોય તો તેને પ્રાપ્ત કરી શકશો. સંબંધોની તિરાડને અહીં સૂઝબૂઝથી દૂર કરી શકશો. સ્વાસ્થ્યસંબંધી સમસ્યા દૂર થાય.
• તુલા (ર,ત)ઃ તમારો વિનોદી, પ્રેમાળ અને ઉદાર સ્વભાવ અન્ય લોકો સાથેના વ્યવહારમાં અલગ તરી આવે, જે આપને દરેક કાર્યમાં સફળ પણ બનાવશે. જોકે, કોઈ વાર એના કારણે તમારે થોડીઘણી પડકારજનક સ્થિતિનો પણ સામનો કરવો પડે. આર્થિક મુશ્કેલીનો અંત આવતો જોવા મળે. નવીન કાર્યોની શરૂઆત વ્યવસાયના ક્ષેત્રમાં શક્ય બને. નોકરીમાં બદલાવ ઈચ્છતા હો તો એ થોડાઘણાં પડકારોને બાદ કરતા શક્ય બનશે. પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત શક્ય બને.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં તમારે થોડું વધુ મજબૂત રહેવું પડશે. ભલે તમે મહેનતુ તેમજ પરિશ્રમ કરવામાં પાછું ન જુઓ, પરંતુ આ સમય તમારા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આથી ધીરજ રાખીને આગળ વધવું સલાહ ભર્યું છે. નોકરીના ક્ષેત્રમાં તમારા સહકર્મચારી સાથે વાદ-વિવાદના પ્રસંગો ઊભા થાય એવી સંભાવના છે. વ્યવસાયિક કામગીરીમાં નવા સંબંધો કામ લાગી શકશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં તમારે તમારા અભિગમને બદલવો પડશે. તમારી જાતને અન્ય લોકો સમક્ષ પૂરતા તર્ક-વિતર્ક સાથે રજૂ કરશો તો થોડાઘણા અંશે સફળતા પ્રાપ્ત મેળવશો. લવલાઈફ, કારકિર્દી અને નાણાકીય ક્ષેત્રે આ સમય પોઝિટિવ બદલાવ લાવી શકે છે. મિત્રો થકી લાભ પ્રાપ્ત કરી શકશો. વડીલોપાર્જિત મિલકતસંબંધી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. ટૂંકી મુસાફરી જીવનમાં આનંદ લાવી શકે છે.
• મકર (ખ,જ)ઃ દરેક વિપરિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને મજબૂત બનાવી રાખશો તો કપરા સમયમાંથી આસાનીથી બહાર આવી શકશો. પરિવારનો સાથ-સહકાર પણ પ્રાપ્ત થઈ શકશે. વ્યાપારિક વિસ્તારની યોજનાઓ ઈચ્છતા હો તો હજી થોડી રાહ જોવી પડે. નોકરીમાં આપના કાર્યોની નોંધ લેવાય. જીવનસાથી સાથેના મતભેદ દૂર કરી શકશો. સ્વાસ્થ્યસંબંધી થોડી ઘણી તકલીફ સહન કરવી પડે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ જવાબદારીનું ભારણ તમારી ચિંતામાં વધારો કરશે. આમ સ્વાસ્થ્ય ઉપર થોડીઘણી અસર જોવા મળે. આર્થિક દૃષ્ટિએ થોડી વધુ કાળજી લેવી પડે. કોઈ અંગત વ્યક્તિ સાથેના સંબંધોમાં ખટાશ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં તમામ પ્રયત્નો છતાં સફળતા મેળવવા માટે હજી થોડી વધુ મહેનત કરવી પડે. વ્યવસાયિક તાલમેલ જાળવી શકશો. પ્રવાસ-પર્યટનને કારણે દોડધામમાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ દરેક મૂંઝવણમાંથી બહાર આવવા માટે આત્મમંથન બહુ સારો માર્ગ છે. તમારા સંતોષ અને ઊર્જાનો સંચાર પણ એના દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. પરિવારની જરૂરિયાતને પહોંચી વળવા માટેની આર્થિક જોગવાઈના વિકલ્પ પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર-કારોબારને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો આ સપ્તાહમાં લઈ શકશો. માંગલિક પ્રસંગોને કારણે થોડો ઉત્સાહ-આનંદ વધશે.

તા. ઓક્ટોબર ૨૦૨૧થી ૮ ઓક્ટોબર ૨૦૨૧ સુધી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.