તા. ૧૧ જુલાઇ ૨૦૨૦થી ૧૭ જુલાઇ ૨૦૨૦ સુધી

તા. ૧૧ જુલાઇ ૨૦૨૦થી ૧૭ જુલાઇ ૨૦

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતાં નાણાંકીય સંજોગો મુશ્કેલીભર્યા બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપજો. નોકરિયાતો માટે સમય પ્રગતિકારક બનશે. વિરોધીની ચાલ નિષ્ફળ જશે. ગેરસમજો દૂર થશે. ધંધા-વેપારમાં વિકાસવૃદ્ધિ જણાશે. ધંધાકીય પ્રશ્નો હલ થતાં જણાશે. મકાન અંગે કોઈ પ્રશ્નો અટક્યા હશે તો તે ઉકેલી શકશો. ભાડાના મકાનના પ્રશ્નો અંગેના વિવાદો દૂર થશે. લગ્નવિવાહના પ્રશ્નો અંગે આકસ્મિક સમસ્યા ઉભી થાય. આ સમય મહત્ત્વની કાર્યરચના કરાવે. શત્રુઓ વિઘ્નકર્તા બનશે. અગત્યના સંબંધોથી લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી આશંકાઓ ખોટી પડશે. વિકાસની તકો ઊભી થતી જણાશે. નાણાંકીય બાબતો મધ્યમ રહેતી જણાશે. સંકડામણનો પણ અનુભવ થશે. જોઈતા પ્રસંગે પૈસાની વ્યવસ્થા થાય તે માટે યોગો અનુકૂળ છે. ધીરધાર કરવી નહીં. નોકરી-ધંધામાં કોઈ મોટું જોખમ ઉઠાવવું નહીં. સુખસગવડના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. સામાજિક અને કૌટુંબિક પ્રવૃત્તિઓ સફળ થાય. ધંધા-વેપારમાં મોટું જોખમ ઉઠાવવું નહીં. સુખ-સગવડના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. સામાજિક અને કૌટુંબિક જવાબદારી વધી જાય. જીવનસાથી સાથે સર્જાયેલી ગેરસમજો દૂર થતાં આનંદનું વાતાવરણ સર્જાય. તબિયતની કાળજી યોગ્ય લેખાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અજંપો - અશાંતિમાંથી છૂટવા માટે કાર્યરત રહો એ જ ઉત્તમ છે. હિંમત ગુમાવશો નહીં. દેખાતી મુશ્કેલીઓ ક્ષણિક જ સમજશો. આવકવૃદ્ધિનો નવો માર્ગ મળે. પરિસ્થિતિ સુધરશે. વિશ્વાસે ધીરધાર કરવી નહીં. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે. ધીરજ - સ્વસ્થતા ટકાવવા. ધંધાની કામગીરીમાં મુશ્કેલીને કારણે જવાબદારી વધશે. મકાન મેળવવામાં મુશ્કેલી જણાશે. દામ્પત્યજીવનમાં મતભેદને દૂર કરી શકશો. સુમેળભર્યું વાતાવરણ સર્જાય.

કર્ક (ડ,હ)ઃ નવા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તણાવ ઘટશે. સમજી-વિચારીને ખર્ચા કરવા. નોકરિયાતોને બદલી-બઢતીના યોગો છે. સારી નોકરી મેળવી શકશો. વિરોધીઓથી ચિંતાને કારણ નથી. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ સફળતા - ઉન્નતિ જણાશે. મહત્ત્વની તકો મળશે તે ઝડપી લેજો. મકાન-જમીનને લગતા કામકાજોમાં ગ્રહો મદદરૂપ થાય. નવા મકાનમાં રહેવાની ઇચ્છા બર આવે. કૌટુંબિક સંપત્તિ અંગે પરિસ્થિતિ જૈસે થે રહે. જીવનસાથી સાથે લાગણીઓનો સંઘર્ષ થઇ શકે છે. મતભેદના પ્રસંગો નિવારજો. સામાજિક-માંગલિક કાર્ય પાર પડે.

સિંહ (મ,ટ)ઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો પેદા થતાં તમારી સક્રિયતા અને ઉત્સાહ વધશે. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. નાણાકીય જવાબદારી વધે. ખર્ચ વિશેષ જણાશે. ખોટા નાણાકીય રોકાણ ન થાય એ જોજો. નોકરિયાતો માટે સમય પ્રગતિસૂચક છે. ગૂંચવાયેલા મુદ્દે ઉકેલ મળે. ધંધાકીય પરિસ્થિતિ આશાજનક રીતે વળાંક લેશે. નવીન કામગીરીમાં પ્રગતિ થાય. સંપત્તિના ખરીદ-વેચાણના કામમાં વિઘ્ન જણાય. દામ્પત્યના જીવનમાં જો કોઈ સમસ્યા હશે તો તેના ઉકેલનો માર્ગ મળશે. આંતરિક ગેરસમજને મિટાવી શકશો. સ્વજન સાથે મતભેદ થાય. સંતાનોની તબિયત સાચવવી.

કન્યા (પ,ઠ,ણ)ઃ અકળામણ અને અજંપાનો અનુભવ કરવો પડશે. વિલંબથી ફળ મળવાના કારણે માનસિક તાણ વર્તાશે. નાણાકીય દૃષ્ટિએ જોઇએ તો, આવક ગમે તેટલી વધે તો પણ નાણાભીડ જણાશે. લાભ કરતા વ્યયયોગ બળવાન છે. નોકરિયાતોને એકંદરે વાતાવરણ સાનુકૂળ રહે. જમીન-મકાન અંગે કોઈ અણધારી ચિંતા ઊભી થાય. કૌટુંબિક મિલકત અંગે ઘર્ષણ જાગે. વિઘ્નોનો સામનો કરવો પડે. આવેશ-ગુસ્સાને નાથજો. તમારા વિરોધીઓથી ચેતતા રહેજો. મહત્ત્વના સંબંધો ઉપયોગી લાભકર્તા બનશે. સંતાનો અને તમારા અંગત આરોગ્યની ખાસ સંભાળ લેજો.

તુલા (ર,ત)ઃ તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજો માટે પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ વધે. નાણાકીય મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. અટવાયેલા નાણાં મળે. નોકરિયાતો માટે સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. અગત્યના ધંધાકીય કામકાજમાં લાભ મળે. જમીન-મકાનના મામલે પરિસ્થિતિ સાનુકૂળ થતી જોઈ શકશો. સમસ્યાઓનો હલ મળશે. મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ જોવાશે. દામ્પત્યજીવનમાં પણ મનોકામના પૂર્ણ થતી જણાશે. નવા કામકાજોનો પ્રારંભ થઈ શકશે. હિતશત્રુઓને કારણે થોડું સહેવું પડશે.

વૃશ્ચિક (ન,ય)ઃ વણઉકેલ્યા પ્રશ્નોનો તમે હવે ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણોમાંથી પણ હવે રાહત મળશે. નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતા જણાશે. ધારી આવક કે લાભ ન મળે. નોકરિયાતોની લાગણી, સન્માન દુભાવવાના પ્રસંગો બનશે. ઉપરી સાથે ચકમક ઝરે નહિ તે જોવું રહ્યું. વેપાર-ધંધાના ક્ષેત્રે વધુ ધીરજ અને મહેનત બાદ જ લાભ મળે. મકાન-મિલકતને લાગતી બાબતો અંગે પરિસ્થિતિ વિપરિત જણાશે. હાથ ધરેલા કાર્યોમાં અવરોધો વધતાં તમારો બોજો કે માનસિક તાણ વધે. તબિયત અંગે ચિંતા રહેશે. વિરોધીથી ડરવાને કારણ નથી. સંતાનો અંગે સુખ અનુભવશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આગળ ધપો અને ફતેહ મેળવો. જરૂરિયાતો પૂરતી આવક થશે. આર્થિક ભીંસ છતાંય કામકાજ અટકશે નહિ. ઉતાવળ કે સાહસથી દૂર રહેજો. બોજો-કરજ વધારવા નહીં. વ્યવસાયની બાબતો માટે સમય સાનુકૂળ નીવડે. વિરોધીઓના હાથ હેઠા પડશે. ધંધા-વેપારમાં જણાતા અવરોધો દૂર થશે. નવા કોલ-કરારથી લાભ થાય. મકાન-જમીનને લગતા કામકાજો માટે ગ્રહયોગો મદદરૂપ થાય. સમસ્યાઓનો યોગ્ય ઉકેલ મળશે. કૌટુંબિક સંપત્તિ અંગે પરિસ્થિતિ જેમની તેમ રહે. કૌટુંબિક કલેશના પ્રસંગોને કુનેહથી નિવારજો. હિતશત્રુ ફાવશે નહીં. પ્રવાસ લાભકારક બનશે.

મકર (ખ,જ)ઃ આવકવૃદ્ધિ થવાનો અવકાશ નથી પણ જાવક વધશે તેથી સંકડામણ વર્તાશે. નોકરિયાતો માટે આ સમય રાહત આપનાર અને પ્રયત્નોનું સારું ફળ આપનાર છે. મુશ્કેલીના સમયે ઉપરી અધિકારીઓનો સાથ મળશે. વેપાર-ઉદ્યોગોના ક્ષેત્રે જણાતી સમસ્યાઓનું નિરાકરણ આવશે. સામાજિક અને કૌટુંબિક પ્રવૃત્તિઓ સફળ થાય. જીવનસાથી સાથે સર્જાયેલી ગેરસમજો દૂર થતાં આનંદ વર્તાય. ગૃહજીવનનો માહોલ ઉત્સાહસભર રહે. સામાજિક કામકાજથી યશ-માન મળે. મિત્રો મદદરૂપ બનશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. નાણાકીય મામલે પ્રશ્નોનું નિરાકરણ મળશે. લોન-કરજનો ભાર હળવો થાય. નોકરિયાતોને કાર્યભાર વધશે. વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી. વેપારવૃદ્ધિ થાય. મકાન બદલવાનો વિચાર હોય તો તે કામ થઈ શકે. નવું મકાન ખરીદવાના પ્રયત્નો ફળે. ભાડાના મકાન મામલે પણ સાનુકૂળ હલ મળે. કૌટુંબિક બાબતોના કારણે વિચારભેદો સર્જશે. નજીકના કોઈ સ્વજનની તબિયત અંગે ચિંતા સર્જાશે. સંતાનો અંગે સમય સાનુકૂળ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ઉતાવળા નિર્ણયો લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા તમારે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડશે. હાલના નાણાકીય વ્યવહારો સ્થગિત થયા હશે તો તે ચાલુ થશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ સુધરતી જણાશે. સરકારી અવરોધોમાંથી માર્ગ મળી આવશે. મહત્ત્વના કોઈ કરારો કે નવીન તક મળશે. દામ્પત્યજીવનમાં સર્જાયેલી અશાંત સ્થિતિ દૂર કરી શકશો. સંવાદિતા સર્જાશે. થોડી સમજદારી કેળવીને સારી રીતે પ્રશ્નોને હલ કરી શકશો. મહત્ત્વની મુસાફરીઓ થાય.

તા. ૧૧ જુલાઇ ૨૦૨૦થી ૧૭ જુલાઇ ૨૦
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.