તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૧૮ ફેબ

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન આપનું સમયપત્રક ઘણું વ્યસ્ત રહેશે. કામનું ભારણ વધશે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ઊભી થવાની સંભાવના છે. નાણાંકીય રીતે જોતાં ખર્ચાઓમાં પણ વધારો જોવા મળે. બિનજરૂરી વસ્તુઓની ખરીદી પર વધુ ખર્ચા થાય. જોકે, પરિવારના સભ્યો સાથે થોડી હળવાશની પળો પણ માણી શકશો. નોકરી-વ્યવસાયમાં તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી વિચારધારા અને લાગણીને કાબૂમાં રાખવા જરૂર છે. ભાવાવેશમાં આવીને કોઈ ખોટા નિર્ણયો લઈ લેશો તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. કારકિર્દી સંબંધિત પ્રશ્નોને હલ કરવા માટે પણ થોડી વધુ ધીરજ જરૂરી રહેશે. વ્યાવસાયિક કામગીરીમાં કોર્ટ-કચેરીના પ્રશ્નો હલ થતાં જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓને પ્રગતિ તેમજ બઢતીના સ્વપ્ન સાકાર થતાં જોવા મળે.
• મિથુન (ક,છ,ઘ)ઃ કોઈ જૂના મિત્રો કે સંબંધી તરફથી તમને કામકાજમાં મદદ મળી રહેશે, જે લાભકારક પુરવાર થશે. નવી આર્થિક યોજનાઓનો અમલ થાય, જે તમારી નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો લાવી શકશે. વ્યાપાર-ધંધામાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં ના ફસાવાય તેનું ધ્યાન રાખશો. જમીન-મકાનના સોદા પાર પાડી શકાય. નોકરિયાત વર્ગ માટે સાનુકૂળ સમય શરૂ થઈ રહ્યો છે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન થોડા મિશ્ર પરિણામ પ્રાપ્ત થાય. જુદા જુદા ક્ષેત્રોમાંથી પ્રતિકૂળ સંજોગોને કારણે આપના વ્યવસાયિક જીવન પર વિપરત અસર પડે. જોકે થોડી ધીરજ રાખશો તો આ બધામાંથી બહાર પણ નીકળી શકશો. આર્થિક સ્થિતિમાં ખાસ કોઈ નુકસાની રહેશે નહીં. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈ નવા રોકાણો માટેની ચર્ચા આગળ વધતી જોવા મળે. વિદ્યાર્થી વર્ગને આ સમયમાં પોતાની મહેનતનું સારું પરિણામ જોવા મળશે.
• સિંહ (મ,ટ)ઃ આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્ય સંબંધિત ઘણાં બધાં સકારાત્મક ફેરફાર જોઈ શકશો. લાંબા સમયથી ચાલતી સમસ્યામાંથી છૂટકારો મળતો જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં થોડું વિચારીને આગળ વધવું સલાહભર્યું રહેશે. વ્યવસાય જગતમાં તમારા પરાક્રમ અને હિંમત થકી ઘણા નવા સોપાન સર કરશો. નાણાકીય મદદ પ્રાપ્ત કરી શકશો. માંગલિક પ્રસંગોને કારણે મન હળવાશ અનુભવે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી મનોસ્થિતિ સુધરતી જોવા મળશે, જેનાં કારણે તણાવ દૂર થતો જોવા મળે. વ્યાવસાયિક વર્ગને આ સમયમાં કોઈ સારા સમાચાર મળે, કોઈ મોટી ડીલ થઈ શકે છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટેના રસ્તા પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથેના સંબંધમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. પારિવારિક વિવાદનો ઉકેલ લાવવા માટે તમારી સૂઝબૂઝ કામ આવે. પ્રવાસનું આયોજન શક્ય બને.
• તુલા (ર,ત)ઃ માનસિક રીતે અઠવાડિયું થોડું ભારણવાળું રહેશે. કામકાજમાં કંટાળો અનુભવશો. આર્થિક રીતે તમારા ભવિષ્ય માટેનાં સપનાંઓ સાકાર કરવાની તક હાથ લાગશે. વ્યાવસાયિક ક્ષેત્રે ભાગીદારી ફાયદો જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓએ કામગીરીને થોડીક યોજનાબદ્ધ કરવી જરૂરી રહેશે. મેડિકલ, કાનૂની તેમજ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ખાસ સફળતા મેળવી શકશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન તમે સ્વાસ્થયને લઈને વધુ સજાગ થતાં જોવા મળશો. કાર્યની દૃષ્ટિએ યોગ્ય નિર્ણયો લેવા માટે વડીલોની મદદ મેળવી શકશો. આર્થિક મામલા ધીરે ધીરે હલ થતાં જોવા મળશે. કૌટુંબિક મામલા બનેએટલા શાંતિથી હલ કરવાનો પ્રયત્ન તમારા જ ફાયદામાં રહેશે. નોકરીના સ્થળે આવેશ-આક્રોશને થોડા કંટ્રોલમાં રાખજો. જમીન-મકાનને લગતી સમસ્યાનો મામલો કોર્ટ-કચેરીની બહાર પતાવવાના પ્રયત્નોમાં સફળતા મેળવશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): સપ્તાહ દરમિયાન તમારી ધીરજની કસોટી થઈ શકે છે. આથી ઉતાવળ અથવા તો નાસીપાસ થયા વગર સતત કાર્યશીલ રહેશો તો આ બધામાંથી બહાર આવી શકશો. બાકી નીકળતાં લેણાં પરત મળતાં નાણાંકીય રીતે થોડી રાહત વર્તાય. તમારી નોકરીના સ્થાન પર લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેતન કરવી પડશે. ઈલેકટ્રોનિક્સ, હાર્ડવેર તેમજ ફૂડ રિલેટેડ વ્યવસાયમાં સારી એવી સફળતા પ્રાપ્ત થશે.
• મકર (ખ,જ)ઃ વીતેલા સપ્તાહની સરખામણીમાં આ સમય દરમિયાન આપનું સ્વાસ્થ્ય સુધરતું જોવા મળે. કામનું ભારણ પણ ઓછું થાય. પરિવાર સાથે થોડોક સમય આનંદ-મોજમાં વિતાવી શકશો. તમારા વિચારોમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળે. નાણાકીય લાભ પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દીની દૃષ્ટિએ જો કોઈ દ્વિધા અનુભવતા હોય તો એ દૂર થાય. નવા વ્યવસાયના પાયા નંખાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનની દુવિધાઓને દૂર કરવા માટે તમારે જાતે જ પ્રયાસ કરવા પડશે. પરિવારના સભ્યોનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો છો. ભાગીદારીના વ્યવસાયમાં થોડું સંભાળીને આગળ વધવું, નહીં તો છેતરાવાનો ખતરો રહેશે. નોકરિયાત વ્યક્તિઓને થોડું કામ સંબંધિત પ્રેશર વધતું જોવા મળે. વિદેશ જવાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ખુશખબર મળશે. ભવિષ્યની વ્યૂહરચનાઓને આકાર આપી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહેશે. અંત ભાગ તરફ જતા થોડા માનસિક ભારણનો અનુભવ થાય. નાણાકીય રીતે થોડી રાહત અનુભવાય. પૈસાનું રોકાણ કરવા માટેના નવા દ્વાર ખુલતાં જોવા મળે. વાહન-મકાન ખરીદીની ઈચ્છાઓ સાકાર થશે. નોકરી-વ્યવસાયમાં નવી - નવી યોજનાઓના અમલની શરૂઆત થાય. વિદ્યાર્થીઓને થોડા રાહતના સમાચાર પ્રાપ્ત થાય. માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે થોડીઘણી રાહત થાય.

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૧૮ ફેબ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.