તા. ૧૫ જુલાઇ થી ૨૧ જુલાઇ ૨૦૧૭

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઇ)ઃ તમારા મહત્ત્વના કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. ચિંતા - ટેન્શન હળવા બનશે. વિઘ્નો દૂર થવા લાગે. જોકે નાણાંકીય દૃષ્ટિએ આવક ગમેતેટલી વધે છતાં ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધે. પરિણામે મનને સંતોષ જોવા મળે નહીં. જમીન-મકાનને લગતા પ્રશ્નો અંગે ખર્ચ અને પ્રતિકૂળતા જણાશે ધારી સફળતા જણાશે નહીં. નોકરિયાતને મહત્ત્વની કામગીરી માટે સંજોગો સાનુકૂળ થવા લાગે. વિરોધીની કારી ફાવશે નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનની મુરાદો મનમાં રહેતી જણાય. અશાંતિ-ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવ થાય. માનસિક સ્વસ્થતા જણાય નહીં. નાણાંકીય પરિસ્થિતિ વધુ કટોકટીરૂપ બને. આવક ઘટે અને ખર્ચ વધે. કરજનો ભાર યથાવત્ રહે. ઉઘરાણીના કાર્યોમાં વિલંબ જણાય. મહત્ત્વના કામમાં આગળ વધી શકશો. વિરોધીના હાથ હેઠા પડે. ધંધાકીય કામગીરીમાં હજુ મંદતા રહે. અગત્યના કામકાજમાં સંજોગો પ્રતિકૂળ છે. સંતાનોનો સહયોગો મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં ઘણા વણઉકેલ્યા પ્રશ્નો હલ થશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી જવાબદારીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહે. જૂની જવાબદારી હળવી બનાવી શકશો. મકાન-સંપત્તિ તેમ જ મિલકત અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. ભાડૂઆત અંગેના પ્રશ્નો હલ થશે. લગ્ન-માંગલિક પ્રસંગોના સારા સમાચાર સાંભળવા મળે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતા પણ જોવા મળે. બોધરેશન વધતું લાગે. મનની મુરાદ મનમાં રહેતી જણાય. વધુ મહેનતે અલ્પ ફળ જોવા મળે. નાણાંકીય દૃષ્ટિએ સમય કટોકટીભર્યો જણાય. આર્થિક કાર્યોમાં અંતરાય જોવા મળે. ફસાયેલા લાભ કે લેણાં મળવામાં હજી સમય લાગશે. નાણાંકીય સમસ્યાઓ વધુ ગૂંચવાય નહીં તે જોજો. નોકરિયાતોને યથાવત્ સ્થિતિ જણાશે. વિરોધીઓના હાથ હેઠા પડે. વડીલોના આશીર્વાદ વધુ શાંતિ અપાવશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં ગ્રહયોગો ચિંતા અને ઉદ્વેગની સાથોસાથ કેટલાક શુભ પ્રસંગોની મહત્ત્વની તકો સાથે આનંદ પણ સૂચવે છે. આ સમયમાં મિશ્ર બનાવો બનવા છતાંય એકંદરે સુખ આપનાર સમય છે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. ખર્ચ અંગેની જોગવાઈ કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. તમારી યોજના સફળ થાય. માર્ગ આડેના અવરોધો દૂર થતાં જણાશે. સાધુ-સંતો સાથે સત્સંગનો અવસર મળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મહત્ત્વના કામ પ્રસંગોમાં અણધારી સહાય તથા ઇચ્છિત પરિણામ આવતાં જણાશે. અહીં ખર્ચ અને વ્યયનું પ્રમાણ વધશે. તેના કારણે નાણાંભીડનો અનુભવ થાય. કોઈ જોખમ ઉઠાવીને નાણાંનું નવું રોકાણ કરતાં નહીં. નોકરિયાત વર્ગ આંતરિક ખટપટના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિ અનુભવતો હશે તો તેમાંથી બહાર નીકળી શકશે. ધંધાકીય ક્ષેત્રે તમારા સંજોગો સાનુકૂળ બનશે. દામ્પત્યજીવનમાં પ્રેમ-સહકાર વધે. મકાન, જમીન-સંપત્તિને લગતા કામકાજો ગૂંચવાશે અને ધાર્યું પરિણામ આવે નહીં.

તુલા (ર,ત)ઃ આ સમયમાં તમારા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. સાનુકૂળ તક મળે. આ સપ્તાહ અગત્યની કાર્યરચના માટે સાનુકૂળ બને. તમારા પ્રયત્નો સફળ થતા જણાય. આર્થિક બાબતો વ્યવસ્થિત કરી શકાય. તમારા ધંધાકીય કે કૌટુંબિક કાર્ય અંગે નાણાંની જરૂરી ગોઠવણ થઈ શકશે. નોકરિયાતોને મૂંઝવણ કે સમસ્યાઓ ઉકેલાતી જણાય. મહત્ત્વની વ્યક્તિનો સાથ-સહકાર મળે. ધંધાકીય પરિસ્થિતિ માટે ગ્રહમાન અનુકૂળ બનશે. આ ક્ષેત્રે સફળતાના યોગ છે. ધર્મ પરત્વેની આસ્થા બળવાન બનશે.

વૃશ્ચિક (ન,ય)ઃ ચિંતાઓના વાદળો દૂર થતાં માનસિક અને શારીરિક ઉત્સાહ તથા આનંદ અનુભવી શકશો. આ સમય મહત્ત્વના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળ જણાય છે. અવરોધમાંથી માર્ગ નીકળશે. આર્થિક રીતે જોતાં નાણાંભીડ દૂર થશે. ઉઘરાણીની તથા અન્ય આવકોના આધારે આર્થિક સ્થિતિ સમતોલ રહેશે. મિત્રોની મદદ મળી રહે. નોકરિયાતોને મુશ્કેલીઓ હળવી થાય. ઇચ્છિત સ્થળે બદલી થવાની તક ઊભી થાય. સંતાનોના પ્રશ્નનું નિરાકરણ મળે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં ખોટી ચિંતાનો બોજો વધે નહીં તે જોવું રહ્યું. અવિશ્વાસ ભય અને શંકાઓ છોડશો તો જ સાચો આનંદ માણી શકશો. નાણાંકીય તકલીફમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાય જશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળે નહીં. નોકરિયાત માટે સમય સાનુકૂળ છે. જોઈતી તકો મળતી જણાશે. અવરોધોને પાર કરી શકશો. બઢતી-બદલીના પ્રશ્નો હલ થાય. સંતાનોના પ્રશ્નોમાં રાહત થાય.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં સાનુકૂળતા સર્જાતા તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતો માટે સમય મિશ્ર ફળ આપનારો છે. બઢતી-બદલીના કામકાજો અટકેલા હશે તો ઉકેલાશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. સારા વ્યક્તિઓનું માર્ગદર્શન લાભદાયી બનશે.

કુંભ (ગ,શ,ષ,સ)ઃ મનની મૂંઝવણ દૂર થતી જણાય. કોઈ સમસ્યા આવે નહીં છતાં અકારણ અશાંતિના એકાદ-બે પ્રસંગ જણાય. નાણાંકીય દૃષ્ટિએ ધાર્યા લાભ મેળવવામાં વિલંબ જણાય. સરળતાની આશા રાખી શકાય નહીં. મકાન-જમીનના કામ અંગે સાનુકૂળતા રહે અને સફળતા જણાય. નોકરી-ધંધામાં અગત્યની કામગીરી સફળ થાય. તબિયત કાળજી માંગી લેશે. યાત્રા-પ્રવાસ સફળ થાય. દામ્પત્યજીવનમાં મધુરતાનું વાતાવરણ સર્જી શકશો. જીવનસાથીનો સાથ-સહકાર મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક સ્થિતિ, કામગીરીનો બોજો અને યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોતાં સમય અસ્વસ્થ કે તાણસૂચક જણાય. ધીરજથી કામ લેવું પડશે. આ સમય નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો છે. કૌટુંબિક તેમજ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે આર્થિક બોજો વધે તેવા યોગ છે. હજુ સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય અટવાયેલા નાણાં મળતા થોડીઘણી રાહત વધશે. માંગલિક - ધાર્મિક પ્રસંગોનો લાભ અધિક મળશે.

તા. ૧૫ જુલાઇ થી ૨૧ જુલાઇ ૨૦૧૭...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.