તા. ૧૬ જૂન થી ૨૨ જૂન ૨૦૧૮

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ વર્તાશે. ઉમંગ-ઉત્સાહ વધશે. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સારો ગણી શકાય. જરૂરત કે અપેક્ષા અનુસાર નાણાં ઊભા કરી શકાશે. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. નોકરિયાતોને સ્થળાંતરનો યોગ છે. નવા ક્ષેત્રમાં પ્રવેશવાની તક મળે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સાનુકૂળ બને. આ સમયમાં વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવા સંજોગો જણાશે. નિરાશાજનક વિચારો છોડીને પુરુષાર્થ અને આત્મવિશ્વાસ વધારવા જરૂરી છે. આ સમય દરમિયાન ખર્ચના પ્રસંગો વધશે. નુકસાન, કરજ કે લોન દ્વારા આર્થિક બોજો વધશે. નાણાંભીડના કારણે પૂર્વનિર્ધારિત યોજના અટકશે. નોકરિયાતોને માર્ગમાં અવરોધો જણાશે. નોકરીની સમસ્યાઓ હજુ યથાવત્ જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે. કોઇ ઉતાવળા નિર્ણયો લેવા નહીં. વારસાગત મિલકતો અંગેના વિવાદો ઉકેલી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો આયોજન પાર પડશે. વધારાની આવક ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડે. આ સમય નવા ખર્ચાનો બોજો પણ વધારશે. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. પ્રગતિ માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.

કર્ક (ડ,હ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંતિ રહેશે. આધ્યાત્મિક વલણ કેળવીને શંકા અને ચિંતાનો છોડી કાર્ય કર્યે જશો તો વધુ આનંદ મેળવી શકશો. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા આર્થિક તંગી વર્તાશે. તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. નવા મકાનમાં સ્થળાંતર કરવાના ગ્રહયોગો સાનુકૂળ છે. જો કોઈ જમીન કે પ્લોટ મકાનમાં નાણાં રોકવા ઇચ્છતા હશો તો તમારા પ્રયત્નો સફળ થાય. બદલી-બઢતીનો પ્રશ્ન ઉકેલાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમય કૌટુંબિક બાબતો અંગે ચિંતાપ્રદ બનશે. આરોગ્ય બગડતા કેટલાક મહત્ત્વના કામકાજો ખોરંભે પડી શકે છે. સપ્તાહ આર્થિક દૃષ્ટિએ પણ અતિ ખર્ચાળ અને ચિંતાપ્રદ બનશે તેવા ગ્રહમાન છે. અહીં આવક કરતાં જાવકનું પ્રમાણ વધે નહિ તે જોવું રહ્યું. નાણાંકીય ગોઠવણ વ્યવસ્થિત કરવી જરૂરી છે. વેપાર-ધંધા સંબંધિત કામમાં ઉતાવળા થશો નહિ. ધાર્યા મુજબ પ્રગતિ જણાશે નહીં.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહના ગ્રહયોગો દર્શાવે છે કે તમારી પ્રવૃત્તિઓમાં વેગ આવે. નવરચનાઓ સાકાર થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં આગેકૂચ થશે. કાલ્પનિક મુદ્દે ચિંતાઓ છોડી દેશો. સમય વધુ આનંદમય રીતે પસાર થશે. અવરોધ કે મુશ્કેલીઓ હશે તો તમે તેને પાર કરી શકશો. આ સમયમાં નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધશે. ખોટા ખર્ચાઓ વધી જવા સંભવ છે. નોકરિયાતોને યથાવત્ સ્થિત જણાશે. ધાર્યું ફળ મળવામાં વિલંબ થાય.

તુલા (ર,ત)ઃ પ્રતિકૂળતામાંથી બહાર નીકળી શકશો. તમારા ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. મિત્રો-પરિચિતોની મદદ પણ માનસિક બળ આપશે. સર્જનાત્મક વિકાસ થાય. ભૂતકાળમાં કરેલા પ્રયત્નો ફળદાયી બનશે અને તે દ્વારા નવી આવકવૃદ્ધિ થાય. નાણાંકીય તકલીફમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. તમારી જવાબદારીને પહોંચી વળશો. નોકરિયાતોને વિઘ્ન આવતાં ધાર્યા લાભ અટવાશે. ઉઘરાણી ફસાય નહીં તે જોવું રહ્યું.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક યોજનાની કામગીરીઓમાં સફળ થશો. પરિણામે માનસિક ઉમંગ-ઉત્સાહ અનુભવી શકશો. તમારું ધ્યેય સિદ્ધ થવાથી સાનકુળતામાં વધારો થશે. આર્થિક સ્થિતિ તંગ બનશે. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મોટો રહેશે. અહીં મિત્રોનો સહકાર મળશે. નોકરીના ક્ષેત્રે કોઈ પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ થયું હશે તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. વેપાર-ધંધાના પ્રશ્નોના ઉકેલમાં સાનુકૂળતા છે. ફતેહ મળશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણ ભરેલી રહેશે. જોકે આપની મૂંઝવણો કાલ્પનિક વધુ હશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. કોઇને ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડશો નહીં. નોકરિયાતોને તેમની મહેનત, પ્રયત્નોનું ફળ અવશ્ય મળે. અવરોધોમાંથી નીકળાશે. બઢતી-બદલીનો યોગ છે. વૃદ્ધિ-વિકાસના પગલાનાં આયોજન માટે આ સમય લાભકારક છે. મકાન-જમીન સંપત્તિને લગતી કાર્યવાહીઓ ગૂંચવાય.

મકર (ખ,જ)ઃ આ સમય શુભ પુરવાર થશે. મનનો બોજો ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. નાણાંકીય બાબતોના ઉકેલ માટે સપ્તાહના ગ્રહયોગો મિશ્ર ફળ આપશે. આવક કરતાં ખર્ચનું પલ્લુ વિશેષ નમતું રહેવાના કારણે બચત થશે નહીં. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. ધંધાના કાર્યો આડેના વિઘનો પાર કરીને સફળ મેળવી શકશો. પ્રતિસ્પર્ધીઓ - શત્રુઓ ફાવે નહીં. મકાનની લે-વેચનું સરકારી કામકાજ પાર પાડી શકશો. કુટુંબના સભ્યોનો સહકાર - પ્રેમ સાંપડશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહમાં સફળતા - સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ વર્તાય. આર્થિક દૃષ્ટિએ આ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. બાકી લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો નીવડશે. વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના અટવાયેલા કામકાજો વિલંબથી ઉકેલાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે આપની યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ નહીં જણાતા અસ્વસ્થતા વધે. સમય તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો છે. સપ્તાહમાં કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે બોજો વધે તેવો યોગ છે. નોકરિયાતોને કામકાજની જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગો જણાય છે. આરોગ્યની કાળજી લેવાની સલાહ છે.

તા. ૧૬ જૂન થી ૨૨ જૂન ૨૦૧૮...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.