તા. ૧૭ એપ્રિલ ૨૦૨૧-થી-૨૩ એપ્રિલ ૨૦૨૧ સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં રચનાત્મક કામગીરીનો વિકાસ થાય. માનસિક ચિંતાઓ ઓછી થાય. બુદ્ધિ - તર્કશક્તિના ઉપયોગથી યોજનામાં સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વર્ગને આ સમય દરમિયાન ઘણાં ફેરફાર જોવા મળશે. તમારી અવગણના થતી જણાય. મિત્રો તથા સંબંધીઓ તરફથી પ્રોત્સાહન-સમર્થન મેળવી શકશો. આ સમય દરમિયાન નવા કોઈ વ્યાપારના ચક્રો ગતિમાન થાય. આર્થિક સદ્ધરતામાં વધારો થાય. સંતાનના અભ્યાસ બાબતના પ્રશ્નો હલ થાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયના ગ્રહયોગો હજી આપના પક્ષમાં નથી. માનસિક અસ્વસ્થતામાં થોડો વધારો થાય. ઉતાવળા નિર્ણય લેશો નહીં. કોઈ જૂના દેવામાં થોડીક રાહત થાય. મિલકતની લે-વેચના પ્રશ્નો હલ થવાથી આપની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય. નોકરી-વ્યવસાયમાં હજી સમય જેમનો તેમ જ રહેશે. વિદ્યાર્થી વર્ગને હજી વધુ મહેનતનું સૂચન છે. પ્રવાસ, ધર્મ-કાર્યના યોગો છે. સંતો સાથે મિલન - વાર્તાલાપ આપની મનોસ્થિતિ સુધારશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આપના પ્રત્યેનો વિશ્વાસ આપના કાર્યક્ષેત્રની સફળતાનું કારણ બને. અધિકારીઓના અતૂટ વિશ્વાસનો આપ આ સમયમાં ભરપૂર ઉપયોગ કરીને ઇચ્છિત કાર્યપૂર્તિ અને સફળતા મેળવશો. તમારી પ્રગતિના દ્વાર ખૂલતાં જોવા મળે. વ્યાપારના ક્ષેત્રમાં પણ મહેનત રંગ લાવશે. નવા ધંધા-વેપારના પાયા નંખાય. મિત્રો સાથેના સંબંધો ભાગીદારીમાં ફેરવાય એવા પણ યોગો છે, જે ભવિષ્યમાં આપને લાભદાયી પુરવાર થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થાય. સંતાનના લગ્નવિષયક બાબતોની ચર્ચાઓ આગળ વધે.
કર્ક (ડ,હ)ઃ આપની આસપાસનું વાતાવરણ અને સંજોગો માનસિક તાણનું કારણ બને. ખર્ચનું પ્રમાણ વધવાથી પણ મૂંઝવણમાં વધારો થાય. નવી આવકના માર્ગ શોધવા માટે તમારી શક્તિઓને કામે લગાડશો તો થોડો ફાયદો મેળવી શકશો. નોકરીના ક્ષેત્રમાં થોડી વધુ દોડધામ કરવી પડશે. ધંધા-વ્યાપારમાં કોઈ ઉતાવળા નિર્ણય ન લેવા. શેર-સટ્ટાથી નુકસાનના એંધાણ છે. વિદ્યાર્થી વર્ગ સારા પરિણામ મેળવશે. શારીરિક તંદુરસ્તી બાબતે થોડીક કાળજી રાખવી હિતાવહ રહેશે.
સિંહ (મ,ટ)ઃ આ સમય દરમિયાન આપના જીવનની અતિ મહત્ત્વપૂર્ણ બાબતોની પૂર્તતા થતી જોઈ શકશો. ડ્રીમ હોમની ખરીદી શક્ય બને. લાંબા સમયથી અટવાયેલાં નાણાં પરત મળશે, જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થાય. નોકરી-વ્યપારના ક્ષેત્રમાં પણ ફાયદાકારક તકો હાથ લાગે. વ્યવસાયિક વ્યવસ્તતામાં વધારો જોવા મળશે. આપના અધૂરા કાર્યો પૂરા થતાં જોઈ શકશો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવશે. વિદ્યાર્થીઓને પણ ઘણાં સારા સમાચાર મેળવી શકાય એવા યોગો છે. ઇચ્છિત સફળતા પ્રાપ્ત થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં ગ્રહયોગોની અનુકૂળતા પ્રમાણે આપ મિશ્ર પરિણામ મેળવી શકશો. આર્થિક સદ્ધરતામાં વધારો થાય, પણ સાથે સાથે આપના મનની ચિંતાઓ પણ વધે. કોઈ ખાસ કારણોસર આપ ટેન્શનનો અનુભવ કરશો, પરંતુ એ લાંબો સમય રહેશે નહીં. નોકરિયાત વર્ગને હરીફાઈનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વ્યાપારના ક્ષેત્રમાં નવીન ખરીદી શક્ય બને. મિલકતની લે-વેચના બિઝનેસમાં તેજીનો સમય આવે. કોર્ટ-કચેરીથી થોડુંક સંભાળવું. હજી આપના પક્ષમાં નિર્ણય આવતા વાર લાગે. પ્રવાસના આયોજન થાય.
તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન લાંબા સમયથી અટવાયેલી પ્રવાસની ઇચ્છાઓ ફળીભૂત થાય. આપની ખુશીમાં પણ વધારો થાય. ગુપ્ત ચિંતાઓ દૂર થાય અને નવા ફ્રેશ વાતાવરણમાં કામની શરૂઆત થાય. નોકરીના ક્ષેત્રમાં પણ બઢતી પ્રાપ્ત કરી શકશો. સામાજિક-ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકશો. આર્થિક સ્થિતિમાં કોઈ નુકસાનીનો ભય નથી. આપની તંદુરસ્તીની બાબતોને લઈ વધુ સજાગ થશો. વિદ્યાર્થી વર્ગને પરદેશમાં અભ્યાસ માટેની તક હાથ મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મેળવી શકશો.
વૃશ્ચિક (ન,ય)ઃ આપના માર્ગ આડેના વિઘ્નો હવે દૂર થાય. કોઈક અતૂટ શક્તિઓનો ફોર્સ આપના કાર્યોમાં અપાર સફળતા અપાવે. આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકશો. મોજશોખના સાધનોની ખરીદી શક્ય બને. નોકરીના ક્ષેત્રમાં ઇચ્છિત સફળતાઓ પ્રાપ્ત કરી શકશો. વ્યાપારમાં પણ નવી ઓફરો સાથે વધુ મજબૂતી કેળવશો. માંગલિક પ્રસંગો થકી વાતાવરણ આનંદમય બની રહેશે. વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ અભ્યાસના નિર્ણયોમાં ઇચ્છિત જગ્યાઓની પૂર્તતા શક્ય બને. એકંદરે આપનું આ સપ્તાહ ઉત્સાહભર્યું રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે મન વ્યાકૂળ રહેશે. જોકે યોગ્ય સંભાળ થકી મોટું નુકસાન ટાળી શકશો. જીવનસાથીનો સહયોગ આપના કાર્યોમાં જરૂરી બને. નોકરી-વ્યવસાયના કાર્યોમાં સ્થિતિ યથાવત્ રહેશે. સહકર્મચારીઓ સાથેનો વ્યવહાર અહીં આપને કામ લાગશે. ખર્ચાઓ ઉપર થોડો કંટ્રોલ રાખવો જરૂરી બની રહેશે. વિદ્યાર્થીઓને મહેનતના પરિણામ સારાં એવા લાભદાયી રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડું જતું કરશો તો વધુ ફાવશો.
મકર (ખ,જ)ઃ ચિંતાઓનું ભારણ ઓછું થતું જાય અને માનસિક સ્વસ્થતામાં સારી એવી મજબૂતી લાવી શકશો. વ્યાપાર-ધંધાના ક્ષેત્રમાં પણ સારી એવી સફળતા હાથ લાગશે. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઇચ્છાઓ ફળીભૂત થાય. મહેનતનું પરિણામ મેળવી શકશો. વડીલો- સ્વજનો સાથે સમય વ્યતિત કરી શકશો. સંતાનોની સમસ્યાનો હલ લાવી શકશો. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આપનો આ સમય ગ્રહાદિક જીવનમાં તેમજ વ્યાપારિક કાર્યોમાં વિના કારણે પરિસ્થિતિને તંગ બનાવે, જેથી આપના વાણી વર્તનનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરશો તો તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા પરત્વે લાગણી રાખનારા પણ તમારી અવગણના કરે. અહીં નાણાકીય રીતે ખાસ કોઈ ચિંતા રહેશે. નહીં. નોકરિયાત વર્ગને જોઈજાળવીને આગળ વધવાનું સૂચન રહેશે. પ્રવાસનું આયોજન હાલ પૂરતું બંધ રાખવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. વિદ્યાર્થીઓ માટે વધુ મહેનત કરવી સલાહભર્યું છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે વિકાસશીલ પુરવાર થાય. પ્રગતિ આડેના અવરોધો દૂર થાય અને સફળતા મેળવશો. વ્યવસાયિક ક્ષેત્રમાં માનપાન-પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં પણ ગેરસમજ દૂર થાય. કાર્યોમાં અણધારી સફળતા. દાંમ્પત્યજીવનમાં વધુ પ્રેમભરી પળો પ્રાપ્ત કરી શકશો. નાણાકીય કટોકટી ઓછી થાય. વધુ વાચન અને ચિંતન તરફ આકર્ષાશો. વિદ્યાર્થીઓ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરશે. નવા વાહન કે મિલકતની ખરીદી શક્ય બને.
