તા. ૧૮ એપ્રિલ થી ૨૪ એપ્રિલ ૨૦૨૦

તા. ૧૮ એપ્રિલ થી ૨૪ એપ્રિલ ૨૦૨૦...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ જવાબદારી, ટેન્શનનો અનુભવ કરાવશે. લાગણીઓ ઘવાતા મન ઉદ્વેગ અને અજંપો અનુભવશે. ગેરસમજો અને વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખશો તો બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક અસ્વસ્થતા, ચિંતા અને વિના કારણ ભયનો અનુભવ થશે. આધ્યાત્મિક થકી જ શાંતિ મેળવી શકશો. નાણાંકીય લેવડદેવડમાં વ્યવસ્થિત નહીં બનો તો તમારી કઠણાઈઓ વધશે. યશ-માનમાં વધારો થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ ચિંતાઓનો ભાર હળવો થાય. તાણના સંજોગો ધીમે ધીમે દૂર થતાં રાહત વર્તાશે. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો લેણી યા ઉઘરાણીની રકમ પરત મળતાં સ્થિતિ સુધરશે. તમારા નાણાંનું રોકાણ યોગ્ય જગ્યાએ કરશો તો તે લાભદાયી પુરવાર થશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન મનોઉદ્વેગના બનાવો બનશે. તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ થોડીક વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ મળે નહીં.

સિંહ (મ,ટ)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિના વિખવાદ કે ઘર્ષણમાં ઉતરશો નહીં. રોકાણ લાભદાયક પુરવાર થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવા સંજોગો જણાશે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ટકાવજો. નિરાશાજનક વિચારો છોડશો તો લાભમાં રહેશો. આ સમય દરમિયાન ખર્ચના પ્રસંગો વધશે. કરજ કે લોનના લીધે આર્થિક બોજો વધશે.

તુલા (ર,ત)ઃ સર્જનાત્મક યોજના મુશ્કેલી બાદ સફળ થશે. અણધારી આવક પણ મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે પ્રતિકૂળ સંજોગોમાં સુધારો થતાં રાહત વર્તાય. અણઉકેલાયેલા પ્રશ્નોનું નિવારણ મળશે. આરોગ્ય જળવાઈ રહેશે.

વૃશ્ચિક (ન,ય)ઃ અંગત સમસ્યાના કારણે ઉભી થયેલી બેચેની-વ્યથા દૂર થાય. ખર્ચાઓ વધતા પરિસ્થિતિ તંગ બનશે. ધારેલા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય જણાય છે. નોકરિયાતોને સ્થળાંતર કે બદલીની શક્યતા છે. બઢતીનો માર્ગ અવરોધાયેલો જણાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયની ગ્રહચાલ દર્શાવે છે કે તમારા કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા સાંપડશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. સંજોગો પ્રતિકૂળ બનશે. ધારેલા લાભ કે આવક અટકતા જણાશે.

મકર (ખ,જ)ઃ આ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતા જણાશે. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય-લોન વગેરે મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય આશાવાદી જણાશે. સાનુકૂળ તકો મળશે. નવીન કાર્યરચનાઓ સાકાર થાય. પ્રયત્નો સફળ થતાં ઉત્સાહ વધે. પ્રતિકૂળ સંજોગોમાંથી રસ્તો મળશે. સફળતાનો માર્ગ મોકળો થશે. જૂની ઉઘરાણીઓથી આવક થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓ મનને કોરી ખાશે. તમે ચિંતાઓ છોડશો તો જ માનસિક શાંતિ અનુભવી શકશો. લાગણીઓ કાબૂમાં રાખજો. નાણાંકીય દૃષ્ટિએ આવક કરતાં જાવક ખર્ચ વિશેષ રહે. ખર્ચથી ચિંતા વધશે.

તા. ૧૮ એપ્રિલ થી ૨૪ એપ્રિલ ૨૦૨૦...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.