તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી

તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૫ સપ્

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય દરમિયાન તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેશે. માનસિક અશાંતિ અને અજંપો જણાશે. મનને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરશો. ખોટા વિચારોને મનમાંથી હાંકી કાઢશો. નાણાકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જળવાશે. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે, પણ ખોટા ખર્ચ વ્યયના કારણે સ્થિતિ જૈસે થે રહેશે. આર્થિક આયોજન નવેસરથી કરવું જરૂરી.

વૃષભ (બ,વ,ઉ)ઃ અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવેશ પર કાબૂ રાખવો જરૂરી. ઉતાવળા નિર્ણયો ન લેવા. નાણાકીય સમસ્યાના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી જણાશે. વધારાની આવક કે જોગવાઈઓ ચૂકવણીના સપાટામાં ચાલી જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે હજી સંજોગો મધ્યમ છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. ઉપરી સાથે વિવાદ સર્જાતો અટકાવજો. સહકર્મચારી સાથે ઘર્ષણ પ્રસંગ ઊભો થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ અંગત સમસ્યાઓના કારણે માનસિક બેચેની - વ્યથાનો અનુભવ થશે. માનસિક રીતે સમય મધ્યમ જણાય છે. નાણાકીય રીતે એક બાજુ ખર્ચા અને ખરીદી વધે તો બીજી બાજુ આવકમાં ખાસ વધારો થાય નહીં. આમ સ્થિતિ જેસૈ થે રહેતી જણાશે. અલબત્ત, આપનું કામ અટકે તેમ લાગતું નથી. નોકરિયાતોને બઢતી - પ્રગતિના પ્રશ્નો ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાય.

કર્ક (ડ,હ)ઃ માનસિક સ્વસ્થતા જળવાશે. આયોજન અને પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. નાણાકીય દૃષ્ટિએ તમારી પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુને વધુ સમસ્યા સૂચવે છે. દેવું કે કરજ ન વધારશો. નાણાપ્રાપ્તિનો માર્ગ હવે અટકતો જણાશે. ખર્ચ અને જવાબદારી વધારવા પર અંકુશ રાખજો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં ઉતાવળા થશો નહિ. મહત્ત્વનાં નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. તમારી આર્થિક જરૂરયાતોને પહોંચી વળવા માટે તમારે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડે. જોઈતાં નાણાં મેળવવામાં મુશ્કેલી જણાય. નોકરી સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે. ઉપરી અધિકારીનો સાથસહકાર મળે. સહકર્મચારીની કારી ફાવે નહીં. વેપાર-ધંધાની પરિસ્થિતિ સુધરતી જણાશે. સરકારી અવરોધોમાંથી માર્ગ મળી આવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈ મહત્ત્વનું કાર્ય સરળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં નાણાકીય મુશ્કેલીનો ઉપાય મળે. તમારા ખર્ચ અને દેવાને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. મોટું ખર્ચ થશે. નોકરિયાતોએ હિતશત્રુથી સાવધ રહેવું. વેપાર-ધંધાની કામગારી માટે ગ્રહયોગ મદદરૂપ થશે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ તથા શુભ સૂચવે છે. પ્રવાસની તક મળે. સ્વજનથી વિયોગ જણાશે. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં ફળ ન મળે.

તુલા (ર,ત)ઃ તમારો પુરુષાર્થ સફળ રહેતા સક્રિયતા વધશે. મુશ્કેલીઓની વાતાવરણમાંથી બહાર નીકળશો. ફતેહ કરશો. આપની જરૂરિયાતો પૂરતી આવક થશે. આર્થિક ભીંસ છતાંય તમારું કોઇ કામકાજ અટકશે નહિ. ઉતાવળા નિર્ણયથી દૂર રહેજો. બોજો - કરજ વધારા નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેવું જરૂરી છે. વ્યવસાયની બાબતો માટે સમય સાનુકૂળ નીવડે. કોઈ મહત્ત્વની ઉન્નતિ કે પરિવર્તનની તક મળે.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોદશા દ્વિધાભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. નાણાકીય દૃષ્ટિએ તમારા પ્રશ્નોનું નિરાકરણ મળશે. વિરોધીથી ચેતતા રહેવું પડે. જોકે ગંભીર મુશ્કેલીનો ભય જણાતો નથી. એકાદ-બે મહત્ત્વની સફળતાઓ મળે. વેપારવૃદ્ધિ થાય. નવું મકાન લેવાના પ્રયત્નો ફળશે. જમીનના કાર્યો ઉકેલાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર ન આવવા દેશો. નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહીં. નુકસાન - હાનિ યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીના હાથ હેઠા પડે.

મકર (ખ,જ)ઃ મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ ધપશો તો સફળતા મળશે. નાણાકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. વધારાના - વિશેષ લાભના યોગો અલ્પ છે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. હેરાનગતિ અને અવરોધો જોવા પડશે. ઉપરી સાથે વિવાદ ન જન્મે તે જોવું રહ્યું. ઉગ્રતાને સંયમમાં રાખજો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સફળતા - સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતાં સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા યા બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણો માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપશે. વધુ પ્રયાસે કાર્ય સફળતાના યોગ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ અંગત બાબતોના કારણે અજંપો - વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો વધુ નિરાશામાંથી ઉગરી શકશો. આવકમાં હવે વૃદ્ધિને અવકાશ જણાતો નહીં. ચૂકવણી સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનજો. આ સમય નાણાભીડ સૂચવે છે. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો ન લેવા. ઉપરીથી ચકમક ઝરે. અણઉકેલાય પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહિ. મકાન-મિલકત અંગેની સમસ્યા યથાવત્ રહે. ગૃહજીવન વિચારભેદને કારણે ચકમક ઝરે.

તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૫ સપ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.