તા. ૨૨ ઓગસ્ટ ૨૦૨૦થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ સુધી

તા. ૨૨ ઓગસ્ટ ૨૦૨૦થી ૨૮ ઓગસ્ટ ૨૦

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં પ્રવાસ-પર્યટન વધશે. કેટલાકને લાંબી યાત્રા પણ કરવી પડે. ધંધાકીય મુસાફરી સફળ નીવડશે. આ સમયમાં આર્થિક ચિંતા કે મુશ્કેલીમાંથી રાહત મેળવી શકશો. જાવકનું પ્રમાણ વધારે થશે. યોગ્ય દિશાના પ્રયત્નો ફળદાયી નીવડશે. નોકરિયાતને લાંબા સમયથી ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે. ધંધાકીય અવરોધમાંથી હવે તમે બહાર નીકળી શકશો. મિત્રો-પરિચતો કે સ્નેહીજનથી મદદ લાભકારક પુરવાર થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા વધુ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ નીવડશે. ખર્ચાઓ માટેની જોગવાઈ કરી શકશો. લોન - કરજ વગેરેનો બોજ હળવો થતો જણાય. વર્તમાન નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. સારી જોબ મેળવવા માટેના નોકરિયાતના પ્રયત્નો ફળદાયી બનશે. વેપાર-ધંધાની બાબતોથી અસંતોષ વર્તાય. મકાન-સંપત્તિને લગતા કામકાજ માટે મુશ્કેલીઓ વધુ જણાશે અને ખોટા ખર્ચ વધશે. મકાન બદલવાના પ્રયત્નો સફળ થશે નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક તંગદિલીમાં ઘટાડો થશે. સાનુકૂળતાના કારણે તમે વધુ આનંદ માણી શકશો. ચિંતા કે ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગ જણાતા નથી. બલ્કે જે બચત છે તે ખર્ચાતા નાણાભીડ જોવા મળશે. આ સમયમાં જૂના લેણાની રકમો મળવાથી આર્થિક વ્યવહાર નભી જશે. આયોજન બરાબર કરવાથી ચિંતા દૂર થશે. નોકરિયાત માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ ખૂલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભની તક સર્જાય. વિકાસ અને વિજયનો યોગ છે.

કર્ક (ડ,હ)ઃ ઉત્સાહપ્રેરક બનાવના કારણે ઉમંગ-ઉલ્લાસ વર્તાય. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો છે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. આ સમયના યોગો તમારી મૂંઝવણો દૂર કરશે. લાલચમાં સપડાશો નહીં, અનાયાસ ધનપ્રાપ્તિના યોગ નથી. ખર્ચને કાબૂમાં રાખશો તો વિશેષ રાહત રહેશે. નોકરિયાતને સમસ્યાઓના ઉકેલનો માર્ગ મળશે. બગેડલી બીજી સુધારી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સાનુકૂળ અને પરિવર્તન છે.

સિંહ (મ,ટ)ઃ અકારણ ચિંતાઓ હશે તો હવે દૂર થાય. સામાજિક અને જાહેરજીવનને લગતા કામકાજોથી સફળતા - યશ મળે. મહત્ત્વના સંબંધો સ્થપાય. આશાવાદી તકો પ્રાપ્ત થાય. નાણાકીય પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે તમારે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આવકના પ્રમાણને લક્ષમાં લઈને ચાલજો. શેર-સટ્ટાના માર્ગે લલચાશો તો નુકસાન નોતરવું પડે. નોકરિયાતોને વિકાસ સાધવા માટે નવી તક શોધવી પડશે. સ્થળાંતર - પરિવર્તન યોગ પ્રબળ છે. નવા ધંધાના કામમાં પ્રગતિ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત સમસ્યાના કારણે માનસિક બેચેની - વ્યથાનો અનુભવ થશે. જોકે તેનો ઉકેલ પણ ત્વરિત મળતા રાહત થશે. એકંદરે આ સમય માનસિક રીતે મધ્યમ પુરવાર થશે. ખર્ચાઓ વધતા પલડું ઉધાર બાજુ ન નમી જાય તે જોજો. નોકરિયાતને સ્થળાંતર યા બદલીની શક્યતા વિશેષ લાગે છે. બઢતીનો માર્ગ હજી અવરોધાયેલો જણાશે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો સફળ થાય. આ સમયમાં મકાન બદલવાના કે તેને લગતા કામો અમલમાં મૂકી શકશો. પૈતૃક મિલકતો અંગે વિવાદ સર્જશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન આપનું ભાગ્ય સાથ આપશે. કોઈ નવીન કાર્મોમાં પ્રગતિ થતી જોઈ શકશો. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો જણાશે. આ સમય એકંદરે ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. નાણાકીય વ્યવહારોમાં વ્યવસ્થિત અને જાગૃત રહીને કામકાજ કરશો. આર્થિક બોજો કે જવાબદારી વધતા જણાશે. લાભ યા આવકના સંજોગો અલ્પ જણાય છે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર પુરવાર થશે. અહીં લાભ યા પ્રગતિના સંજોગો જણાશે, પણ તે હજુ સાકાર થાય નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ અંગત બાબતોના કારણે અજંપો - વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો નિરાશામાંથી ઉગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી તમને બહાર નીકળવાનો માર્ગ મળે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહીં. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. ઉપરીથી ચકમક ઝરે. અણઉકેલ પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં ધંધા-વેપારમાં કૌટુંબિક કારણોસર અગમ્ય અનિશ્ચિતતાની લાગણી અનુભવવા મળશે. તમારી કલ્પના કે લાંબા સમયથી ઈચ્છાઓ સાકાર થતી જણાશે. અહીં તમારે આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં જણાશે.

મકર (ખ,જ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. સપ્તાહ દરમિયાન પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉમંગ-ઉત્સાહ વધે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધશે. જરૂરિયાત પ્રમાણે આર્થિક જોગવાઈ થઈ શકશે. નોકરિયાત માટે આ સમય પરિવર્તનનો છે. કેટલીક મુશ્કેલીઓ બાદ કરતાં એકંદરે પ્રગતિકારક સપ્તાહ. સ્થાનવૃદ્ધિ માટે પણ સૂચન છે. વેપારી વર્ગ માટે આ સમયમાં સર્જાતી તકો ઝડપી લેશો તો લાભ છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સમય - સંજોગો માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. કોઇ પણ ઉતાવળા નિર્ણયો લેતાં પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાત માટે આ સમય ગ્રહયોગ શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કેટલાક પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે. અગત્યની કામગીરી સફળ થતાં લાભ ઊભો થાય. આવક કરતાં જાવક વધતી જણાશે. સ્વજનો થકી તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે.

તા. ૨૨ ઓગસ્ટ ૨૦૨૦થી ૨૮ ઓગસ્ટ ૨૦
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.