તા. ૨૨ જુલાઇ થી ૨૮ જુલાઇ ૨૦૧૭

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઇ)ઃ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં ઉમંગ-ઉલ્લાસ વધશે. મન પરનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર થતાં જણાશે. આર્થિક પરસ્થિતિ સુધરશે. આવક વધે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. શેર-સટ્ટાથી લાભ નથી. કોઈના વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મૂંઝવણમાંથી માર્ગ મળે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. સંપત્તિમાં રોકેલા નાણાં ફળદાયી નીવડે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખવા જરૂરી છે. વિવાદને સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારી જ સ્થિતિ તંગ બનશે. તમારી યોજના મુજબના લાભ મળે નહિ. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ યા ચૂકવણી અંગે સહાયો મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર અને વધારાની નવી જવાબદારી વધારનાર સમય છે. ખોટી ખટપટ અને વિરોધીઓના કારણે ટેન્શન જણાશે. બદલી યા બઢતીના તમારા પ્રયત્નો સફળ થશે. ધંધાના ક્ષેત્રે તમારે વધુ પુરુષાર્થ કરવો પડે. સંતાનો તરફથી સહયોગ મેળવશો.

મિથુન (ક,છ,ઘ)ઃ પરેશાનીનો અંત આવતો જણાય. મહત્ત્વની તકો મળતાં વિકાસ જણાશે. મુશ્કેલીમાંથી ઘણાં પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. ઉઘરાણીનાં નાણાં મેળવશો. ધંધાકીય યોજનાઓમાં સારી પ્રગતિ જણાશે. મકાન-મિલકત માટે ગ્રહયોગ સાનુકૂળ છે. પ્રયત્નો ફળશે. ભાડુઆત સાથેના વિવાદનો ઉકેલ લાવી શકશો. વડીલોપાર્જિત મિલકતો મેળવવા પ્રયત્નો વધારજો.

કર્ક (ડ,હ)ઃ અંગત મૂંઝવણોના કારણે મન અશાંત રહેશે. હિંમત અને આત્મવિશ્વાસ રાખશો તો જ પ્રગતિ સાધી શકશો. મુશ્કેલીઓને પાર પાડી શકશો. આ સમયમાં નાણાંભીડનો અનુભવ થાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે. તમારું વ્યવસ્થિત આયોજન મુશ્કેલીમાંથી ઉગારી શકશે. નોકરીના ક્ષેત્રે કોઈ મુશ્કેલી હશે તો તે દૂર થતી જણાશે. વેપાર-ધંધા અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. નવી સહાયો મેળવશો. જમીન- મકાન અંગે સમય હજુ પ્રતિકૂળતા સૂચવે છે. ખોટી તકરારમાં પડશો નહીં. લગ્ન-વિવાહ પ્રસંગે માટે દોડધામ કરવી પડે. સંતો-મહાપુરુષોની મુલાકાત થાય.

સિંહ (મ,ટ)ઃ મનને મૂંઝવતા અનેક પ્રશ્નોમાંથી થોડાનો સાનુકૂળ ઉકેલ આવતાં રાહત વધશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે પરિસ્થિતિ સારી બનતી જણાશે. વધારાની આવક ઊભી કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ મુશ્કેલી હશે. અંતરાય હશે તો દૂર થતાં જણાશે. ઉન્નતિનો માર્ગ મોકળો થતો જણાશે. વ્યવસાયના પ્રશ્નો હલ થશે. ઘણા સમયથી વણઉકેલ બાબતનું નિરાકરણ મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમે હવે મહત્ત્વના વળાંક તરફ આગળ વધતાં હો તેમ જણાશે. આયોજન કરશો તો તકનો બરાબર ઉપયોગ કરી શકશો. આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો. આવકવૃદ્ધિના ઉપાયો કારગત નીવડશે. જૂની લેણી રકમ, લોન વગેરે મેળવી શકશો. નોકરિયાતને કામકાજનો અને નવીન જવાબદારીનો બોજ વધશે. તમારા કામનો પ્રકાર પણ બદલાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. વેપાર-ધંધામાં સફળતા વિકાસ અને કાર્યસિદ્ધિ સૂચવે છે. લગ્નઇચ્છુકોને સારા સમાચાર મળે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં આનંદ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. પ્રગતિકારક સંજોગો આશા પ્રેરશે. મૂંઝવણો હલ થતી જણાય. આવકની દૃષ્ટિએ બહુ સાનુકૂળતા ન જણાય કેમ કે ખર્ચનું પ્રમાણ વધશે. આર્થિક આયોજન પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. નુકસાનથી બચવું જરૂરી છે. નોકરિયાતો માટે સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્યસફળતાના યોગ છે. શત્રુથી વિજય થાય. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપાર-ધંધા માટે ગ્રહો મદદકર્તા થશે. સારા મકાનમાં સ્થળાંતર કરવાની ઇચ્છા પૂર્ણ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણભરી રહેશે. અલબત્ત, આપની મૂંઝવણો કાલ્પનિક જ હશે. નાણાંકીય જવાબદારી વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. કોઇને ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડશો નહીં. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધમાંથી નીકળશો. બદલીના યોગ છે. વૃદ્ધિ-વિકાસનાં પગલાંના આયોજન માટે સમય વિકાસકારક છે. મકાન-સંપત્તિને લગતી કાર્યવાહીઓ હજુ ગૂંચવાયેલી રહે. સરકારી મકાન મેળવવામાં મુશ્કેલી રહે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહ તમને હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખવામાં મદદરૂપ થશે. નિરાશા અને નકારાત્મક વિચારો થોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત રાખજો, નહીં તો હેરાન થઇ જશો. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિલંબ વધે. નોકરિયાતને કામકાજનો બોજ વધતો લાગે. ઉપરી વર્ગ સાથે વાદવિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક થશે. સંતાનો તરફથી સારી મદદ મળે અને પ્રશ્નોનું નિરાકરણ થાય.

મકર(ખ,જ)ઃ આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવી શકશો. ખોટી ચિંતાઓને મનમાં લાવવા ન દેશો. નાણાંકીય રીતે તમારી આવક ગમેતેટલી વધશે તો પણ નાણાંભીડ જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. હરીફોથી ચિંતા રાખવાને કોઇ કારણ નથી. નોકરી-ધંધામાં પ્રગતિ-બઢતીનો માર્ગ ખુલ્લો થતાં સારી તકો ઊભી થતી જોઈ શકશો. મિલકત કે મકાનના પ્રશ્ને સમય સાથ આપતો જણાતો નથી.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક જુસ્સો જાળવવામાં ગ્રહયોગો મદદરૂપ થશે. ખોટી ચિંતા રાખવાને કોઇ કારણ નથી. કશું અનિષ્ટ બનવાનું નથી. નાણાંકીય સ્થિતિ વધુ બગડે નહીં તે જોવા માટે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આવક વધારવાના તમારા પ્રયત્નો ઝાઝા સફળ થશે નહિ. નોકરીમાં પરિવર્તન કે બદલીના કામકાજો થઈ શકશે. વિઘ્નોને પાર કરી શકશો. ધંધાના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે. મકાનની લે-વેચનું કામ પારી પાડી શકશો. ધર્મલાભ વધશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ ધ્યાન આપજો. ઉતાવળા સાહસથી દૂર રહેજો. અકારણ વિખવાદ કે ઘર્ષણમાં ઉતરશો તો દુઃખી થશે. આર્થિક દૃષ્ટિએ તમારી ચિંતા યા બોજો હળવો થતો જણાય. નાણાંકીય ગોઠવણ થતી જણાય. ઉઘરાણી કે લેણાંના કાર્યો પાર પાડી શકશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલીઓ દૂર થશે. ધંધાકીય ક્ષેત્રે સારી સફળતા મેળવી શકશો. સ્થાવર મિલકત પ્રશ્નો અંગે અનુકૂળતા જણાય. જમીન- મકાનને લગતા લાભ મેળવવાના પ્રયત્નો ફળશે. માંગલિક પ્રસંગો માટે પ્રવાસ થાય.

તા. ૨૨ જુલાઇ થી ૨૮ જુલાઇ ૨૦૧૭...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.