તા. ૨૨ મે ૨૦૨૧થી ૨૮ મે ૨૦૨૧ સુધી

તા. ૨૨ મે ૨૦૨૧થી ૨૮ મે ૨૦૨૧ સુધી...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે વિઘ્ન યા અવરોધો પેદા થતાં જણાશે. તમે જે કાર્યસફળતા અને લાભની અપેક્ષા રાખો છો તે સાકાર થતી જણાય. ફળની કલ્પના કર્યા વિના કેવળ કાર્ય વ્યર્થ જાય. નોકરી-ધંધા ક્ષેત્રે સફળતા મળે. તબિયત સાચવી લેવાની સલાહ છે. યાત્રા-પ્રવાસ મોકુફ રાખવા પડે. કોર્ટ -કચેરીના કામકાજો ધીમે ધીમે આગળ વધતા જણાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અધૂરા કામકાજો પૂરા થતાં જણાશે. અંગત સમસ્યાઓને ઉકેલી શકશો. ધંધા કે નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારી શકશો. કૌટુંબિક અને ગૃહજીવનની સમસ્યાનો ઉકેલ આવશે. માનસિક તણાવ રહેશે. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે. આપના સ્વજનોની તબિયત અંગે થોડીક ચિંતા રહેશે.
મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક બોજ રહેશે. આધ્યાત્મિક વલણ શાંતિ આપશે. અથાગ પરિશ્રમ એ જ એકમાત્ર વિકલ્પ છે. આર્થિક ક્ષેત્રે આવક કરતાં જાવક વધશે. આ સમયમાં મુશ્કેલીમાં વધારો થાય. ખોટા ખર્ચ તેમજ નાણાભીડ જણાશે. નોકરિયાત વર્ગને ખાસ કોઇ ચિંતાનું કારણ જણાતું નથી. ધંધા-વેપારના પ્રશ્નો હજી યથાવત્ રહેતા જણાશે. લગ્નજીવન સારું રહેશે. જીવનસાથીનો સહકાર મળે. પ્રવાસ પાછળ ખર્ચ વધે.
કર્ક (ડ,હ)ઃ આપનો આ સમય પ્રગતિકારક પ્રસંગો રચના કરી આપશે. નોકરી - ધંધામાં ફેરફારોને શક્ય બનાવી શકશો. ઉઘરાણી - કરજની ચિંતા દૂર થશે. મહત્ત્વના કોલકરારોથી પણ લાભ મેળવી શકશો. પ્રવાસ આનંદદાયક નીવડશે. તમે મકાન-મિલકતમાં મૂડીરોકાણ કરતાં પહેલાં વિચાર કરજો. આરોગ્યની ચિંતા રહેશે. એક યા બીજા બહાને ખર્ચાઓ વધતા જણાશે. આ સમયમાં મહત્ત્વની તકો મળશે.
સિંહ (મ,ટ)ઃ તમારા અગત્યના કામકાજોમાં મુશ્કેલી આવતી જણાશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ સજાગ રહેવું પડશે. નાણાકીય બાબતોમાં ફસાઇ ન જાવ તે જોવું રહ્યું. મકાન-મિલકત અંગે ખર્ચ વધશે. તમારી કૌટુમ્બિક સમસ્યાઓને ઉકેલી શકશો. સંતાન અંગેના પ્રશ્નો હલ થાય. સ્વજનોના આરોગ્યની ચિંતા રહેશે. ભાગીદારીથી સાચવવું હિતાવહ રહેશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આપના શિરે કામકાજ અને નવી જવાબદારીનો બોજો વધશે. મન અશાંત યા ઉદ્વેગભર્યું રહેશે. આર્થિક રીતે આ સમય કટોકટીનો જણાય છે. આવકના પ્રમાણમાં ખર્ચા વધશે. નોકરિયાત વર્ગને કોઈ પ્રશ્નો હશે તો હલ થાય. વ્યવસાયિક ક્ષેત્રે નવી તકો મળશે. જો સમયસર કામ હાથ ધરશો તો જરૂર ફતેહ મળશે. ભાગીદારો સાથે મનમેળ સાધી શકાય.
તુલા (ર,ત)ઃ માનસિક સ્વસ્થતા કેળવી તમારું અંગત આરોગ્ય સાચવવું. મકાન-મિલકતને લગતી બાબતો માટે આ સમય ધીમે ધીમે સાનુકૂળ બનશે. નોકરી ધંધાને લગતી બાબતો માટે સમય પ્રતિકૂળ છે. લાંબા ગાળે લાભ મળે. ગૃહજીવનમાં સામાન્ય વિચારભેદ - મતભેદ રહેશે. આ સમય ખર્ચાળ પુરવાર થશે. સંપત્તિ અંગેના કાર્યો વધુ વિલંબે પાર પડતા જણાય.
વૃશ્ચિક (ન,ય)ઃ તમારી આત્મશક્તિ જ તમને નિરાશામાંથી મુક્તિ અપાવશે. આત્મવિશ્વાસ મક્કમ રાખશો તો ચિંતામુક્ત થશો. ધંધાકીય ક્ષેત્રે સમય મધ્યમ રહેશે. આવક સામે ખર્ચની બાબતે કાળજી રાખવી. આવકનું પ્રમાણ સમતોલ રહેશે. સંતાનો તરફથી સુખશાંતિ રહેશે. ગૃહજીવનના પ્રશ્નનો નિકાલ આવશે. નવા મકાનના યોગ બળવાન બનશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી નાણાકીય પરિસ્થિતિ સારી રહેશે. આવકમાં વૃદ્ધિ રહેશે. કૌટુંબિક જીવન મીઠાશભર્યું રહેશે. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવશે. વાહન અને રાચરચીલું પણ વસાવશો. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય સારો છે. સામાન્ય અવરોધ આવશે. આરોગ્યની કાળજી રાખવી. હિતશત્રુઓથી ચેતતા રહેવું જરૂરી. વિદેશગમન શક્ય બને. શુભ પ્રસંગોના યોગ બળવાન બનશે.
મકર (ખ,જ)ઃ તમારા વિચારોના ઘોડાને કાબુમાં રાખશો તો શાંતિ મળશે. તમારી મૂંઝવણોનો ઉકેલ આવતો જણાશે. વણઉકેલ્યા નાણાંકીય પ્રશ્નોનો સારો ઉકેલ મળશે. નોકરિયાત માટે આ સમયમાં કામકાજનો બોજો વધુ રહેશે. સહકર્મચારીઓ સાથે મતભેદ રહેશે. સ્નેહી-સ્વજનોથી મનદુઃખનો પ્રસંગ આવે. આપનું આરોગ્ય સાચવશો. ગેરસમજોનો સુખદ અંત આવશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય અતિશય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યા વધશે. મકાન-મિલકતની ખરીદી વેચાણના કામકાજમાં સાનુકૂળતા રહેશે. ગૃહજીવનમાં સામાન્ય વિચારભેદ, મતભેદ રહેશે. વિરોધીઓના કારણે માર્ગમાં વિઘ્નો ઉભા થતા જણાશે. મુસાફરીમાં મુશ્કેલી વધે. ભાગીદારો સાથેના પ્રશ્નો હલ થશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મહત્ત્વની રચનાઓ સાકાર થતી જણાય. માનસિક ટેન્શન હળવું થશે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. નોકરિયાતો માટે આ સમય સફળતા અને પ્રગતિનો છે. જમીન-મકાનના કાર્ય માટે આ સમય શુભ જણાશે. જીવનસાથી સાથે મતભેદ થાય. તમારા લાંબા સમયથી ફસાયેલાં નાણા પાછા મળવાની શકયતા વધશે. વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી.

તા. ૨૨ મે ૨૦૨૧થી ૨૮ મે ૨૦૨૧ સુધી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.