તા. ૨૫ નવેમ્બર થી ૨ ડિસેમ્બર ૨૦૧૭

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં શંકા-ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો સુખ-શાંતિ માણી શકશો. ચિંતા છોડજો. આવકનો નવો માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આવક સામે ખર્ચ વધશે. નુકસાનના પ્રસંગોથી જૂના લાભ અટક્યા હોય તો તે મળતા જણાય. નોકરીના ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થઈને સાનુકૂળતા જણાશે. નવા કામનો પ્રારંભ થઈ શકશે. મકાન-સંપત્તિને લગતી બાબત માટે સમય શુભ છે. ગૃહજીવનમાં એકંદરે પરિસ્થિતિ ઠીક ઠીક રહે. અગત્યના કાર્યો પાર પડે. મિલન-મુલાકાતના પ્રસંગો વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ કૌટુંબિક અને નાણાંકીય બાબતો અંગે ઠીક ઠીક પ્રમાણમાં પ્રતિકૂળતા યા અડચણોનો અનુભવ કરવો પડે. ખર્ચ વધવાના કારણે નાણાંભીડ રહે. દામ્પત્યજીવનમાં મતભેદોનો ઉકેલ મેળવી શકશો. જીવનસાથીનો સાથ-સહકાર વધે. સંપત્તિની બાબતો અંગે પ્રતિકૂળતા છે. વધુ પ્રયત્નો કરવાથી કામ પાર પડશે. વેપારી વર્ગને અહીં ધાર્યું ન થાય. હાથમાં આવેલી તક સરી ન પડે તે જોજો. હરીફો ચિંતા રખાવશે. આવક સાથે અન્ય લાભ વધશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ ચાલશો તો સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો. નાણાંકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. નોકરિયાતને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હેરાનગતિ કે અવરોધો જણાશે. ઉપરી સાથે વિવાદ ન જન્મે તે જોજો. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભના દ્વાર ખૂલે. જમીન-મકાનને લગતા કામકાજમાં પ્રગતિ થાય. પ્રશ્નો મહદ્ અંશે ઉકેલી શકશો.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહના યોગો દર્શાવે છે કે યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતાં માનસિક અસ્વસ્થતા જણાશે. તમારી નાણાંકીય બાબતો પ્રત્યે પણ વધુ લક્ષ અને તકેદારી માગી લેતો સમય છે. નોકરિયાતને કામકાજનો બોજો વધશે. વળી કોઈને કોઈ પ્રકારના વિઘ્નો કે અવરોધોનું વાતાવરણ ઉદ્વેગ કરાવશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગો છે. સંતાનોને લગતી સમસ્યાઓ ઉકેલી શકશો. મિત્રોથી મતભેદ જણાશે.

સિંહ (મ,ટ)ઃ તમારી મનોસ્થિતિ અસ્વસ્થ રહેતી જણાશે. જોકે તે માટે કોઈ ચોક્કસ કારણ નહીં હોય. આ સમય દરમિયાન સાનુકૂળતાઓ અને સફળતાઓનો બને તેટલો લાભ લઈ લેજો. ગાફેલ યા આળસુ બનશો નહિ. તમારા વિકાસ અને પ્રગતિ માટે તક મળવાની છે. નિર્ણય લેવામાં ઢીલ કરશો નહીં. નાણાંકીય સંજોગો ગમેતેટલા વિપરિત દેખાય તો પણ હિંમત હારશો નહિ. યોગ્ય માર્ગ મળી રહેશે. કૌટુંબિક યા ગૃહજીવનને લગતી સમસ્યાઓ અને વાદવિવાદોને કુનેહથી નિપટાવજો.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયગાળામાં તમારી કામગીરી સરળ બનશે. પરિણામે માનસિક ઉત્સાહ અનુભવી શકશો. આ સમયમાં આર્થિક પરિસ્થિતિ તંગ બનશે. આવક કરતાં જાવક વધતાં નાણાંકીય કટોકટી જણાય. લોન-કરજ દ્વારા કામ પાર પડે. સ્વજનો-મિત્રો અહીં ઉપયોગી બનશે. નોકરીના ક્ષેત્રે પ્રતિકૂળતા હશે તો દૂર થશે. વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે. શત્રુની કારી ફાવશે નહીં. સારી તકો વધે. ઘર-જમીન-સંપત્તિના મામલામાં સાનુકૂળતા જણાશે. વિઘ્નોને પાર કરી શકશો.

તુલા (ર,ત)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ વધુ મક્કમ બનશે. વિપરિત સંજોગોમાંથી માર્ગ મળી આવતાં આનંદ થશે. આ સમય સાનુકૂળ બનતો જણાશે. આવકમાં વૃદ્ધિને કોઈ અવકાશ નથી. ઉલટાની જાવક અને ખર્ચ પણ વધશે. નોકરિયાતને ઉપરી વર્ગનો સાથસહકાર મળે. સ્થાન પરિવર્તન અંગે સાનુકૂળતા જણાય છે. વેપારમાં વૃદ્ધિ થાય. મહત્ત્વની સાનુકૂળતાઓ મળે. વિરોધીથી ચિંતાને કારણ નથી. દામ્પત્યજીવનમાં સર્જાયેલી અશાંત પરિસ્થિતિ દૂર કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહમાં માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થતિને મન પર બોજ ન બનવા દેશો. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચ વધશે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક આવે. ઉન્નતિનો માર્ગ ખૂલે. વિરોધીના હાથ હેઠાં પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે, જોકે તેમાંથી બહાર નીકળી શકશો. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગૃહજીવનમાં સંવાદિતા રહે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં તમારી તબિયત સાચવવી જરૂરી છે. તબિયતના કારણે ઘણા કામકાજ હાથ ધરી શકાય નહિ. તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે મેળવવામાં હજુ વિલંબ થતો જણાશે. પ્રતિસ્પર્ધા અને હરીફોના કારણે ચિંતા રહેશે. પરિણામે કરજ-દેવું વધશે. વિશ્વાસઘાતને કારણે ઉઘરાણી ન મળવાથી ધનહાનિ થાય. કૌટુંબિક અને આરોગ્ય સંદર્ભે ખર્ચ વધશે. મકાન-સંપત્તિ અંગેના પ્રશ્નો હજુ મૂંઝવણરૂપ જણાશે. દાંપત્યજીવનમાં હવે સહકાર અને સમજદારીનું વાતાવરણ પેદા થશે.

મકર (ખ,જ)ઃ આ અરસામાં મૂંઝવણોમાં અટવાતા પ્રશ્નોનો ઉકેલ મળતાં રાહત જણાશે. ધીરજની કસોટી થતી જણાય. કાલ્પનિક ચિંતા અને ભય છોડશો તો જ પ્રગતિ ઝડપી બનશે. તમારી આર્થિક સમસ્યાઓ વધવાના કારણે તમારે વધુ ધ્યાન નાણાંકીય જોગવાઈ ઊભી કરવા માટે આપવું ડશે. કોઈના ભરોસે નાણાંકીય લેવડદેવડ કરવી નહિ. આવકના પ્રમાણમાં ખર્ચ તથા દેવાની જાવક વધતાં હાથ ભીડમાં રહેશે. ખોટા ખર્ચને કાબૂમાં રાખવા પડશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનોકામનાની પૂર્તિ માટે સંજોગો સુધરતા જણાય. નવી આશાઓ જન્મશે. અશાંતિના વાદળો હટતા જણાય. નાણાંભીડ કે નાણાંકીય તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ મળે. કોઇ જૂના લેણા મળવા સંભવ છે. ખર્ચ પૂરતી જોગવાઈ કરી શકશો. મકાન યા વાહન સંબંધિત બાબતો માટેના તમારા પ્રયત્નો સફળ નીવડે અને પ્રગતિકારક તકો વધતી લાગે. નોકરિયાતોને સફળતા મળે. ઉપરી અધિકારી વર્ગ તરફથી સહકાર મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ અંગત સમસ્યાના કારણે સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બને. એક પ્રકારની નિરાશા અનુભવાશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોના ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો નભી જશે. જરૂરી આર્થિક આયોજન કરી શકશો. નોકરીમાં પરિવર્તન કે બદલીના કામકાજો સાકાર થશે. ધંધા-વેપારના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. મકાનની લે-વેચના કામમાં હજી ધારી સફળતા મળે નહીં. ભાડૂઆતો કે મકાનમાલિકો સાથેના વિવાદોથી અશાંતિ રહે. તેથી બાદમાં ખર્ચ વધે.

તા. ૨૫ નવેમ્બર થી ૨ ડિસેમ્બર ૨૦
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.