તા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૨થી ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી

તા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૨થી ૪ ફેબ્

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સુખ અને દુઃખ જીવનના એક સિક્કાની બે બાજુ છે. દરેક પરિસ્થતિનો સામનો મક્કમતા અને ધીરજ સાથે કરશો તો દુઃખમાંથી પણ કંઈક શીખીને એમાંથી બહાર આવી શકશો. આર્થિક રીતે આ સમય થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે તેથી કાળજી રાખવી. વ્યવસાયિક જીવનમાં કેટલીક નવી સિદ્ધિઓ સર કરી શકશો. નોકરીમાં આપને કામનું ભારણ વધતું જોવા મળશે. કોર્ટ-કચેરીમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે થોડી સૂઝબૂઝ વાપરીને આગળ વધવાની સલાહ છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિએ માટે થોડીક હોંશિયારીવાળું વર્તન રાખવું પડશે. તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનત માગી લેશે. વ્યવસાયિક સંબંધોમાં થોડો સુધારો જોવા મળશે. આર્થિક રીતે થોડી રાહત જોવા મળશે. જોકે ખર્ચાઓ પર કંટ્રોલ અનિવાર્ય રહેશે. મેનેજમેન્ટ તેમજ મેડિકલ સ્ટુડન્ટ્સને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ થોડાઘણા અંશે મિશ્ર પરિણામવાળું રહેશે. કામકાજના ક્ષેત્રે તેમજ સરકારી ક્ષેત્રમાં કામ કરી રહેલા વ્યક્તિઓને ફાયદો તેમજ સરકારી લાભ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહ્યા કરશે. કારકિર્દીની શરૂઆતમાં અડચણો જોવા મળશે પરંતુ તમારા ધ્યેયને વળગી રહેશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન તમારા માટે ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તકનો લાભ લેશો તો ફાવશો. આર્થિક તંગીમાંથી બહાર આવવા માટે રસ્તા ખૂલતાં જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. કોર્ટ-કચેરીના કાર્યો હજી થોડા વિલંબમાં પડે. વાહનખરીદીની ઈચ્છા પૂર્ણ કરી શકશો.
• સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ દરમિયાન આપને કોઈ અણધાર્યા કામોને કારણે દોડધામ વધુ કરવી પડશે જેથી થોડી વ્યસ્તતાનો અનુભવ થાય. પારિવારિક જવાબદારીનું ભારણ વધતું જોવા મળે. નાણાકીય સંકટમાંથી બહાર નીકળી શકશો. બાકી નીકળતા પૈસા પરત મળતા રાહતનો શ્વાસ અનુભવશો. નોકરી-વ્યવસાયમાં મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટેના માર્ગ ખુલતાં જોવા મશે. જીવનસાથી સાથે નજીવી રકઝક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે, જેથી ખાસ ધ્યાન રાખશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ગુસ્સો અને બેચેનીને કારણે થોડી અસ્વસ્થતા રહેશે. કામનું ભારણ તમારી મનોસ્થિતિને વધારે વિકટ બનાવી શકે છે. બાળકો સાથે થોડોક વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે પ્લાનિંગથી આગળ વધશો તો સફળતા મેળવી શકશો. ધંધા-વ્યવસાયમાં કાનૂની દાવપેચમાં તમારો વિજય થાય. નોકરિયાત વ્યક્તિ વિકાસલક્ષી કાર્યોમાં સફળતા મેળવી શકશે.
• તુલા (ર,ત)ઃ સંપૂર્ણ ધ્યાન તમારા કાર્ય પ્રત્યે લગાવવું જરૂરી રહેશે. પડકારોને સ્વીકારીને આગળ વધશો તો પ્રગતિ હાંસલ કરશો. બાળકોને લગતી ચિંતામાં થોડોક વધારો જોવા મળે. વ્યવસાયમાં પરિસ્થિતિ હાથમાંથી સરકી ન જાય તે જોજો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી માન-સન્માન પ્રાપ્ત થાય. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતાઓ રહેશે. કોર્ટ-કચેરીને લગતાં કાર્યોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન કાર્ય પ્રત્યેનું જોશ બમણું જોવા મળશે જેથી તમારી મુશ્કેલીનો આસાનીથી હલ લાવી શકશો. કોઈક વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય. નાણાકીય રીતે આ સમય આપના માટે ઘણો ફાયદાકારક રહેશે. નોકરી-વ્યવસાયમાં નવી ટેકનોલોજી થકી સારી એવી કામગીરી પાર પાડી શકશો. જમીન-મકાનને લગતાં પ્રશ્નોનો કેટલાક અંશે ઉકેલ લાવી શકાય. વાહનની ખરીદી શક્ય બને.
• ધન (ભ,ફ,ધ,ઢ): છેલ્લા કેટલાક સમયથી કોઈ કાર્ય અથવા પ્રોજેક્ટ પર જે મહેનત કરી રહ્યા હતા તેનું હવે સારું પરિણામ મળતું જણાશે. વ્યવસાયમાં નવા રોકાણો થાય. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે વિવેક અને સમજદારીપૂર્વક આગળ વધવું. સંતાનોને લગતી સમસ્યાનું સમાધાન મળશે. વિદ્યાર્થીઓ માટે થોડોક કપરો સમય આવી રહ્યો છે. રિલેશનશિપની બાબતમાં ખુશખબર મેળવશો.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતે ઉતાર-ચઢાવ જોઈ શકશો. સાથે કામનું ભારણ પણ વધતું જણાય. જોકે, તમારી કાર્ય પ્રત્યેની લગન અને મહેનતથી દરેક કાર્ય આસાનીથી પાર પાડશો. કોઈ ઈન્ટરવ્યુ માટેની તૈયારી કરતા હશો તો એમાં સફળતા પ્રાપ્ત કરશો. આકસ્મિક ધનલાભની શક્યતા છે. વ્યવસાયમાં તમારી સ્પર્ધા સામે ટકી રહેવા માટે વિરોધીઓએ કમર કસવી પડશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા વિચારો થકી મનની શાંતિને જાળવી શકશો. આત્મવિશ્વાસ થોડોક ડગમગતો જોવા મળે. જોકે તમારી મહેનત સફળ થાય. સ્વજનોનો સહયોગ તમારો મનોબળ અને જુસ્સો વધારશે. આર્થિક સમસ્યા દૂર થતી જોવા મળશે. નોકરિયાત વર્ગને થોડી દોડધામ વધશે. વ્યવસાયિક કામગીરીમાં થોડાક અવરોધો જોવા મળશે. કોર્ટ-કચેરીના કાર્યમાં રાહત મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ વાણી-વર્તનને થોડું સંભાળીને આગળ વધશો તો મુશ્કેલી ટાળી શકશો. તમારું અવિચારી વર્તન જ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પારિવારિક સમસ્યાઓનો વિના વિલંબે ઉકેલ લાવવાનો પ્રયાસ ચાલુ કરી દો. આર્થિક સહાયતા પ્રાપ્ત થાય. નોકરી-વ્યવસાયમાં તમારી ઈમાનદારી અને ચોક્સાઈથી આગળ વધશો તો અચૂક સફળ થશો. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે.

તા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૨થી ૪ ફેબ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.