તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૧થી ૫ નવેમ્બર ૨૦૨૧ સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
• મેષ (અ,લ,ઈ)ઃ આપના અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે. આર્થિક રીતે આ સપ્તાહ સારું રહેશે. નવા મૂડીરોકાણોથી લાભ થાય. વેપાર-ધંધા ક્ષેત્રે સારી સફળતા મળી રહેશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી અથવા તો સહકર્મચારી વર્ગ જોડે મતભેદની શક્યતા રહેશે. વિદ્યાર્થીઓને વધુ મહેનતે સફળતા મળશે. મકાન અથવા તો પ્રોપર્ટીના પ્રશ્નોનો ઉકેલ આવશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આપને આ સપ્તાહમાં કારણ વિનાના પ્રસંગોથી માનસિક ચિંતા રહેશે. તમારું સ્વમાન ઘવાતું લાગશે. આપની નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે છતાં આવક કરતાં જાવક વધુ રહેશે. નોકરિયાત વર્ગને બઢતી મળવાના યોગો બળવાન બને. દામ્પત્યજીવન સારું રહેશે. આપની સંપત્તિમાં વધારો થશે. ધંધા-વ્યાપારમાં ઉતાર-ચઢાવ રહેશે. તબિયતની કાળજી રાખવી.
• મિથુન (ક,છ,ઘ)ઃ અંગત મૂંઝવણોને કારણે મન અશાંત રહે. હિંમત અને આત્મવિશ્વાસથી પ્રગતિ સાધી શકશો. આ સમયમાં નાણાભીડનો અનુભવ થાય છતાં આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરીના ક્ષેત્રે મુશ્કેલી હશે તો દૂર થશે. વેપાર-ધંધા અંગે તમારા પ્રયત્નો સફળ તશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. પ્રોપર્ટી લાભદાયી નીવડશે.
• કર્ક (ડ,હ)ઃ આપની પરેશાનીનો અંત આવતો જણાશે. મહત્ત્વની તકો મળતાં વિકાસ થતો જણાશે. ઉઘરાણીના નાણાં પાછા મળશે. આર્થિક રીતે સારો લાભ મળી શકશે. વડીલોપાર્જિત મિલકતથી સારું રહેશે. બાળકોની થોડી ચિંતા રહેશે. આરોગ્ય સારું રહેશે. માંગલિક પ્રસંગોની શક્યતા રહેશે. વડીલોની ચિંતા રહેશે. કોર્ટ-કચેરીના કાર્યો સફળ થાય. સામાજિક કાર્યો માટે દોડધામ રહેશે.
• સિંહ (મ,ટ)ઃ અંગત વ્યક્તિઓ તરફથી આ સમયે આપને સંભાળવું પડશે. વિનાકારણે અવરોધો ઊભા થવાની શક્યતા રહેશે. વ્યાપાર ક્ષેત્રે અણધારી મદદ મળી રહેશે. નોકરીની બાબતમાં અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ મળશે. નોકરીમાં બદલીની શક્યતા રહેશે. વડીલો સાથે કૂનેહથી કામ લેવું. આર્થિક રીતે સારો લાભ મળી રહેશે. ભાગીદારીમાં સામાન્ય અવરોધો રહેશે. વિદેશ પ્રવાસના યોગો બળવાન બનશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહેશે. કૌટુંબિક વ્યક્તિઓ સાથે વિચાર મતભેદ થવાની શક્યતા રહેશે. વાણી-વર્તન પરત્વે સંયમ રાખવો સલાહભર્યું છે. વેપાર અને ભાગીદારીમાં ચિંતાઓ જણાશે. લગ્નજીવન સારું રહેશે. નોકરી કરતાં વ્યક્તિઓને કામનો બોજ વધશે. આર્થિક રીતે સારું રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહમાં આપના બાકી રહેલા કામો પૂરા થઈ શકશે. સગાં-સંબંધીઓ તરફથી આપને સહયોગ મળશે. મિત્રો તરફથી મદદની વાતો થશે, પરંતુ મદદ મળશે નહીં. વ્યાપાર-ધંધામાં સ્થિતિ યથાવત્ રહેશે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. નવું મકાન ખરીદવાની શક્યતા રહેશે. નોકરિયાત વર્ગને થોડાક અવરોધ ઉભા થઇ શકે છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહમાં આપને કૌટુંબિક કાર્યોને લઈને માનસિક ભારણ વધશે. વધારે ચિંતા રાખવાથી શારીરિક તંદુરસ્તી પર અસર થશે. નોકરી કરનાર વ્યક્તિઓ માટે આ સમય સાચવવાનો રહેશે. મિત્રો સાથે સામાન્ય મનદુઃખના પ્રસંગો બને. આપના સ્વજનોનો સારો સહયોગ મળી રહેશે. નાણાકીય રીતે સપ્તાહ સારું રહેશે. બાળકોની ચિંતા રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): આ સપ્તાહમાં શેર-સટ્ટા જેવી પ્રવૃત્તિ પર કાળજી રાખવી હિતાવહ રહેશે નહીં તો આર્થિક મુશ્કેલીની સંભાવના છે. આપની લાગણી અને ઉદારતાનો લાભ બીજા લેશે. મિલકતના પ્રશ્નો હલ થતાં જણાશે. નોકરી-ધંધા ક્ષેત્રે સારું રહેશે. નવી ખરીદી કરતાં ધ્યાન રાખવું. રોકાયેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. પ્રવાસના યોગો રહેશે.
• મકર (ખ,જ)ઃ આપનું ભાગ્ય આ સપ્તાહથી ઉજ્જવળ બનશે. આપ આળસ ખંખેરીને આપના કાર્યોમાં આગળ વધશો તો સફળ બની શકશો. મિત્રો તરફથી મદદની અપેક્ષા નહીંવત્ રાખશો. સંતાનોની ચિંતા વધુ રહે. ભાગીદારીથી સામાન્ય લેણું રહેશે. શારીરિક તંદુરસ્તી બાબતે કાળજી રાખવી. ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોની શક્યતા રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ નાણાકીય રીતે આ સપ્તાહ મધ્યમ રહેશે. કુનેહપૂર્વક વ્યવહાર સાચવવા પડશે. તમારા રોકાયેલા નાણાં પરત આવવાની શક્યતા રહેશે. નાણાકીય ભીડ હોવા છતાં નવા કાર્યો કરી શકશો. કુટુંબની વ્યક્તિઓને કારણે તમારે દોડધામ કરવી પડશે. વડીલોની તંદુરસ્તી બાબતે કાળજી રાખવી. સંતાનોની મદદ મળી રહેશે. નોકરિયાત વર્ગને ઉપલા વર્ગથી સાચવવું. વ્યાપાર ક્ષેત્રે સામાન્ય રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન બેચેની અને ઉદાસીનતાનો અનુભવ થશે. નાણાકીય રીતે તકલીફ વધતી જણાય. સમયની રૂખ જોઈને કામગીરી કરવી. ઉપરી અને સહકર્મચારીઓનો સાથ-સહકાર સારો મળશે. નવી મુલાકાતથી લાભ થશે. વ્યવસાય ક્ષેત્રે થોડો ઉતારચઢાવ આવશે. સંપત્તિના પ્રશ્નો યથાવત્ રહેશે. ખરીદ-વેચાણના કામમાં સફળતા મળે. નોકરિયાત માટે આ સમય પ્રગતિસૂચક નીવડશે.
