તા. ૩૦ જુલાઇ ૨૦૧૬ થી ૫ ઓગસ્ટ ૨૦૧૬

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયગાળામાં ચિંતાનો બોજો વધે નહિ તે જોજો. ભય-આશંકા છોડશો તો જ જીવનનો સાચો આનંદ માણી શકશો. યોજનાઓને યોગ્ય આકાર આપી શકશો. નાણાકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. સ્વજનો-મિત્રોની સહાયતાથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહિ. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ છે. ઇચ્છિત તકો મળતી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં તમારા માથે જવાબદારીનો બોજો વધશે. વળી, લાગણીઓ ઘવાતાં મન ઉદ્વેગ અને અજંપો અનુભવશે. ગેરસમજો અને વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખવાથી બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. આ સમયમાં નાણાકીય સંકડામણનો પણ અનુભવ થશે. બચત થવાના યોગ નથી. નુકસાન કે છેતરપિંડી થવાના યોગ હોવાથી કાળજી રાખવી હિતાવહ છે. દામ્પત્યજીવનમાં વાદવિવાદ ટાળવા.

મિથુન (ક,છ,ઘ)ઃ આસપાસના સંજોગો ગમેતેટલા મુશ્કેલ હશે તો પણ તમે કુનેહપૂર્વક તેમાંથી રસ્તો મેળવીને સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. પરિણામે રાહતનો અનુભવ થશે. નાણાકીય સ્થિતિ સંતોષકારક રહે નહિ. ખર્ચ - નુકસાન - કરજના આર્થિક કટોકટીનો સામનો કરવો પડે. જોકે નાણાના અભાવે કોઇ વ્યવહાર અટકશે નહીં. નોકરીના ક્ષેત્રે જે કંઈ લાભ દેખાય તે મૃગજળ સમાન છે.

કર્ક (ડ,હ)ઃ તમારી પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવશો. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નાણાકીય મૂંઝવણનો કોઈ ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યો અંગેના ખર્ચ વધશે. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો શુભ જણાય છે. વેપાર-ધંધામાં પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.

સિંહ (મ,ટ)ઃ આ સમયગાળામાં તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિનો પણ અનુભવ થશે. નાણાકીય દૃષ્ટિએ આ અરસામાં આવકના પ્રમાણમાં જાવક પણ રહેશે. કોઇ પણ આંધળા સાહસ ન કરવા, નહીંતર નુકસાનનો ફટકો સહન કરવો પડશે. કોઈના ભરોસે રહીને ધિરાણ ન કરવા સલાહ છે. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાય. વેપાર-ધંધાના કામકાજોમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં બનતા પ્રસંગો મનને ઉત્પાત કે બેચેનીની લાગણીનો અનુભવ કરાવશે. પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો ધીરજપૂર્વક કરશો તો નુકસાનથી બચી શકશો. મહત્ત્વના પ્રસંગે નાણાકીય સહાય મેળવી શકશો. જૂના લેણા મેળવવાના પ્રયત્નો સફળ થાય. આવકની મર્યાદાને કારણે મનોમૂંઝવણ રહે. વ્યવસાયના ક્ષેત્રે કેટલીક પ્રગતિકારક તકો મળશે તે ઝડપી લેજો. નોકરીમાં સહયોગીઓ સાથેના સંબંધો ઘનિષ્ઠ બને. જમીન-મકાનના પ્રશ્નો બાબતે સ્થિતિ યથાવત્ રહેશે.

તુલા (ર,ત)ઃ આ સમયગાળાના યોગો ચિંતા-ઉદ્વેગના પ્રસંગોની સાથે કેટલાક શુભ પ્રસંગો અને મહત્ત્વની તકોથી આનંદ પણ સૂચવે છે. આ સમયગાળો મિશ્ર હોવા છતાં એકંદરે સુખ આપનાર છે. અંગત મૂંઝવણ દૂર થતી જણાશે અને આનંદનો પ્રકાશ રેલાશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ પરિસ્થિતિનો લાભ અપાવશે. તમારા પ્રયાસોને સફળતા મળતી જણાય. આવકમાં વૃદ્ધિ કરી શકશો. વેપાર-ધંધામાં નવા ક્ષેત્રે પગરણ પાડવાનું આયોજન થશે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અસ્વસ્થતા અને ચિંતાથી વિનાકારણ ભયનો અનુભવ થશે. આર્થિક પ્રતિકૂળતા અને મુશ્કેલીમાંથી માર્ગ શોધી શકશો. કરજ-લોનનો પ્રસંગ પણ ઊભો થાય. નોકરીના ક્ષેત્રે કોઇ વિપરિત સંજોગો સર્જાયા હશે તો તેમાંથી મુક્તિ મેળવી શકશો. સંજોગો સુધરતા જણાશે. વેપાર-ધંધામાં પ્રશ્નો ઉકેલાશે. વિકાસના માર્ગે આગળ વધી શકશો. સામાન્ય વિઘ્નો સિવાય એકંદરે સાનુકૂળતા વર્તાય છે. જમીન-મિલકત અંગેની કાર્યવાહીમાં રુકાવટ જણાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ મનની મુરાદ સાકાર ન થતા માનસિક અશાંતિ કે અજંપો અનુભવશો. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આ સમયગાળો આવકવૃદ્ધિ થવાથી કે કોઈ જૂનો લાભ મળતાં રાહત આપતો પુરવાર થશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. તમારા કામકાજ પૂરતા નાણાં મેળવી શકશો. શેરસટ્ટાથી લાભ ન હોવાથી લાલચમાં સપડાશો નહીં. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે અને વિરોધી દૂર થતાં લાગે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં અંગત મૂંઝવણો દૂર થતી જણાશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં પ્રગતિ થશે. લાભ મેળવશો. કૌટુંબિક બાબતો માટે ખર્ચ વધશે. નાણાકીય દૃષ્ટિએ આ સમયમાં હાથ ભીડમાં રહે તેમ લાગે છે. ખોટા ખર્ચને રોકજો. ધંધાકીય દૃષ્ટિએ આ સમય ચિંતા અને નાણાંભીડમાં પસાર થશે. નોકરિયાતને પ્રગતિકારક તક મળશે, જે ભવિષ્યમાં ઉત્તમ પુરવાર થાય. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે કોઇ મતભેદ હશે તો દૂર થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં વ્યથા વધતી જણાશે. કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. ધાર્યું પરિણામ ન આવતા નિરાશા જણાય. આવેગ કે ઉગ્રતા વડે કામ બગડે નહિ તેનો ખ્યાલ રાખજો. આ સમયમાં નાણાકીય પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. આવક કરતાં ખર્ચ ન વધી જાય તે જોજો. આર્થિક વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહિ રહો તો નુકસાન ભોગવવું પડશે. ઉઘરાણી મેળવવાના પ્રયત્નોમાં અંતરાય આવે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહનો આ સમય મજાનો અને સાનુકૂળ નીવડતો જણાશે. મહેનત ફળતી લાગે. માનસિક ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. આર્થિક આયોજન માટે સાનુકૂળતા રહેતી જણાય. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરવાના પ્રયત્નો સફળ બનાવી શકશો. નોકરિયાત માટે આ સમય મિશ્ર ફળ આપનાર જણાય છે. વધુ મહેનતે કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાતા જણાય.

તા. ૩૦ જુલાઇ ૨૦૧૬ થી ૫ ઓગસ્ટ ૨૦૧...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.