તા. ૩૧ જુલાઇ ૨૦૨૧થી ૬ ઓગસ્ટ ૨૦૨૧ સુધી

તા. ૩૧ જુલાઇ ૨૦૨૧થી ૬ ઓગસ્ટ ૨૦૨

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારા વિચારોને સંતુલિત રાખી કાર્યને આગળ વધારશો તો અચૂક સફળતા મેળવશો. અટવાયેલા નાણા પરત મળવાથી આર્થિક સદ્ધરતામાં વધારો થાય, પરંતુ જો કોઈ મોટાં રોકાણો કરવાનું વિચારતા હોવ તો અત્યારે સમય તમારા પક્ષમાં નથી. નોકરી-વ્યવસાયમાં ફેરફારને લગતાં નિર્ણયો તમારા હિતમાં થાય. ધાર્મિક તેમજ પારિવારિક પ્રસંગોને કારણે વ્યસ્તતામાં વધારો થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આપની જીવનશૈલીમાં થોડાઘણાં ફેરફાર કરવા અતિ આવશ્યક બની રહેશે. જો કોઈ ખોટાં વ્યસન હોય તો તેને દૂર કરવા માટેના પ્રયત્નો શરૂ કરવા જરૂરી રહેશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી લાવવા માટે આવકનાં નવા સાધનો ઊભા કરી શકશો. જોકે કોઈ પણ કામ કરતાં પહેલાં સો વાર વિચાર કરીને જ આગળ વધવું હિતાવહ રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં આપની ઉપસ્થિતિ જ ઘણાં કામો આસાન થઈ રહેશે. કોર્ટ-કચેરીથી સંભાળીને રહેવું જરૂરી.
મિથુન (ક,છ,ઘ)ઃ જો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો તો તમારો સમય આનંદમાં પસાર થશે. ખાસ કરીને શરૂઆતના દિવસોમાં તમારો પોઝિટિવ અભિગમ જ તમને કામ લાગશે. વ્યવસાયના ક્ષેત્રમાં મોટા રોકાણોની ચર્ચા-વિચારણા શરૂ કરી શકાય. મકાન-મિલકતના લે-વેચના કાર્યોમાં ફાયદો થાય. જીવનસાથી તેમજ ભાગીદારોથી લાભ થાય. પ્રવાસનું આયોજન તમારા મનને પ્રફુલ્લિત કરશે. વિદ્યાર્થીઓને પોતાને ઈચ્છિત પરિણામ મેળવી શકશે.
કર્ક (ક,છ,ઘ)ઃ કોઈ પણ કાર્યને પૂરા આત્મવિશ્વાસથી કરશો તો સફળતા તમારા કદમ ચુમશે, એવા યોગો પ્રાપ્ત થાય છે. નવીન પ્રકૃતિઓ-રચનાત્મક પ્રવૃત્તિઓ થકી લાભ મેળવી શકશો. જોકે, અહીં અતિવિશ્વાસુ બનીને કામ કરવું જોખમભર્યું સાબિત થઈ શકે છે. માતા-પિતાના આરોગ્યને લઈ થોડીક ચિંતા રહ્યા કરે. આર્થિક રીતે સમય અનુસાર મદદ પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયમાં સ્થાનફેરની ઈચ્છાઓને શક્ય બનાવી શકાય. નોકરીમાં બઢતીના યોગો છે.
સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ તમારા માટે મિશ્ર પરિણામવાળું રહેશે. શરૂઆતના ત્રણ દિવસ થોડોક થાક-ઉચાટ, મન પર ભાર અનુભવાય, પરંતુ અંત ભાગમાં આકસ્મિક શુભ સમાચાર પ્રાપ્ત થતાં હળવાશ અનુભવશો. વ્યવસાયિક કામગીરીમાં કર્મચારીઓના સાથ-સહકાર અને તેમની સલાહ-સૂચનથી આગળ વધશો તો ફાયદો રહેશે. આર્થિક રીતે સમય નોર્મલ રહેશે. ઘરમાં રિપેરિંગ કરાવવાનું ઈચ્છતા હો તો હવે શક્ય બનશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા માટે થોડીક વધારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિના માર્ગો ખુલતા જોવા મળે. નાણાકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ ઉપલબ્ધ થાય. નવી નોકરીની શોધખોળ અહીં પૂરી થતી જોવા મળશે. વ્યાપાર-ધંધામાં નવી ટેકનોલોજી અપનાવવી જરૂરી બનશે. મકાન લે-વેચના નિર્ણયો આવતાં હજી થોડી વાર લાગશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે.
તુલા (ર,ત)ઃ આપનો આ સમય આરોગ્ય અને માનસિક શાંતિને લઈને થોડો પ્રતિકૂળ જોવા મળે. ચિંતા-તાણ-આવેશમાં વધારો થાય. અકારણ વાદ-વિવાદના પ્રસંગો બળવાન બને. વાણી ઉપર કંટ્રોલ રાખશો તો તે તમારા ફાયદામાં રહેશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ખર્ચ પર નિયંત્રણ જરૂરી છે. નોકરીના ક્ષેત્રમાં કેટલીક સાનુકૂળતાઓ જોઈ શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી નિર્ણય આવતા વાર લાગશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આ સમય ઉત્સાહ અને આનંદથી ભરપૂર પસાર કરી શકશો. નવા-નવા કાર્યોની શરૂઆતને લઈ વધુ ઉત્સાહ મહેસૂસ કરી શકશો, પરંતુ અહીં ખાસ ધ્યાન એ પણ રાખવું જરૂરી છે કે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો ફક્ત ઉત્સાહ કે આવેગમાં આવીને ન લેશો. ફાઈનાન્સને લગતા પ્રોબ્લેમ્સ અહીં દૂર થતાં જોવા મળે. નવા રોકાણોથી લાભ મેળવી શકશો. વ્યવસાય કે નોકરીના કારણે પ્રવાસ આયોજન શક્ય બને. જીવનસાથી સાથેના મતભેદો હોય તો દૂર થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ભૂતકાળની અસફળતાને દૂર કરીને જીવનમાં નવી આશાઓ જગાવે એવી સમયની ગ્રહચાલ જોઈ શકશો. વ્યક્તિગત ચિંતાઓમાંથી બહાર આવી શકશો. આર્થિક સમસ્યાઓનું સમાધાન મળતાં હજી થોડી વાર લાગે છતાં બેલેન્સ જળવાઈ રહેશે. વ્યવસાયિક અનુશાસન જાળવી રાખશો તો સફળતા
અવશ્ય હાંસલ કરશો. માતા-પિતાના સ્વાસ્થ્યને કારણે થોડી-ઘણી મુશ્કેલીઓ ઊભી થાય. નોકરીમાં સ્થાનફેરની ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો.
મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન કોઈના ભરોસે બેસી રહેવા કરતાં જો જાતે જ કાર્યભાર ઉપાડી લેશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. પોતાના વિશ્વાસને વધુ મજબૂત બનાવવાની જરૂર અહીં જણાય. જૂનાં બાકી નીકળતાં લેણાં પરત મળશે. કાર્યક્ષેત્રમાં - ધંધામાં આપના કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવવો જરૂરી રહેશે. કરિયર અંગેના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે વડીલની સલાહ કામ લાગે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનની અપેક્ષાઓ સાકાર ન આવતાં માનસિક અસ્વસ્થતા જોવા મળે, પરંતુ મનોબળ વધુ મજબૂત બનાવશો તો આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગેની સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. લોન કે બાકી રહેતાં નાણાની જોગવાઈ પૂરી કરી શકશો. ધંધા-વ્યવસાયના કાર્યોમાં ભાગદોડ વધુ જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં બઢતીના યોગો બળવાન છે. પારિવારિક પ્રસંગોને કારણે વ્યસ્તતામાં થોડોક વધારો થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી આસપાસની પરિસ્થિતિમાં હકારાત્મક ફેરફાર લાવવા જરૂરી રહેશે. ઈગો અને ઓવર-કોન્ફિડન્સ તમને, ખુદને નુકસાન પહોંચાડી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક્તા તરફ થોડું વધુ ધ્યાન આપશો તો તે તમારા જ ફાયદામાં રહેશે. ધંધા-વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ્સ ઉપર કામ શરૂ કરી શકશો. નોકરીમાં તમારા સહકર્મચારી સાથેના વ્યવહારમાં ખાસ ધ્યાન રાખશો. આકસ્મિક પ્રવાસના આયોજનથી થોડી હળવાશ અનુભવાશે.

તા. ૩૧ જુલાઇ ૨૦૨૧થી ૬ ઓગસ્ટ ૨૦૨
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.