તા. ૪ ડિસેમ્બર ૨૦૨૧થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ સુધી

તા. ૪ ડિસેમ્બર ૨૦૨૧થી ૧૦ ડિસેમ

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

Subtitle

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ આપના માટે મિશ્ર પરિણામવાળું રહેશે. કામકાજને કારણે થોડા ઘણા ટેન્શન રહેશે. સામે વ્યક્તિગત જીવનમાં કોઈ શુભ પ્રસંગોને કારણે મન પ્રફુલ્લિત રહેશે. નાણાંકીય દ્રષ્ટિએ ખર્ચાઓ વધવાની સંભાવનાઓ રહેશે. ધંધા-વ્યવસાયમાં નવી-નવી તકો તેમજ સાહસો દ્વારા પ્રગતિ સાધી શકાય. નોકરિયાત વર્ગને થોડું હજી વધુ સાચવીને આગળ વધવાની અહીં સલાહ રહેશે. નાની-મોટા પ્રવાસની ઈચ્છા પૂરી થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સમય તથા ગ્રહયોગોની અનુકૂળતા આપના જીવનમાં નવી આશાઓ લઈને આવશે, જેના કારણે આપનો ઉત્સાહ વધે. નવા કાર્ય સંબંધી તમારા પ્રયત્નો સફળ થતાં પ્રગતિના માર્ગ ખુલતા જોવા મળે. નાણાંકીય સમસ્યાઓનો ઉકેલ હવે આપ જોઈ શકશો. નોકરિયાત વર્ગને ગૂંચવાયેલી સમસ્યામાંથી બહાર નીકળવાના રસ્તાઓ મળશે. આપના કાર્ય થકી આપ પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપે હવે થોડી વધુ મહેનત અને કાર્યમાં સ્ફૂર્તિ બતાવવી પડશે. તમારું પૂરેપૂરું ધ્યાન તમારા કામકાજ પર કેન્દ્રિત કરવું જરૂરી જણાય. વ્યવસાય-ધંધામાં જો કોઈ નવી યોજનાઓ અમલમાં મૂકવા માંગતા હો તો એના પર ગંભીરતાથી કામ લેવું પડશે. નોકરીમાં પ્રગતિના નવા શિખરો સર કરી શકાય તેવી તકો હાથ લાગશે. આર્થિક વ્યવહારો સુધરતા જણાય. વિદ્યાર્થી વર્ગ કોઈક સારા સમાચાર પ્રાપ્ત કરશે. વિઝાને લગતાં કામકાજમાં સફળતા મળે.
• કર્ક (ડ,હ)ઃ સમયનો ઉતાર-ચઢાવ આપના જીવનમાં પણ અનુભવ કરી શકશો. ગ્રહદશાને આધિન થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાણાંકીય દ્રષ્ટિએ થોડું વધુ સંભાળીને ચાલશો. હજી તમારી અપેક્ષા મુજબના પરિણામ મેળવવામાં વાર લાગશે. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. કામકાજનું ભારણ વધતું જોવા મળે. પારિવારિક દ્રષ્ટિકોણથી કોઈ વણઉકેલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળશે. કુંવારા પાત્રો માટે જીવનસાથીની શોધખોળ પૂરી થાય.
• સિંહ (મ,ટ)ઃ આપનો આ સમય થોડો વધુ ચિંતાવાળો પસાર થાય. સંતાન બાબતે થોડી વધુ ચિંતાઓ રહેશે. કાર્યસંબંધી મુશ્કેલીઓનો થોડોઘણો નિકાલ કરી શકશો. વ્યવસાયિક સંબંધોમાં સુધાર લાવી શકાય. નોકરિયાત વર્ગને પ્રગતિ તેમજ બઢતીના ચાન્સિસ રહેશે. આર્થિક રીતે થોડું બેલેન્સ બનાવી રાખવું પડશે. નવી કરિયરને લઈને માર્ગદર્શન માટે કોઈ વડીલ કે સલાહકાર પાસે આપ મદદ માંગી શકો છો. સ્વાસ્થ્ય સંબંધી થોડી વધુ કાળજી લેવી જરૂરી છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ખોટા વાદ-વિવાદમાં અથવા તો કોઈની સાથેની જીભાજોડીમાંથી દૂર રહેશો તો ફાવશો. ગુસ્સો અને આવેગને કાબૂમાં રાખવા ખૂબ જરૂરી રહેશે, નહીં તો એ આપના માટે નુકસાનકારક સાબિત થાય. નાણાંકીય દ્રષ્ટિએ સમય હજી થોડો તંગ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈ નવા ભાગીદાર સાથે નવું કાર્ય શરૂ કરી શકશો. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ઘણી ચિંતાઓ રહેશે. પ્રવાસ થકી થોડી હળવાશ અનુભવી શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમય પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. મહત્ત્વની કામગીરીઓમાં પ્રગતિ સાધી શકાશે. નોકરિયાત વર્ગને કોઈ સારા સમાચાર મળે જેનાં કારણે આપનો આનંદ-ઉત્સાહ કાર્યક્ષેત્ર પર વધતો જોવા મળશે. આર્થિક પ્રશ્નોનું અહીં નિરાકરણ આવતું જોવા મળશે. નવા આર્થિક રોકાણો થકી ભવિષ્ય માટે લાભકારક પાયા નાંખી શકશો. સંતાનોની લગ્નવિષયક બાબતે કોઈ સારા સમાચાર મેળવી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય પ્રગતિકારક તેમજ સફળ પૂરવાર થાય. દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. કૌટુંબિક દ્રષ્ટિએ આપના પ્રશ્નો હલ થાય. પારિવારિક સંબંધો સુધરે. વ્યવસાય તેમજ નોકરીના ક્ષેત્રમાં નવીન કાર્યો થકી સફળતા હાંસલ કરશો. આપના કાર્યની પ્રશંસા થાય. જમીન-મકાન માટેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. ઈમિગ્રેશનના અટવાયેલાં કાર્યોમાં હવે નવેસરથી શરૂઆત કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): તમારી યોજનાઓ અને અનુભવ થકી કાર્યક્ષેત્ર પર સાનુકૂળતા લાવી શકશો. ધારેલાં કાર્યોમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. આર્થિક ક્ષેત્રમાં હવે આપની મુશ્કેલીઓનો અંત આવતો જોવા મળે. આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકશો. નોકરી-ધંધામાં પ્રગતિકારક તકો ઊભી થાય, જેનાં કારણે થોડીક માનસિક સ્વસ્થતા બનાવી શકશો. વિદ્યાર્થીઓને ધાર્યા પરિણામો મેળવવા માટે થોડી વધુ મહેનતનું સૂચન રહેશે. મકાન સંબંધિત સમસ્યાનો ઉકેલ આવતા થોડી વાર લાગશે.
• મકર (ખ,જ)ઃ માર્ગ આડેના અવરોધોને દૂર કરવા માટે હજી વધુ પ્રયત્નો તેમજ મહેનત જરૂરી બને. ઉતાવળા નિર્ણયથી આપનું કામ બગડશે. જોઈ- જાળવીને આગળ વધવું હિતાવહભર્યું છે. કોઈની સાથે વગર કારણે જીભાજોડીમાં ન ઉતરવું. આર્થિક રીતે ખર્ચાઓને પહોંચી વળવા માટે આપે હજી વધુ મહેનત કરવી પડશે. વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારો સાથે અણબનાવના પ્રસંગો બની શકે છે. પારિવારિક સમસ્યાઓ જાહેર જીવનમાં બહાર ન આવે તેનું ધ્યાન રાખશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સમય હજી થોડોક વધુ બેચેનની ભર્યો અને મનોવેદનાથી ભરેલો રહેશે. કોઈના કોઈ કારણોસર આપની ચિંતાઓમાં વધારો જોવા મળે. જેના કારણે આપના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળશે. થોડોક વધારે સંયમ અને ધીરજથી કામ લેવું સલાહભર્યું રહેશે. નોકરી-ધંધામાં કોઈ નવી કામગીરી હાથ ધરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધશો. માનસિક ચિંતાઓ ઓછી કરવા માટે થોડું ધ્યાન ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ લગાડશો તો રાહત મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપના ધારેલાં કાર્યો સફળ થતાં જોઈ શકશો, જેના કારણે મન હળવાશ અનુભવશે. કોઈ અટકેલાં કાર્યો પણ અહીં પૂર્ણ થાય. ધંધા-વ્યવસાયમાં કોઈ અંગત વ્યક્તિઓની સલાહ થકી આપ સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાણો માટેની આવકની જોગવાઈ ઊભી કરવા માટેના આપના પ્રયત્નો સફળ થાય. નોકરિયાત વર્ગને પ્રગતિ તેમજ ઉપર અધિકારી તરફથી પ્રશંસા પ્રાપ્ત કરી શકાય. આરોગ્ય બાબતે આ સમય થોડું વધુ ધ્યાન માંગી લેશે.

તા. ૪ ડિસેમ્બર ૨૦૨૧થી ૧૦ ડિસેમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.