તા. ૫ ઓગસ્ટ થી ૧૧ ઓગસ્ટ ૨૦૧૭

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ ગ્રહયોગો જોતાં આ સમય આપના માટે સાનુકૂળ પ્રગતિકારક જણાશે. તમારી મહત્ત્વની કાર્યવાહીઓ અંગે પરિસ્થિતિ સુધરતી જણાશે. મહત્ત્વની તક મળે. માનસિક ઉલ્લાસનો અનુભવ કરી શકશો. નાણાંકીય સ્થિતિ મિશ્ર પ્રકારની જોવા મળશે. આવકવૃદ્ધિનો માર્ગ ખૂલશે. તેમજ તમારો પુરુષાર્થ ફળદાયી બનશે. નવરચના થાય તેની સામે ખર્ચ અને વ્યય વધશે. તમને અહીં કેટલીક અગત્યની તકો સાંપડશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં ગ્રહચાલ જોતાં તમારા મહત્ત્વના કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા મળશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. માનસિક તાણ હળવી કરી શકશો. આ સમયગાળામાં આવકની દૃષ્ટિએ સંજોગો પ્રતિકૂળ બનશે અને ધારેલા લાભ કે આવકના માર્ગો અટકતા લાગે. અલબત્ત તમારા જરૂરી કાર્યો માટેની જોગવાઈઓ થતાં રાહત મળશે. ઉઘરાણીના નાણાં પણ મળવામાં વિલંબ જણાય. તેથી પરેશાની અનુભવવી પડે. સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યોના મીઠા ફળ મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં માનસિક સ્વસ્થતા અને સંયમ જાળવવા પડશે. શંકા તથા ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો જ તમે સુખ માણી શકશો. ચિંતા અને ભય છોડજો. આવકના નવા માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આવકની સામે જાવક, ખર્ચ રહેશે, જોકે તે સહી શકાય તેવા હશે. નુકસાનના પ્રસંગો જણાતા નથી. જૂના લાભ કે ઉઘરાણી અટકેલા હશે તો તે હવે મળતા જણાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી નીવડે. સફળતા, પ્રગતિ મળતા જણાશે. નોકરીનું પરિવર્તન ચાહતો હશો તો પ્રયત્નો કરવાથી લાભ મળે.

કર્ક (ડ,હ)ઃ અંગત પ્રશ્નો અને યોજનાઓના નિરાકરણ માટે ગ્રહયોગો મદદરૂપ થશે. તમારા માર્ગ આડે અંતરાયો ધીમે ધીમે દૂર થતાં વિકાસ થતો જણાશે. મહત્ત્વની કાર્યવાહીથી ભવિષ્યમાં સારી ઉન્નતિ પ્રાપ્ત થાય. આવક કરતાં ખર્ચમાં વધારો થતાં સ્થિતિ કટોકટીભરી બનશે. નોકરીના ક્ષેત્રે તમે ઇચ્છો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. બદલીનો યોગ પ્રબળ છે. વિરોધી અને સહકર્મચારીથી સાવધ રહેવું. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. મૂંઝવણનું વાતાવરણ જણાશે. કૌટુંબિક મિલકતોના પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાશે.

સિંહ (મ,ટ)ઃ તમારી મૂંઝવણાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થતિ સર્જાતા માનસિક બોજો હળવો થાય. બેચેની, ઉત્પાત દૂર થાય. રચનાત્મક રીતે વિકાસ થાય. નાણાકીય પરિસ્થિતિ માટે ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. એક બાજુથી જાવક અને ખર્ચ આવે તો બીજી બાજુ આવક યા લાભ મળવા છતાંય સ્થિતિ કટોકટીભરી બને. કોઈ નુકસાન કે વ્યયનો પ્રસંગ બનશે. નોકરિયાતો માટે ગ્રહ સાનુકૂળ જણાય છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ ચાલશો તો સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો. આપ મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. જોકે વધારાના લાભ માટે મળે નહીં. ઉઘરાણી મેળવી શકશો. આ સમયમાં નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. હેરાનગતિ અને અવરોધો જોવા મળે.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં લાવવા ન દેશો. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ તંગી નાણાંભીડ જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. આપના હરીફોથી ચિંતા રાખવાને કારણ નથી. નોકરી-ધંધામાં પ્રગતિ-બઢતીનો માર્ગ ખુલ્લો થતાં સારી તકો ઊભી થતી જોઈ શકશો. મિલકતના યા મકાનના પ્રશ્નો માટે હજુ સમય સાથ આપતો જણાશે નહીં. પરિસ્થિતિ ગૂંચવાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં મહત્ત્વની બાબતો અંગે માનસિક ટેન્શન જણાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થશે. અગત્યના કામકાજોમાં અંતરાયો જણાશે. આ સમયમાં તમારી નાણાંકીય જવાબદારી વધશે. કરજ - દેવું વધશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. નોકરિયાતોની બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ મળતું જણાય, જેથી નિરાશ ન થતાં મક્કમતાથી આગળ વધજો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં ધંધામાં કૌટુંબિક કારણોસર માનસિક તાણ યા કોઈ અગમ્ય અનિશ્ચિતતા યાને એકધારાપણાની લાગણી અનુભવવા મળશે. તમારી કલ્પના કે લાંબા સમયની ઇચ્છાઓ પાર પડતી જણાતા અગમ્ય બેચેની દૂર થવા લાગે. અહીં વધુ સજાગ રહેવું. લગ્ન માંગલિક બાબતો અંગે ફળ મળે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતા લાગે.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહ વધે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધી શકશો. જરૂરિયાત પ્રમાણે નાણાંકીય જોગવાઈ થઈ શકશે. નોકરિયાત માટે આ સમય પરિવર્તન, બદલી અને કેટલીક મુશ્કેલીઓને બાદ કરતાં એકંદરે પ્રગતિકારક છે. વેપારી વર્ગ આ સમયમાં સર્જાતી તકો ઝડપી લેશે તો લાભ છે. યાત્રા-પ્રવાસ થઈ શકશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ પ્રવર્તમાન પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે ખરા. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કેટલાક પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુઓને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરી સફળ થતાં લાભ ઊભો થાય. આવક કરતાં જાવક વધતી જણાશે. તમારા સ્વજનો કે કુટુંબીજનોથી તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે.

તા. ૫ ઓગસ્ટ થી ૧૧ ઓગસ્ટ ૨૦૧૭...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.