તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી

તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૧૧ ફેબ્

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહના ગ્રહયોગો ઘણા અંશે આપના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોને દૂર કરવામાં સાથ આપશે. સાથે-સાથે તમારું જીવન અંગેનું આચરણ પણ બદલાય. યોગ-કસરત તરફ વધુ ઝુકાવ અનુભવશો. નાણાંકીય રીતે કોઈ આકસ્મિક લાભ પ્રાપ્ત થાય. નવા રોકાણો માટેની અનુકૂળતા થાય. જમીન-મકાનના વ્યવસાયમાં તેજીનું વાતાવરણ જોવા મળે. મકાનમાં રિપેરિંગની ઈચ્છા હોય તો પૂર્ણ થાય. નોકરિયાત વર્ગને થોડો પરિશ્રમ વધે સાથે. ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન મળે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ અઠવાડિયું તમારા કાર્યક્ષેત્ર તેમજ પરિવાર માટે ખાસ કરીને શુભ સમાચાર લઈને આવી શકે છે. ધંધા-ઉદ્યોગમાં ઉત્તમ તકો હાથ લાગે, જે આપના માટે ફાયદાકારક સાબિત થાય. શક્ય છે કે પરિવારના સભ્યો સાથે કોઈ નાની યાત્રાનું આયોજન થાય. આર્થિક રીતે બેલેન્સ જળવાઈ રહેશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે થોડીઘણી અડચણો આવે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારી મનોસ્થિતિને સુધારવા માટે એના મૂળ કારણોને શોધવા ખૂબ જરૂરી રહેશે. તમારા પ્રોબ્લેમ્સ જાતે જ દૂર કરવાનો પ્રયત્ન કરો. કોઈની આશા રાખશો તો નિષ્ફળતા પ્રાપ્ત કરશો. નાણાંકીય મુશ્કેલીઓ થોડાઘણા અંશે દૂર થતી જોવા મળે. કોઈ નવા કાર્યની શરૂઆત શક્ય બની શકે છે. વ્યાપાર-ધંધામાં ભાગીદારીથી ફાયદો થાય. નોકરીમાં બદલાવની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જોઈ શકશો.
• કર્ક (ડ,હ)ઃ તમારા સપનાંઓને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ઈચ્છાપૂર્તિ માટે એકાગ્ર ચિત્તે કામ કરવું જરૂરી રહેશે. નાણાંકીય દૃષ્ટિએ શોર્ટ ટર્મના ફાયદામાં ન જવાનું સલાહભર્યું રહેશે, નહીં તો આગળ જતાં કોઈ મોટું નુકસાન ભોગવવું પડે. પારિવારિક સંબંધોની તિરાડ પૂરાતી જોવા મળે. ધંધા-ઉદ્યોગમાં કોઈ અનુભવીની મદદથી આગળ વધશો તો ફાયદામાં રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજળ મળે.
• સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહે થોડી બેચેની અને માનસિક તાણમાં વધારો જોવા મળે. કુટુંબ અથવા વ્યક્તિગત જીવનમાં ખાસ કરીને તણાવની પરિસ્થિતિ જોવા મળે. વ્યાપારિક રીતે જોતા આ સમયમાં આપને યોગ્ય વ્યૂહરચના અપનાવીને આગળ વધવાથી ફાયદો થાય. આંતરરાષ્ટ્રીય વેપારમાં નવા આર્થિક લાભ જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવે. ઉપરી અધિકારી તરફથી પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. વાહનખરીદીની ઈચ્છા પૂર્ણ થતી જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું આ અઠવાડિયું આર્થિક રીતે ઘણું ફાયદાકારક સાબિત થાય. ઘણાં સમયથી અટવાયેલાં નાણાં પરત મળતાં આનંદ અનુભવશો. ઉદ્યોગ-ધંધામાં નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો હવે એના દ્વારા નફો પ્રાપ્ત કરવાનો સમય આવી રહ્યો છે. જોકે, સપ્તાહના અંત ભાગ તરફ થોડી નિષ્ક્રિય પ્રવૃત્તિ તરફ તમારો સમય બગડે. સંતાનોના લગ્ન બાબતની ચર્ચાઓની શરૂઆત થાય. ઈમિગ્રેશનને લગતા કામકાજમાં સફળતા મળે.
• તુલા (ર,ત)ઃ કારકિર્દી વિષયક બાબતોને લઈને આ સમય દરમિયાન થોડી તણાવવાળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. માનસિક શાંતિ માટે પરિવાર સાથે તેમજ મિત્રો સાથે થોડો સમય પસાર કરવો. આર્થિક રીતે આ અઠવાડિયું લાભકારક રહેશે. વ્યાપારિક ક્ષેત્રમાં નાના-મોટા રોકાણો માટેની જોગવાઈ ઊભી કરવામાં સફળતા પ્રાપ્ત થાય. નોકરીની બાબતમાં થોડી તણાવવાળી સ્થિતિ અનુભવાય. કામનું ભારણ વધતું જોવા મળે. વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ જીવનમાં બેલેન્સ હોવું ખાસ જરૂરી છે. દરેક કામમાં તેનું યોગ્ય ભાર સાથેનું વર્તન તમને સફળતા અપાવી શકે છે. જેટલું જરૂરી કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવાનું છે એટલું જ જરૂરી પરિવાર માટે પણ રહેશે. પરિવારના સભ્યોને યોગ્ય સમય આપશો. નાણાંકીય રીતે તમારા થોડાઘણા અંશે પ્રોબ્લેમ્સ દૂર થતા જોવા મળે. નોકરીમાં કોઈની સાથે રકઝકમાં ન ઉતરવાનું સલાહભર્યું રહેશે. આ સમય દરમિયાન કોર્ટ-કચેરીના પ્રશ્નોમાંથી સહી-સલામત બહાર આવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): સપ્તાહ દરમિયાન આપના ગ્રહયોગોને આધિન આપનો ભાગ્યોદય જોઈ શકાય. નસીબ સાથ આપતું જોવા મળે. આપના દ્વારા નિવેશ કરેલા નાણાં થકી સારો એવો ફાયદો જોઈ શકશો, જે તમારી આર્થિક સમૃદ્ધિમાં વધારો કરે. નોકરીના ક્ષેત્રમાં થોડાઘણા નકારાત્મક વલણો જોઈ શકશો, પરંતુ હિંમત હાર્યા વગર મહેનત અને લગનથી કાર્યો કરે રાખશો તો અંતમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ખનીજ-પેટ્રોલ તેમજ સોના-ચાંદીના વેપારમાં તેજીનો લાભ મળે.
• મકર (ખ,જ)ઃ બીજાને ખુશ કરવામાં તમે તમારી પોતાની ખુશીને બરબાદ ન કરશો. એવા કોઈ પ્રોમિસ ન કરો જે તમે પૂરા ના કરી શકશો. આર્થિક રીતે ફાયદો થાય પરંતુ તમારી અપેક્ષા કરતાં ઓછો હશે. નોકરી-ધંધામાં તમારા પ્રયત્નો થકી પરિસ્થિતિમાં થોડોઘણો સુધાર લાવી શકશો. સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ રહેશે. નાની સર્જરીમાંથી પસાર થવું પડે. પરિવારના સભ્યોનો સાથ-સહકાર આપને પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મદદરૂપ બને.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ અઠવાડિયા દરમિયાન આપને ઘણાં-ખરાં મહત્ત્વના નિર્ણયો લેવા પડશે. તમારા ભૂતકાળના અનુભવો અહીં કામ લાગે. નાણાંકીય રીતે મહદ્અંશે સમસ્યા દૂર થાય. નવા રોકાણો કરવાનો વિચાર હજી માંડી વાળવો પડે. વ્યવસાયમાં તમારા ભાગીદાર સાથે સંબંધોમાં ખેંચતાણ જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા સખત મહેનત કરવી પડે. સંયમ રાખીને કાર્યો કરે રાખજો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ આરોગ્યની દૃષ્ટિએ થોડીઘણી રાહતજનક પરિસ્થિતિ રહેશે. માનસિક રીતે પણ શાંતિનો અનુભવ થાય. આર્થિક રીતે સ્થિતિ વધુ સારી બનશે. લોન માટે એપ્લિકેશન કરી હોય તો હવે પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાય-ધંધામાં જરૂરી આર્થિક જોગવાઈ ઊભી કરી શકશો. નોકરીમાં તમારા હિતશત્રુઓથી સાવધ રહેજો. વિદ્યાર્થીઓ માટે થોડાઘણા અંશે સમય મુશ્કેલીવાળો પસાર થાય.

તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૧૧ ફેબ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.