કોમ્યુનિટીઓની સેવામાં સજ્જ OCHSના વિશિષ્ટ ઓનલાઈન અભ્યાસક્રમો

Wednesday 27th May 2020 00:41 EDT
 
 

લંડનઃ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)થી કોઈ પણ અજાણ્યું નથી. સેન્ટર દ્વારા હિન્દુ સંસ્કૃતિને સંલગ્ન વિવિધ કાર્યક્રમો અને અભ્યાસક્રમો ચાલતા રહે છે. કોરોના વાઈરસ મહામારીએ આપણી સમક્ષ કલ્પનામાં પણ ન હોય તેવા પડકારો ઉભા કર્યા છે. ઈન્ડિયન હાઈકમિશન દ્વારા નેહરુ સેન્ટર ખાતે OCHSના લેક્ચર્સ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહામારી પછી જીવન સામાન્ય થાય ત્યારે પણ આ કાર્યક્રમો ફરી ચાલુ કરાશે.

ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ આપણી કોમ્યુનિટીઓની સેવામાં સજ્જ રહે છે. વર્તમાન સમયમાં સેવાનો શ્રેષ્ઠ માર્ગ વાજબી ફી સાથે ઓનલાઈન કોર્સીસ શરુ કરવાનો છે. તમારી સંસ્થાઓ અને સંગઠનો ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ સાથે મળીને સારા શિક્ષણના પ્રોવાઈડર્સ તરીકે આગળ આવી શકે છે. સંસ્થાઓના સભ્યો હિન્દુઈઝમ અને સમાજના વ્યાપક સંદર્ભમાં પોતાની પરંપરાઓ સારી રીતે શીખી અને સમજી શકે છે અને તેનો પ્રસાર પણ કરી શકે છે.

ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ વાસ્તવિક રીતે અનોખું છે. વિશ્વમાં તેની સમકક્ષ આવી શકે તેવું આ પ્રકારનું કોઈ સેન્ટર નથી. તે હિન્દુત્વ વિશેના અભ્યાસમાં વિશિષ્ટપણે તટસ્થ, પ્રમાણભૂત અને હેતુલક્ષી સંશોધનોને ઉત્તેજન આપે છે. ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ દ્વારા ઓનલાઈન કોર્સીસની ચાવી તેની વિશિષ્ટ સ્થિતિસ્થાપકતા છે. તેઓ હંમેશાં કાર્યો કરવાની નવતર રીતભાત કે પદ્ધતિઓ અપનાવવા કે તેની ચર્ચા કરવામાં જરા પણ પાછીપાની કરતા નથી. સેન્ટર તેના ઓનલાઈન કોર્સીસમાં પ્રાઈવેટ ગ્રૂપ્સનું આયોજન પણ કરી શકે છે જેથી, સામાન્ય રુપરેખામાં સુધારાવધારાની મળે છે અને કો-ગ્રૂપ-લીડર તરીકે ગ્રૂપની જ કોઈ વ્યક્તિને સ્થાન આપી શકાય છે. તમારી સંસ્થાના મેળાવડાઓ નિમિત્તે પણ પ્રાઈવેટ ઓનલાઈન ગ્રૂપ્સનું આયોજન પણ થઈ શકે છે.

હિન્દુ કોમ્યુનિટીઓની સેવા કરવા તત્પર આ એવી સંસ્થા છે જેનું આપણે ગૌરવ લઈ શકીએ છીએ. વિવિધ સંસ્થા-સંગઠનોની પાંખો સાથે OCHSને સાંકળીને હિન્દુ મૂલ્યોને પ્રોત્સાહન આપવાના ધ્યેયમાં આગળ વધી શકાશે.

લંડન ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને ચેરિટી ક્લેરિટીના સ્થાપક સુભાષ વી. ઠકરાર B com FCA FRSA તેમજ નવનીત ધોળકિયા, બેરોન ધોળકિયા OBE PC DL ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ સાથે ગાઢપણે સંકળાયેલા છે.

સેન્ટરના અભ્યાસક્રમો વિશે માહિતી મેળવવા ochsonline.org ની મુલાકાત કરી શકો છો. OCHS ઓનલાઈન એજ્યુકેશન થકી

તમારી સેવા કેવી રીતે કરી શકે તેની ચર્ચા માટે તમે [email protected] પર લાલ કૃષ્ણાનો પણ સંપર્ક કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter