ગુનેગારોના ઢંકાયેલા ચહેરાને સોફ્ટવેરની મદદથી ઓળખાશે

Saturday 16th September 2017 05:29 EDT
 
 

લંડનઃ અપરાધીઓ પોતાની ઓળખ છુપાવવા ચહેરાને ઢાંકેલો રાખે છે. જોકે, ઢાંકેલા ચહેરાની ઓળખ જાહેર કરી શકાય તે માટે નવું સોફ્ટવેર વિકસાવાયું છે. ‘ડિસગાઇઝ્ડ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ Disguised Identification System’ સોફ્ટવેર એવી ખૂબી ધરાવે છે કે તેનાથી ચહેરાને ઓળખી કઢાય છે. ડિસગાઇઝ્ડ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ લોકોના ચહેરાને ઓળખી કાઢવા એઆઈ નેટવર્કનો ઉપયોગ કરતી હોય છે. માસ્ક કે સનગ્લાસને ભેદીને તેની પાછળ છૂપાયેલા ચહેરાને ઓળખવાની આ સિસ્ટમ ક્ષમતા ધરાવે છે. ગુનેગારો કે પોતાનો ચહેરો છુપાવીને ફરતી કોઈપણ વ્યક્તિને આ સિસ્ટમ ઓળખી કાઢે છે.

Disguised Face Identification (DFI) માટે કામ કરી રહેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધક અમરજોતસિંહે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા સંભાળતી એજન્સીઓને આ સિસ્ટમ કામ લાગતી હોય છે. ડીએફઆઈ સિસ્ટમનો ઉપયોગ અનેક રાહે થઈ શકે છે. સિસ્ટમ આર્ટિફિશયલ ઇન્ટેલિજેન્સ (એઆઈ)નો ઉપયોગ કરતી હોય છે.

ચહેરાના ૧૪ જેટલા પોઇન્ટના એંગલ અને અંતર આધારે એઆઈ વ્યક્તિની ઓળખ કરે છે. વ્યક્તિના છૂપાયેલા ચહેરાના માળખાનું રીડિંગ કરીને સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તેની પાસે રહેલી તસવીરો સાથે તેની તુલના કરીને વ્યક્તિની સાચી ઓળખ મેળવે છે. સંશોધકોના આ પ્રકારના સંશોધનો જોકે પ્રાઇવસીના અધિકારને મુદ્દે ચિંતા જન્માવી રહ્યા છે. સંશોધકો આગામી મહિને વેનિસ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કમ્પ્યૂટર વર્ઝન વર્કશોપમાં પોતાના સંશોધનોની વિગતો રજૂ કરવાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter