લંડનઃ જીવન દરમિયાન પરિવાર સરેરાશ ૨ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે અને તેમાં લગભગ ૫૦,૦૦૦ પાઉન્ડ તો માત્ર શરાબ પાછળ જ ખર્ચાતા હોવાનું ‘ધ કોસ્ટ ઓફ ટુમોરો’ અહેવાલમાં જણાવાયું છે. બીજા ૭૭,૦૦૦ પાઉન્ડ કપડાં માટે અને ૬૪,૦૦૦ પાઉન્ડ ફર્નિચર અને ફલોર કવરિંગ પાછળ ખર્ચાય છે. સરેરાશ વ્યક્તિ ૫૦ વર્ષની વયે પહોંચે ત્યારે આજની કિંમતોને ધ્યાનમાં લેતાં તેના પરિવારે એક મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી નાખ્યો હોય છે.
અતિ વૈભવી પરિવારોમાંથી ૨૫ ટકા તેની પાછળ ૧.૫ મિલિયન પાઉન્ડ ખર્ચે છે. દરેક ૨૫ પાઉન્ડની આવક સામે એક પાઉન્ડ (જીવન દરમિયાન ૭૫,૦૦૦ પાઉન્ડ) જેટલી રકમ એનર્જી સપ્લાયર્સને ચૂકવાય છે. સરેરાશ પરિવાર આહાર પાછળ ૨,૧૦,૦૦૦ પાઉન્ડ ખર્ચ કરે છે. બ્રિટનવાસી આખા જીવનમાં તમાકુ અને નાર્કોટિક્સ માટે ૧૩,૦૦૦ પાઉન્ડ ઉડાવી દે છે તેની સામે સ્વાસ્થ્ય પાછળ માત્ર ૨૨,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરે છે.


