ડિમેન્શિયાના લક્ષણોને વૃદ્ધાવસ્થા સાથે ન સાંકળશો

Wednesday 01st June 2022 06:44 EDT
 
 

લંડનઃ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કશું ભૂલી જાય તે મોટી સમસ્યા નથી પરંતુ, આવું ભૂલવાનું વારંવાર થાય ત્યારે તેને સ્મૃતિભ્રમ-ડિમેન્શિયા અથવા તો અલ્ઝાઈમર રોગ હોવાની શક્યતા વધી જાય છે. યુકેની અલ્ઝાઇમર્સ સોસાયટીનું સંશોધન કહે છે કે હજારો બ્રિટિશર્સ ડિમેન્શિયાનું નિદાન કરાવતા ન કારણકે તેઓ ભૂલી જવાના લક્ષણોને વૃદ્ધાવસ્થા સાથે સાંકળી લઈ ગૂંચવાય છે.

સંશોધન જણાવે છે કે સ્મૃતિભ્રમ-ડિમેન્શિયાથી પીડાતી દર ચારમાંથી એક વ્યક્તિ ઔપચારિક નિદાન કરાવતા પહેલા ઓછામાં ઓછા બે વર્ષ રાહ જુએ છે. જોકે, આમ કરીને તેઓ લક્ષણોને નિયંત્રિત કરવા માટે સારવાર અથવા સ્થિતિને નિયંત્રિત કરવા સપોર્ટ મેળવી શકે તે માટે નિર્ણાયક આધાર ચૂકી જાય છે.ડિમેન્શિયાના 1,000 દર્દીના પોલમાં 10માંથી 4 દર્દીએ જણાવ્યું હતું કે તેમણે ભૂલવાના લક્ષણોને વૃદ્ધાવસ્થા સાથે સાંકળી લીધા હોવાથી નિદાન મેળવવામાં લાંબો સમય લાગ્યો હતો. એકંદરે 26 ટકા લોકોને પ્રથમ લક્ષણોના અનુભવ પછી નિદાન કરાવવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો હતો.

લોકોને સપોર્ટ મેળવવા પ્રોત્સાહિત કરતું અલ્ઝાઇમર્સ સોસાયટીનું નવું અભિયાન કહે છે કે,‘ આ વૃદ્ધ થવાની બાબત નથી, બીમારી થઈ કહેવાય છે.’ રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ સાતે મળી સોસાયટીએ લક્ષણોનું ચેકલિસ્ટ તૈયાર કર્યું છે.યુકેમાં આશરે 850,000 લોકો સ્મૃતિભ્રમથી પીડાય થાય છે અને દર વર્ષે 200,000 થી વધુ લોકોનો ઉમેરો થાય છે. આમ છતાં, બે તૃતીયાંશ કરતા પણ ઓછા લોકોમાં નિદાન થાય છે, કોરોના મહામારી દરમિયાન નિદાન દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

અલ્ઝાઇમર્સ સોસાયટીના સર્વેના તારણો કહે છે કે ડિમેન્શિયાથી પીડાતા 10માંથી 9થી વધુ લોકોએ તેમના માટે નિદાન કરાવવું ફાયદાકારક નીવડ્યાનું કહ્યું હતું. તેનાથી તેમને સારવાર, સંભાળ અને સહાય સુલભ્ય બની હતી. અલગ રિપોર્ટ અનુસાર પુરુષો કરતાં મહિલાઓને ડિમેન્શિયાની વધુ અસર થવાની સંભાવના છે. ડિમેન્શિયાગ્રસ્ત દર 3માંથી 2 દર્દી મહિલા છે અને યુકેમાં 2011થી મહિલાના મૃત્યુનું મુખ્ય કારણ છે. ડિમેન્શિયાથી વર્ષ 2020માં 46,000 મહિલા તેમજ 24,000 પુરુષો મોતનો શિકાર બન્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter