તમે કેટલી વાર ઘર બદલ્યું?ઃ સરેરાશ ૨૧ વર્ષ એક જ સ્થળે રહેતા ઘરમાલિક

કેન્સિંગ્ટન અને ચેલ્સીના ઘરમાલિકો સરેરાશ સૌથી લાંબો સમય ૩૫.૫ વર્ષ એક જ પ્રોપર્ટીમાં રહે છેઃ લંડનમાં મકાનોની કિંમત ઘટી છે પરંતુ, ઘર બદલવા પાછળનો ખર્ચ વધીને આશરે ૨૮,૦૦૦ પાઉન્ડ

Wednesday 10th July 2019 01:58 EDT
 
 

લંડનઃ યુકેમાં ઘરમાલિકો સરેરાશ ૨૧ વર્ષ જેટલું એક જ સ્થળે રહેતા હોવાનું ઝૂપ્લાના એક વિશ્લેષણમાં કહેવાયું છે. જોકે, કેટલાક લંડનવાસી એક જ સ્થળે ૩૫થી વધુ વર્ષ વીતાવતાં હોવાનું પણ તારણો કહે છે. ૧૯૮૦ના દાયકામાં હાઉસિંગ માર્કેટમાં ભારે તેજી હતી ત્યારે લોકો સરેરાશ આઠ વર્ષે ઘર બદલતાં હતાં. બ્રિટનમાં ઘર બદલવાનો ખર્ચ ગયા વર્ષે ૧૦,૦૦૦ પાઉન્ડથી વધી ગયો છે અને વર્ષે ૫૦૦ પાઉન્ડ વધે તેવી શક્યતા છે.

કેન્સિંગ્ટન અને ચેલ્સીના ઘરમાલિકો સરેરાશ સૌથી લાંબો સમય ૩૫.૫ વર્ષ એક જ પ્રોપર્ટીમાં રહે છે. આ સ્થળોએ પ્રોપર્ટીની સરેરાશ કિંમત હાલ બે બિલિયન પાઉન્ડથી વધુ છે જેના પરિણામે સ્ટેમ્પ ડયૂટીનું બિલ જ ૧૫૩,૭૫૦ પાઉન્ડ જેટલું આવે. આ સંજોગોમાં વારેવારે ઘર બદલવાનું મોંઘુ પડી જાય.

સૌથી વધુ સમય ઘર બદલતા હોય તેવા લોકો ડાર્ટફોર્ડ, કેન્ટ અને સાઉથ ડર્બીશાયર છે, જેઓ ૧૫ વર્ષે ઘર બદલતા રહે છે. હાલ, ઘરના ઊંચા ભાવ તેમજ ઊંચી સ્ટેમ્પ ડ્યૂટી તેમજ ઘર બદલવાના ખર્ચાના કારણે લોકો વારંવાર ઘર બદલી શકતા નથી. સામાન્યપણે, લોકો તેમના ઘરની માલિકીની શરૂઆતના વર્ષોમાં ટુંકા ગાળા માટે ઘરમાં રહે છે અને આખરે એક ઘરમાં સ્થિર વસવાટ કરે છે.

એક જ પ્રોપર્ટીમાં સૌથી લાંબો સમય ૩૫.૫ વર્ષ રહેવાની સરેરાશ કેન્સિંગ્ટન અને ચેલ્સીના ઘરમાલિકોની છે, જે પછી ઓક્સફર્ડમાં ૩૧.૨ વર્ષની સરેરાશ છે. લંડનમાં રહેતા લોકો સામાન્ય રીતે દર ૨૬.૨ વર્ષ તેમજ સાઉથ ઈસ્ટના લોકો ૨૫.૪ વર્ષે ઘર બદલતા રહે છે. ઈસ્ટ મિડલેન્ડ્સમાં પ્રોપર્ટી બદલવાની સરેરાશ ૧૭.૯ વર્ષ તેમજ સ્કોટલેન્ડમાં ૧૮.૭ વર્ષની છે.

ડાર્ટફોર્ડ, કેન્ટ અને સાઉથ ડર્બીશાયરમાં લોકો ૧૫ વર્ષે ઘર બદલી નાખે છે તે બાદ સાલ્ફોર્ડ, ગ્રેટર માન્ચેસ્ટરના લોકો દર ૧૫.૨ વર્ષે બીજે રહેવા જાય છે. એક માત્ર લંડનમાં મકાનોની કિંમત ઘટી છે પરંતુ, ઘર બદલવા પાછળનો ખર્ચ વધીને આશરે ૨૮,૦૦૦ પાઉન્ડ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter