લંડનઃ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (Nice) દ્વારા NHSને અપાયેલી નવી સલાહ અનુસાર હેલ્થકેર વર્કર્સે મરણપથારી પરના દર્દીના આખરી દિવસોમાં તેમને શ્રેષ્ઠ સારસંભાળ આપી શકાય તે માટે તેમની આધ્યાત્મિક માન્યતાઓ વિશે અવશ્ય પૂછવું જોઈએ. ડોક્ટરોએ તેમના પેશન્ટ માટે ઈશ્વર બનતા ખચકાવું ન જોઈએ અને આખરી ક્ષણોમાં પાલતુ પશુઓ તેમની પાસે રાખવાની ઈચ્છા છે કે કેમ તે પણ પૂછવું જોઈએ.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ઘણા કેસમાં દર્દીઓ મરતી વેળાએ પેઈનકિલર્સ લેવાનું ઈચ્છતા નથી પરંતુ તેમની પથારી નજીક પાદરી (સંત), પરિવારજન અથવા તેમની પાલતુ બિલાડી કે શ્વાન રહે તેમ ઈચ્છતા હોય છે. જીવનના અંતે સંભાળમાં વ્યક્તિની આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક પસંદગીઓ પૂછવી જોઈએ.
હેલ્થ વોચડોગે સૂચવ્યું છે કે તબીબોએ મરણપથારી પરની વ્યક્તિઓ સાથે તેમની ધર્મ અથવા ઈશ્વર જેવી અંગત માન્યતાઓ વિશે વાત કરવામાં ડરવું ન જોઈએ. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આ સલાહને આવકાર અપાયો છે.


