લંડનઃ નેચર હ્યુમન બિહેવિઅર જર્નલમાં પ્રસિદ્ધ ૩૮ વર્ષના અભ્યાસ અનુસાર ભવિષ્યમાં ક્રિમિનલ સહિત અશાંતિસર્જક જૂથમાં પરિવર્તિત થનારા બાળકોની ઓળખ માત્ર ત્રણ વર્ષની વયે પણ થઈ શકે છે. વસ્તીનો પાંચમો ભાગ ૮૦ ટકા ક્રાઈમ, ૪૦ ટકા મેદસ્વીતા અને ૭૫ ટકા પિતારહિત પરિવારો તેમજ ૬૬ ટકા બેનિફિટ્સના દાવાઓ માટે જવાબદાર છે. જોકે, આ લોકોની ઓળખ નાની વયથી શક્ય હોવાનું વિજ્ઞાનીઓ કહી રહ્યા છે.
બાળકોના આઈક્યુ, સ્વનિયંત્રણ તેમજ અભાવ અને દુર્વ્યવહાર અંગેની માહિતી સાથે ૪૫ મિનિટના પરીક્ષણથી સંશોધકો બાળકના ભવિષ્ય વિશે ચોકસાઈપૂર્ણ આગાહી કરી શકે છે. ન્યૂ ઝીલેન્ડના સંશોધનમાં ૧૯૭૦ના દાયકામાં જન્મેલા ૧,૦૦૦ બાળકોનો તેમની ૩૮ વર્ષની વય સુધી અભ્યાસ કરાયો હતો.

