પેરન્ટ્સ દ્વારા સંતાનોને નજર સામે જ આલ્કોહોલ પીવાની છૂટ

Monday 22nd August 2016 10:13 EDT
 
 

લંડનઃ બ્રિટનના અડધોઅડધ પેરન્ટ્સ તેમના ૧૪ વર્ષથી ઓછી વયના સંતાનોને ઘહરમાં શરાબપાન કરવા દે છે. ૧૦માંથી એક પેરન્ટ તો પાંચ વર્ષના બાળકને પણ ઘરમાં ડ્રિન્ક લેવા દે છે. પાંચથી વધુ વર્ષના બાળકો ઘર અથવા ખાનગી સ્થળોએ શરાબપાન કરે તે ગેરકાનૂની નથી. પરંતુ હેલ્થ નિષ્ણાતો ચેતવણી આપે છે કે બાળકો ઓછામાં ઓછાં ૧૫ વર્ષના ના થાય ત્યાં સુધી તેમને શરાબથી દૂર રાખવાં જોઈએ. ૧૪ વર્ષથી ઓછી વયના બાળકો શરાબપાન કરે તો આરોગ્યની સમસ્યાઓ, આલ્કોહોલ સંબંધિત ઈજા, હિંસામાં સંડોવણી અને આત્મહત્યાના પ્રયાસનું જોખમ વધી જાય છે.

આશરે ૧,૧૦૦ પેરન્ટ્સના સર્વેમાં ૧૧ ટકાએ તેમના પાંચથી સાત વર્ષના નાના બાળકને ઘરમાં શરાબ પીવા દીધાનું સ્વીકાર્યું હતું. દસમાંથી આશરે છ પેરન્ટે તેમના ૧૬-૧૭ વર્ષીય તરુણ સંતાનને ઘરમાં શરાબ પીવાની છૂટ આપી હતી, જ્યારે દસમાંથી એક પેરન્ટ્સે સાપ્તાહિક શરાબપાનની છૂટ આપી હતી. દસમાંથી એક પેરન્ટ તેમના સંતાનને મહિનામાં એક વખત, જ્યારે કેટલાંક પેરન્ટ્સ તો રોજ ઘરમાં શરાબ પીવાની છૂટ આપે છે.

બાળકો પર અંકુશ રાખવા અથવા તેમની ગતિવિધિઓ પર નજર રાખવા આવી પરવાનગી અપાય છે. આવી છૂટ આપનારામાંથી ત્રીજા ભાગનાએ બાળકો બળવા પર ન ઉતરે તે માટે. જ્યારે ૪૨ ટકાએ શાળામાં સારું કર્યું હોય તેને બિરદાવવા આવી છૂટ આપી હતી. લગભગ ૨૫ ટકાને બાળકોને આવી છૂટ આપવામાં કશું ખોટું જણાયું ન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter