લંડનઃ વિશ્વમાં પુખ્ત બ્રિટિશરો વધુ વખત શરાબપાન કરી નશામાં ધૂત બને છે તેમ આઠમા વાર્ષિક વૈશ્વિક સર્વેમાં જણાવાયું છે. બ્રિટન પછી યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા આવે છે. યુકેના પુખ્ત પુરુષો ૧૨ મહિનાના ગાળામાં સરેરાશ ૫૧.૧ ટકા એટલે કે સપ્તાહમાં એક વખત નશામાં ધૂત બને છે. આની સરખામણીએ વૈશ્વિક સરેરાશ માત્ર ૩૩ ટકા છે. ગ્લોબલ ડ્રગ્સ સર્વેના ડેટા અનુસાર અંગ્રેજી ભાષા બોલતાં ૩૬ દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. ગ્લોબલ સર્વેમાં ભાગ લેનારી ૨૯.૩ ટટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેમણે જ્યારે વધુ શરાબ પીધો હોય ત્યારે તેમની સાથે જાતીય છૂટછાટ લેવાય છે.
વિશ્વના દેશોમાં શરાબના નશામાં ધૂત થવાનું પ્રમાણ આ મુજબ છેઃ યુકે (૫૧), ૫૦), કેનેડા (૪૮), ઓસ્ટ્રેલિયા (૪૭), ડેન્માર્ક (૪૨), ભારત (૪૧) આયર્લેન્ડ (૪૧), મેક્સિકો (૩૮), ઝેક રિપબ્લિક (૩૭), અને ફિનલેન્ડ (૩૫). લંડનસ્થિત નિષ્ણાતોએ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ, અને નોર્ધન આર્યલેન્ડના ૫૪૦૦ લોકો તેમજ સમગ્ર વિશ્વમાં ૧૨૦,૦૦૦થી વધુ લોકોનો સર્વે કર્યો હતો. જોકે, ટીકાકારો કહે છે કે આ તારણો ગત સપ્તાહના મહત્ત્વના અભ્યાસથી વિરુદ્ધ છે, જેમાં કહેવાયું છે કે બ્રિટિશરો દસ વર્ષ અગાઉની સરખામણીએ ઓછું શરાબપાન કરે છે. આનું કારણ એ છે કે નિષ્ણાતોના માનવા અનુસાર વૃદ્ધોના જૂથની સરખામણીએ મિલેનિઅલ જનરેશન જૂથ આલ્કોહોલ સેવનમાં વધુ નિયંત્રણ રાખે છે.
ગ્લોબલ ડ્રગ્સ સર્વેના સ્થાપક પ્રોફેસર આડમ વિનસ્ટોકે જણાવ્યું હતું કે ઘણાં આોછાં લોકો શરાબપાન કરે છે પરંતુ, જેઓ આ કરે છે તે જોખમી રીતે કરે છે. ઓછું શરાબપાન અને નશામાં ધૂત બનવા તેમજ સપ્તાહમાં કે વર્ષમાં ત્રણ-ચાર વખત આમ કરવાં વિશે કે કોઈ ગાઈડલાઈન નથી. આપણે બ્રિટનમાં મધ્યમમાર્ગ અપનાવતા નથી અને દિવસના અંતે નશામાં ધૂત બની જઈએ છીએ.


