ભારતીય બહેનોમાં હંમેશા લાંબા અને કાળા વાળનું આકર્ષણ રહ્યું છે. અને આ જ કારણસર ‘કાલે - ઘને બાલો કી ગેરન્ટી...’ આપતા આયુર્વેદિક તેલનો કરોડો રૂપિયાનો ધંધો ધમધમે છે. જોકે ઉત્તરાંખંડનાં રેણુ ધારિયાલની વાત અલગ છે. કોઇ પણ જાતના બજારુ તેલનો ઉપયોગ કર્યા વગર તેઓ 8 ફૂટ 10 ઈંચ લાંબા વાળ ધરાવે છે. રેણુ કહે છે કે, તે 2015થી વાળ વધારી રહ્યાં છે. વાળની સંભાળ માટે તેઓ કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને તેઓ હેર ઓઈલ તથા શેમ્પૂ જાતે જ ઘરે બનાવે છે.


