આ બહેને લગ્નમાં પહેરી પાણીપૂરીની જ્વેલરી !

Saturday 17th July 2021 09:52 EDT
 
 

છોકરીઓને પાણીપૂરી ખૂબ જ પ્રિય હોય છે તેવી સમાજની સહજ સ્વીકૃતિ છે પણ પાણીપૂરીનું આવું વળગણ તમે ક્યારેય નહીં જ જોયું હોય. તાજેતરમાં અક્ષયા નામની એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યાો છે. તેણે પોતાના લગ્નમાં પાણીપૂરીના પૂરીમાંથી બનાવેલો મુગટ, હાર અને હાથના કડા પહેર્યા હતા. જીવનસાથી અભિષેકે પણ પોતાની પત્નીના શોખને પૂરો કરવા આ ડ્રેસિંગ માટે પૂરતો સાથ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter