એક સમય એવો હતો જ્યારે યુવતીઓ એંગેજમેન્ટ થાય પછી જ રિંગ્સ પહેરવાનું શરૂ કરતી હતી, પરંતુ હવે એવું નથી. હવે કોલેજ ગોઇંગ ગર્લ્સ પણ રિંગ્સ પહેરે છે. યુવતીઓ બીજા બધા દાગીના પહેરે કે ન પહેરે પણ તેમને આંગળીમાં રિંગ પહેરવાનું ગમે છે.
ફલાવર રિંગ
રિંગ્સમાં ફ્લાવર ડિઝાઇન ઇન ટ્રેન્ડ છે. એમાં એક અને એકથી વધારે ફ્લાવર હોઇ શકે છે. ઘણાંને સિમ્પલ કરતાં ઊડીને આંખે વળગે એવી રિંગ્સ પહેરવી પસંદ હોય છે. આ પ્રકારની રિંગ્સમાં કલરફુલ ફ્લાવર ઉપલબ્ધ છે. એમાં કોઈ એક રંગના ફ્લાવરની પસંદગી કરવાને બદલે મલ્ટિ કલરની ફ્લાવર રિંગ્સ પસંદ કરો. આ રિંગ્સ તમને કૂલ અને ક્લાસી લુક આપશે.
સિમ્પલ રિંગ
રોજિંદા રૂટિનમાં પહેરવા અત્યારે હેવી કરતાં સિમ્પલ રિંગ્સની બોલબાલા છે. તેથી બજારમાં હેવી કરતાં સિમ્પલ અને શોબર રિંગ્સની રેન્જ વધારે છે. મટીરિયલની વાત કરીએ તો યલો ગોલ્ડ, વ્હાઈટ ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમથી બનાવવામાં આવેલી રિંગ માનુનીઓની આંગળીની શોભા વધારી રહી છે. આ ઉપરાંત રોઝ ગોલ્ડનો ટ્રેન્ડ પણ આજકાલ વધ્યો છે. બજારમાં આજે રિંગ્સમાં કલર ઓપ્શન ઘણા છે.
હેવી લીફ રિંગ
પાર્ટી અને ફંક્શન માટે હેવી લીફ રિંગ્સ ઉત્તમ ઓપ્શન છે. આ ગોલ્ડ લીફ રિંગ્સ સાડી, ચોલીથી માંડી વનપીસ એમ દરેક આઉટફિટમાં આકર્ષક લાગે છે. તેને પ્રસંગોપાત પહેરવાથી તમારી શોભામાં અભિવૃદ્ધિ થશે. જોકે ડે-ટુડે રૂટિનમાં આ પ્રકારની રિંગ્સ પહેરવાનું ટાળવું જોઇએ.
મલ્ટિ કલર્ડ મિરર રિંગ
કોલેજ ગોઇંગ ગર્લ્સ અને અમુક યુવતીઓને સિંગલ અથવા વ્હાઈટ ડાયમંડ કરતાં મલ્ટિ કલર વધુ ગમતા હોય છે. મલ્ટિ કલર્ડથી આંગળી ભરેલી તો લાગે જ છે આ ઉપરાંત સામેની વ્યક્તિને ઊડીને આંખે વળગે છે. તે નાના નાના કલરફુલ ડાયમંડના સ્ટાર, રાઉન્ડ, આઉલ, હાર્ટ વગેરે શેપમાં મળે છે. મલ્ટિ કલર્ડ મિરર રિંગ હેવી આઉટફિટ સાથે વધુ શૂટ થાય છે.
ટુ ફિંગર રિંગ
આંગળી ભરાવદાર અને આકર્ષક લાગે એટલે ટુ ફિંગર રિંગ્સ પણ પ્રસંગોપાત પહેરવામાં આવે છે. આ રિંગ એક જ હોય છે, પરંતુ તેને બે આંગળીમાં પહેરવામાં આવે છે, જેથી બંને આંગળીઓ ભરાવદાર અને આકર્ષક લાગે છે. ટુ ફિંગર રિંગ્સમાં લીફથી માંડી ફ્લાવર, જ્યોમેટ્રિકલ, હાર્ટ એમ વિવિધ ડિઝાઇન ઉપલબ્ધ છે.


