આંદોલનકારી ખેડૂત મહિલાઓ ‘ટાઇમ’ના કવરપેજ પર

Sunday 14th March 2021 05:36 EDT
 
 

અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને તેના નવા અંકના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં જોડાયેલી મહિલાઓને સ્થાન આપ્યું છે. કવર પેજ પર આંદોલનકારી મહિલાઓની તસવીર સાથે લખ્યું છે કે, ભારતના ખેડૂતો વિરોધના મોરચે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો લગભગ ચાર મહિનાથી દિલ્હીની બોર્ડર્સ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. મેગેઝિને દિલ્હીની ટિકરી બોર્ડર પર ૨૦ મહિલાઓના એક સમૂહની તસવીર છાપી છે, જે ખેડૂત આંદોલનમાં સામેલ થવા આવી હતી. ‘ટાઈમ’ મેગેઝિને લેખમાં જણાવ્યું છે કે કેવી રીતે મહિલાઓ પણ વિરોધના મોરચે અડગ છે.




to the free, weekly Gujarat Samachar email newsletter