આઈલાઈનર લાંબો સમય ટકે એ માટે આટલું કરો

Monday 12th August 2019 05:18 EDT
 
 

મેક અપમાં આઈલાઈનર ખૂબ જ મહત્ત્વનો ભાગ ગણાય છે. આઇલાઇનર વગર છોકરીઓનો મેક અપ ફિકો લાગે છે. પાર્ટી, ફંક્શન્સ કે પછી કેઝ્યુઅલ લુકમાં મહિલાઓ કે યુવતીઓ પરફેક્ટ દેખાવ માટે આઇલાઇનર જરૂર લગાવે છે. ઘણી યુવતીઓ તો કાજળની જેમ જ આઇલાઇનર વગર ઘરની બહાર પણ નીકળતી નથી. જોકે યક્ષપ્રશ્ન એ રહે છે કે આઇલાઇનરને લાંબા સમય સુધી ટકાવી કેવી રીતે રાખવી? તો પ્રશ્ન માટે અહીં ટિપ્સ આપવામાં આવી છે. આઇલાઇનર લગાવતી વખતે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી આઇલાઇનર સ્પ્રેડ નહીં થાય અને લાંબો સમય રહેશે.

ફેસવોશ બાદ લાઈનર

આઈલાઈનર લગાવતાં પહેલાં ચહેરાને ફેસવોશથી સારી રીતે ધોઇ લો. એકદમ ક્લિન કરી લો. ફેસવોશ કરવાથી તમારી સ્કિન ઓઇલ ફ્રી થઇ જાય છે. આમ, જો તમે આઇલાઇનર કર્યાં પહેલા ફેસવોશ નથી કરતા તો આઇલાઇનર સ્પ્રેડ થઇ જઈ શકે છે. જો કે ઘણી માનુનીઓ આઇલાઇનર કરે ત્યારે તેઓ ફેસ ક્લિન કરતી નથી જે કારણોસર તેમની આઇલાઇનર ઝડપથી સ્પ્રેડ થઇ જાય છે અને ચહેરો પણ એકદમ ખરાબ લાગે છે.

પ્રાઇમરનો ઉપયોગ

આઇલાઇનર કરો એ પહેલાં હળવા હાથે પ્રાઇમર લગાવો. જો તમારી પાસે પ્રાઇમર ન હોય તો તમે મોઇશ્ચરાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રાઇમર અને મોઇશ્ચરાઇઝર આઇલાઇનરને ટકાવી રાખવા શ્રેષ્ઠ ઓપ્શન છે.

ફાઉન્ડેશન વાપરો

ફાઉન્ડેશનથી માત્ર લાઇનર જ નહીં પણ આઇશેડો અને બ્લશર પણ લાંબા સમય સુધી ટકી રહે છે. આમ, જો તમારી સ્કિન ઓઇલી છે તો તમારે ઓઇલ ફ્રી ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો. જો તમારી સ્કિન ડ્રાય છે તો તમે લાઇનર લગાવો તે પહેલા પ્રાઇમર લગાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે સમરમાં આઇલાઇનર લગાવતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખશો તો તમારી લાઇનર લાંબા સમય સુધી રહેશે અને તમારો ફેસ પણ સુદર લાગશે.

લેયર ઓછું

જો તમે આઇલાઇનરનું લેયર વધુ ઘટ્ટ પ્રમાણમાં લગાવો છો તો તેનો ફેલાવવાનો ડર વધે છે. બને ત્યાં સુધી આઇલાઇનરનું લેયર ઓછું કરો અને ડાર્ક આઇશેડો લગાવો. જો તમે ડાર્ક આઇશેડો લગાવો છો તો તમને તેનાથી હેવિ લુક મળશે અને લોંગ ટાઇમ સુધી લાઇનર લાગેલી પણ રહેશે. જો તમે લાઇનરને લાંબા સમય સુધી ટકાવી રાખવા ઇચ્છો છો તો મેક અપ સેટિંગ સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. આ સ્પ્રેનો ઉપયોગ જો તમે લાઇનર લગાવતા પહેલા કરો છો તો તમારી લાઇનર એકદમ મસ્ત લાગે છે અને તે લાંબા સમય સુધી સચવાઈ પણ રહે છે.

વોટરપ્રૂફ આઈલાઇનર

આઇલાઇનરને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આંખ ઉપર થોડો ટેલ્કમ પાઉડર લગાવો. ત્યારબાદ તેની ઉપર વોટરપ્રૂફ લાઈનર એપ્લાય કરી શકો. આમ જ્યારે લિક્વિડ લાઇનર સુકાઇ જાય પછી તેના પર હળવા હાથે ફરી થોડો પાઉડર લગાવો. જો તમે આ પ્રોસેસ આઇલાઇનર લગાવતા પહેલા કરશો તો તમારી લાઇનર એકદમ પરફેક્ટ થશે અને ફેલાવાનો ડર પણ રહેશે નહીં.

બદામથી આઈલાઈનર

ડ્રાય આઈલાઈનર હાલમાં ખૂબ જ ટ્રેન્ડી છે. સૂકામેવામાંથી બદામના અણીદાર ભાગને શેકીને કાળો કરી લો. એ ખૂણાવાળા ભાગથી જોઈએ એટલી જાડાઈમાં આઈ લાઈનર કરી શકો છો. જે સ્કિન ફ્રેન્ડલી આઈલાઈનર બની રહેશે. વળી આ આઈલાઈનર ડ્રાય અને મેટ લુક આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter