આઉટફિટ્સમાં ઇન છે ગ્રાફિક્સ પ્રિન્ટ

Wednesday 30th August 2017 07:40 EDT
 
 

આજકાલ વેસ્ટર્ન ટોપ, ટ્યુનિક, કુર્તી કે સ્કર્ટમાં ગ્રાફિક પ્રિન્ટ ખૂબ જ વપરાય છે. ગ્રાફિક પ્રિન્ટની ખાસિયત એ છે કે આ પ્રિન્ટ ધરાવતા સ્કર્ટ કે પેન્ટની સાથે એટલું જ પ્રિન્ટેડ શર્ટ, ટોપ કે બ્લાઉઝ પણ પહેરી શકો છો. જોકે ગ્રાફિક પ્રિન્ટ ધરાવતાં વસ્ત્રો પહેરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • ગ્રાફિક પ્રિન્ટ સાથે ખૂબ જ સિમ્પલ એસેસરીઝ પહેરો.
  • અહીં કોમ્બિનેશન શું કરવું એ ગ્રાફિક પ્રિન્ટ પર અવલંબે છે. બોલ્ડ પ્રિન્ટ સાથે કોન્ટ્રાસ્ટ અથવા પ્રિન્ટમાં જ વાપરવામાં આવ્યો હોય એવા રંગનું એક જ શેડનું સ્કર્ટ પહેરી શકો છો. આ સિવાય વન પીસ કેઝ્યુઅલ ડ્રેસ પણ આ પ્રિન્ટ્સમાં સારા લાગશે.
  • ઉપર નીચે બન્ને ગાર્મેન્ટનું કલર કોમ્બિનેશન એક જેવું હોવું જરૂરી છે, જેમ કે ગ્રીન કલરની ફ્લોરલ ડિઝાઇન ધરાવતું બ્લાઉઝ ગ્રીન પોલકા ડોટ્સ અથવા ગ્રીન સ્ટ્રાઇપ્સ ધરાવતાં સ્કર્ટ સાથે પહેરી શકાય. આમાં તમે ઇચ્છો તો એક જ કલરના વિવિધ શેડ્સનો ઉપયોગ કરી શકો છો.
  • એક વધુ પ્રયોગ તરીકે તમે ફ્લોરલ વિથ ફ્લોરલ, સ્ટ્રાઇપ્સ વિથ સ્ટ્રાઇપ્સ અથવા પોલકા ડોટ્સ વિથ પોલકા ડોટ્સ પણ અપનાવી શકો છો, પરંતુ એવું કરતી વખતે બન્ને ગાર્મેન્ટની પ્રિન્ટની સાઇઝ નાનીમોટી કરી દેવાનું ચૂકવું નહીં.
  • સ્કર્ટ અને ટોપ બન્ને મિક્સ ગ્રાફિક ડિઝાઇનવાળાં હોય ત્યારે એસેસરીઝનો ઉપયોગ બને એટલો ઓછો કરવો. વધુમાં વધુ ગળામાં એકાદ બોલ્ડ રંગનો નેકલેસ કે હાથમાં બોલ્ડ રંગનું ક્લચ રાખી શકાય, પરંતુ આ એસેસરી પણ વધુ ડિટેલિંગ વગરની બને એટલી પ્લેન હોય તો વધુ સારું.
  • જો તમે એકદમ શ્યોર ન હો તો બીજી બધી ગ્રાફિકલ ડિઝાઇન્સમાં પડવા કરતાં માત્ર ફ્લોરલ અને સ્ટ્રાઇપ્સને જ વળગી રહો. આ બન્નેનું કોમ્બિનેશન વેનિલા આઇસક્રીમ વિથ ચોકલેટ સોસ જેવું છે, જે ક્યારેય ખોટું પડતું નથી. એથી ફ્લોરલ ટોપ વિથ સ્ટ્રાઇપ સ્કર્ટ અથવા પેન્ટ કે પછી સ્ટ્રાઇપવાળા જમ્પ સૂટ સાથે ફ્લોરલ જેકેટનું કોમ્બિનેશન તમારા વીક-એન્ડ આઉટફિટ તરીકે બેસ્ટ રહેશે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter