ઇન્દ્રા નૂઈને ‘નેશનલ પોટ્રેટ ગેલેરી’માં સ્થાન

Wednesday 20th November 2019 06:46 EST
 

વોશિંગ્ટન: પેપ્સિકોનાં પૂર્વ વડાં ભારતીય અમેરિકન ઈન્દ્રા નૂઇ ઉં (૬૪)ને યુએસની પ્રતિષ્ઠિત નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સામેલ કરાયા છે. નૂઇને તેમની સિદ્ધિઓ, અમેરિકાનાં વિકાસ અને સંસ્કૃતિ પર તેમનાં પ્રભાવના કારણે આ ગેલેરીમાં સ્થાન મળ્યું છે. ગેલેરીમાં સ્થાન મેળવ્યા પછી નૂઇએ એક મુલાકાતમાં જણાવ્યું કે, એ મહત્ત્વનું નથી કે તમારો જન્મ ક્યાં થયો છે અને તમારો વારસો શું છે? મને લાગે છે કે જો તમે મહેનત કરો, તમે તમારા કામમાં સકારાત્મક યોગદાન આપો અને તમે ઇમાનદાર હો તો અમેરિકા તમને એ બનવાની તક આપે છે જે તમે બનવા માગો છો.
નૂઇને એમેઝોનનાં સ્થાપક જેફ બેઝોસ, ફ્રાન્સિસ આર્નોલ્ડ, લિન-મૈન્યુઅલ મિરાંડા અને ‘અર્થ, વિંડ એન્ડ ફાયર’ બેન્ડની સાથે પ્રતિષ્ઠિત નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સ્થાન મળ્યું છે. ગેલેરીમાં સમાવિષ્ટના નામ જાહેર થયા એ કાર્યક્રમમાં અમેરિકાનાં પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા અને પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન સહિતની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter