ઈન્ડિયન એથનિક સ્કર્ટ પણ બની શકે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ

Wednesday 31st July 2019 03:27 EDT
 
 

સ્કર્ટની ફેશન ક્યારેય જૂની થતી નથી. અલબત્ત, સ્કર્ટ એ આઉટફિટ છે કે ભારતમાં વર્ષોથી આ સ્ટાઈલ જુદા જુદા નામે પહેરાતી આવી છે. ચણિયા, ઘાઘરા, શરારા, હરિયાણવી દામણની સિલાઈ જોશો તો તેની અને સ્કર્ટની સિલાઈમાં બહુ ફરક નહીં લાગે. આ પ્રમાણે દરેક મહિલા અને યુવતી પાસે સ્કર્ટ પ્રકારનું કોઈ કપડું તો હોય જ. આ એથનિક ચણિયા કે સ્કર્ટ જો જૂના લાગતા હોય તો તેને નવું સ્ટાઇલિશ લુક આપી શકાય છે. ટ્રેડિશનલ ઇન્ડિયન સ્કર્ટ બ્રોકેડ પ્રિન્ટસ, બ્લોક પ્રિન્ટ અને સિલ્ક મટીરિયલમાં આવે છે જે પહેરવાથી રિચ અને ક્લાસી લુક મળે છે, પરંતુ સ્કર્ટ હંમેશા ટોપ સાથે જ પહેરો એ જરૂરી નથી. તમે એ અનેક રીતે પહેરી શકો છો. એમાંય મિક્સ એન્ડ મેચ લેટેસ્ટ ટ્રેન્ડ છે. તમે ટ્રેડિશનલ સ્કર્ટને તમારા મોડર્ન ટોપ સાથે પણ પહેરી શકો છો.

શર્ટ શ્રેષ્ઠ વિકલ્પ

ટ્રેડિશનલ સ્કર્ટને સિલ્ક શર્ટ, ચોકર, સિલ્ક ટ્યુનિક સાથે પહેરીને ઇન્ડો-વેસ્ટર્ન લુક સાથે સાથે પાર્ટી લુક મેળવી શકો છો. તમે ઓફિસમાં સ્કર્ટ પહેરવાનું વિચારતા હો તો એની સાથે પ્લેન શર્ટ વિચારી જુઓ. શર્ટ માત્ર ડેનિમ અને બ્લેઝર માટે જ નથી. શર્ટ દરેકને દરેક આઉટફિટ સાથે શોભે છે. બ્રાઇટ પ્રિન્ટેડ સ્કર્ટ સાથે પ્લેન શર્ટ પહેરી જુઓ તમે કેટલી સહેલાઈથી ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલ મેળવી શકો છો. લુક નિખારવા સાથે બ્રાઇટ સ્કાર્ફ કે સ્ટોલ રાખો.

એસિમેટ્રિકલ ટોપ

તમે જીન્સ સાથે જે એસિમેટ્રિકલ ટોપ પહેરતાં હો એ સ્કર્ટ સાથે પહેરો. એનાથી તમે ઇન્ડો વેસ્ટર્ન લુક મેળવશો. જો તમારી પાસે એસિમેટ્રિકલ ટોપ ન હોય તો ઓવર સાઇઝ ટોપ પણ સ્કર્ટ સાથે પહેરી શકાય.

કુર્તા

કુર્તા અને સ્કર્ટનું કોમ્બિનેશન અત્યારે ઈન ટ્રેન્ડ છે. સ્કર્ટ સાથે કુર્તા ખરેખર સરસ લાગે છે. સ્કર્ટ કુર્તા સાથે હાઈ બન હેરસ્ટાઇલ, ચન્કી ચાંદબાલી અને હેવી આઇ મેકઅપ કરીને જુઓ બધાંની નજર તમારા પર જ હશે.

ઓફ શોલ્ડર ટોપ્સ

ઓફ શોલ્ડર ટોપ્સ સદાબહાર છે. સ્કર્ટ સાથે ઓફ શોલ્ડર ટોપ બોલ્ડ, સ્ટાઇલિશ અને મોડર્ન લુક આપે છે. એ તમે જીન્સ, પેન્ટસ કે સ્કર્ટસ સાથે પહેરી શકો છો.

ક્રોપ ટોપ-કેપ ટોપ

ટ્રેડિશનલ ચણિયા કે સ્કર્ટ સાથે ક્રોપ ટોપ બહુ સરસ લાગે છે. એની સાથે સ્ટેટમેન્ટ નેકપીસ અથવા બેલ્ટ પહેરો. એ જ રીતે સ્કર્ટ સાથે કેપ ટોપ પહેરવાથી પણ ઇન્ડો-વેસ્ટર્ન લુક મળશે.

જેકેટ-શ્રગ

પોલિશ્ડ અને સોફિસ્ટિકેટેડ ટ્રેડિશનલ સ્કર્ટ લુક માટે સ્કર્ટ સાથે જેકેટ અથવા શ્રગ પહેરી શકાય છે. ક્રોપ ટોપ સાથે ફંકી સિકવન શ્રગ અને જેકેટ પણ સારાં લાગે છે. આ ઉપરાંત સ્કર્ટ સાથે પેપલમ ટોપ, લેસી ટોપ્સ, પોન્ચો, ટી શર્ટ પણ પહેરી શકાય.

બ્લાઉઝ

જો તમે લગ્ન કે ટ્રેડિશનલ અવસરે એથનિક સ્કર્ટ પહેરતાં હો તો એની સાથે બ્લાઉઝ સારા લાગશે. લોંગ સ્લીવ્ઝથી માંડી સ્લીવલેસ, હાઇનેક, બોટ નેક, બેક લેસ, સ્ટ્રેપલે બ્લાઉઝીસ પહેરી શકાય. તમે અલગ ફેબ્રિક પણ પસંદ કરી શકો. ટીશ્યુ, ટસર સિલ્ક, બ્રોકેડ અને નેટેડ બ્લાઉઝ સ્કર્ટ સાથે સારા લાગે છે.

એક્સેસરીઝ

એક્સેસરીઝ કોઈ પણ લુકને કમ્પિલટ કરે છે. દા.ત. ચન્કી ઇઅરીંગ્સથી માંડી બેલ્ટ, સ્કાર્ફ, કલચ, ટ્રેડિશનલ સ્કર્ટને સ્ટાઇલ કરવા માટે તમને ઘણી એક્સેસરીઝ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter