એજિંગ સાઇન હટાવો, તમે નક્કી કરો ઉંમર!

Wednesday 08th April 2026 09:58 EDT
 
 

દ૨ વર્ષે જન્મદિવસ સાથે ઉમર વધે છે, પણ શું તમે હું ક્યારે વિચાર્યું છે કે તમારો ચહેરો આ ઉમરને કેટલી રીતે દર્શાવે છે? ફાઈન લાઈન, રિન્કલસ એ બધું ‘એજિંગ સાઈન’ તરીકે ઓળખાય છે. એજિંગ એ કુદરતી પ્રક્રિયા છે, પણ તેની અસર સમય પહેલા દેખાય તે માટે આપણે જવાબદાર છીએ. કુદરતી ઉપાયથી, જીવનશૈલીમાં થોડો ફેરફાર લાવીને આપણે ત્વચાને લાંબા સમય સુધી તાજી અને લચીલી રાખી શકીએ.
શું આપણી પાસે કોઈ કુદરતી ઉપાય છે કે જે આ સંકેતોને ધીમા પાડી શકે? જવાબ છે - હા!
1) ત્વચાનો ખોરાક: દિવસમાં ઓછામાં ઓછા 7-8 ગ્લાસ પાણી ત્વચાને હાઈડ્રેટ રાખે છે. ફળો અને શાકભાજી જેવા એન્ટી ઓક્સિડન્ટ્સ યુક્ત ખોરાક ત્વચાની ઉર્જાને જાળવી રાખે છે.
2) સૂર્યપ્રકાશથી બચાવઃ ખરાબ UV રેઈઝ સુંદર ત્વચાની યુવાની ખાઈ જાય છે! SPF 30 સનસ્ક્રીન દરરોજ લગાવવું ખૂબ જરૂરી છે. ભલે ઘરમાં જ રહેતા હો. અને હા, ઘરની બહાર જાઓ ત્યારે ચહેરાને સ્કાર્ફ કે હેટ વડે અવશ્ય ઢાંકવો.
3) ત્વચા માટે માસ્કઃ હળદર વત્તા દૂધ વત્તા મધ ચહેરાને આગવો નિખાર આપે છે અને સ્કિનને યુવાન રાખે છે. પપૈયું મેશ કરીને લીમડાની પેસ્ટ સાથે લગાવવાથી સ્કિન ટાઈટ બને છે.
4) ઊંઘઃ સૌથી સસ્તું એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ!: દરરોજ 7-8 કલાકની ઊંઘ ત્વચાના રીપેર માટે અતિ જરૂરી છે. ત્વચાને સુંદર અને તરોતાજા રાખવાનો આ સૌથી સસ્તો, પણ બહુ જ અસરકારક ઉપાય છે.
5) સ્ટ્રેસ મેનેજમેન્ટ: હંમેશા યાદ રાખો કે તણાવયુક્ત કે મૂંઝાતાં મન સાથે ચહેરો પણ થાકે છે. યોગ, પ્રાણાયામ અને ત્રાટક મન અને ત્વચા બંને માટે સારા છે. આને તમારી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવો.

શું આ સવાલો તમારા મનમાં છે?

સવાલ: ચહેરો ખૂબ જ ડ્રાય લાગે છે. શું એ પણ એજિંગનું લક્ષણ હોઈ શકે?
ઉત્તર: ઉમર વધવાથી ત્વચાની નમણાશ ઘટે છે. બદામ તેલથી રાત્રે હળવો મસાજ કરવો અને ઓટમિલ પેક વાપરવો ફાયદાકારક રહેશે.
સવાલ: ક્યાં ઉમરે એજિંગ સાઈન જોવા મળે છે?
ઉત્તર: જમવાની, ઊંઘની અને સ્કિન કેરની આદત પર આધાર રાખે છે. કેટલીક સ્ત્રીઓમાં 30 વર્ષની વય પછી
ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે, પણ યોગ્ય કાળજીથી આ પ્રોસેસ ધીમી થઈ શકે છે.
સવાલ: ઘણી વાર મોંઘી ક્રીમથી પણ કોઈ પરિણામ નથી મળતું, કેમ?
ઉત્તર: સૌંદર્ય માત્ર બહારથી નહીં, અંદરથી પણ આવે છે. ઉનાળામાં પાણીનું પ્રમાણ ઘટવું, ઓછી ઊંઘ કે તણાવ આ બધું અસર કરે છે. મોંઘી ક્રીમથી એટલે પરિણામ નથી મળતું. અને હંમેશા યાદ રાખો કે કોઇ વસ્તુ મોંઘી હોય એટલે તે સારી જ હોય તેવું જરૂરી નથી. હંમેશા ગુણવત્તાને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ પસંદ કરો.

અજમાવો 7-દિવસની નેચરલ
એન્ટી-એજિંગ સ્કિન કેર ચેલેન્જ

દિવસ 1: ત્વચાની સ્વચ્છતા
• સવારે નવશેકા પાણીથી ચહેરો ધોવો. • રાત્રે ઘઉંનો લોટ અને દૂધ વડે સ્ક્રબ કરો. • દહીં અને મધનો માસ્ક 15 મિનિટ લગાવો. • દિવસ દરમિયાન ગુલાબજળ લગાવો.
દિવસ 2: હાઇડ્રેશન દિવસ
• 8 ગ્લાસ પાણી પીઓ. • તરબૂચ, કાકડી, પપૈયું ખાઓ. • રાત્રે નાળિયેર તેલથી મસાજ કરો. • દિવસ દરમિયાન લીંબુવાળું ટોનર વાપરો.
દિવસ 3: એન્ટી-એજિંગ ફેસ માસ્ક
• પાકેલું પપૈયું, હળદર અને દૂધનો પેક ચહેરા પર લગાવો. • આંખોની આસપાસ આલ્મન્ડ ઓઈલથી મસાજ કરો.
દિવસ 4: ડીટોક્સ ડે
• ખાલી પેટે લીંબુ અને મધવાળું પાણી લો.
• ગ્રીન ટી પીઓ. • યોગ અથવા ધ્યાન કરો.
દિવસ 5: સૂતા વખતે કાળજી
• રાત્રે દૂધ અને મધવાળું માસ્ક લગાવો.
• ઓછામાં ઓછા 7-8કલાક ઊંઘ લો. • સુતાં પહેલાં મોબાઇલ દૂર રાખો.
દિવસ 6: સ્ટ્રેસ ફ્રી સ્કિન
• પ્રાણાયામ કરો. • 15 મિનિટ મૌન રાખો.
• મનગમતા ગીતો સાંભળો.
દિવસ 7: ત્વચાનું આત્મદર્શન
• જૂનો ફોટો લો અને આજના ચહેરા સાથે સરખામણી કરી જુઓ... ફરક તમને સમજાઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter