એવરગ્રીન આઉટફિટ મેક્સી ડ્રેસ

Tuesday 05th June 2018 08:07 EDT
 
 

સામાન્ય રીતે દરેક મહિલાને સૂટ કરતો હોય તેવો ડ્રેસ હોય તો તે છે મેક્સી ડ્રેસ. નાની બાળકીથી લઈને યુવતીઓ અને મહિલાઓને આ ડ્રેસ જચે છે. આજકાલ મેક્સી ડ્રેસમાં પણ અનેક સ્ટાઈલ જોવા મળે છે. જેમકે એ લાઈન, અનારકલી, સ્ટ્રેટ, ફિશ કટ વગેરે વગેરે. મેક્સી ડ્રેસ ફિટિંગવાળો પણ ઘણી યુવતીઓ અને મહિલાઓ પહેરે છે અને કેટલીક સ્ત્રીઓ ફિટિંગ વગરનો પણ મેક્સી ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. મેક્સી ડ્રેસ સામાન્ય રીતે ઘૂંટી સુધીની લંબાઈ ધરાવતા હોય છે. તે ટ્રેડિશનલ લુક પણ આપે છે અને તે સ્ટાઈલિશ વેસ્ટર્ન લૂક પણ આપી શકે. મેક્સી ડ્રેસને પ્રસંગ પ્રમાણે પહેરવા માટે તેનું કાપડ કેવું સિલેક્ટ કરો છો તેના પર મુખ્ય આધાર રહે છે. જોકે સામાન્ય રીતે તમે લાંબો મેક્સી ડ્રેસ એવો પસંદ કરો કે જે તમારા ફિગર પર બરાબર ફિટ બેસે. તેનાથી તમારી પર્સનાલિટીમાં ઘણો નિખાર આવશે. સ્પેશ્યલી થાઇસ અને હિપ્સ પાસે અને કમરના ભાગ પાસે ડ્રેસ થોડો લુઝ હોવો જોઈએ. મેક્સી ડ્રેસ અને તેની સાથે પહેરી શકાય એવી એક્સેસરીઝ વિશે અહીં કેટલીક ટિપ્સ આપી છે તે જાણી લો.

મેક્સી ડ્રેસમાં પણ બીજા ડ્રેસિસની જેમ જ અનેક નેક પેટર્નના વિકલ્પો મળી રહે છે. સ્ટ્રેટ નેક લાઇન સાથે ખભા પર પાતળી પટ્ટીઓ હોય એવી મેક્સી કોઈ પણ મહિલાને સારી લાગશે. મેક્સી ડ્રેસ પાતળી પટ્ટીવાળો અથવા સ્લીવલેસ હોય તો તે સારું ફિગર ધરાવતી મહિલાઓને વધુ જચે છે. આ સિવાય હોલ્ટર નેક પણ મેક્સીમાં ઇનટ્રેન્ડ છે. ડીપ વી નેક કે ઓવરલેપ પેટર્ન પણ આમાં સારી લાગે છે.

ફેબ્રિક કલર અને પ્રિન્ટ

કોટન, મલમલ અને સિલ્ક મટીરિયલ મેક્સી ડ્રેસ માટે બેસ્ટ વિકલ્પો છે. આ સિવાય જો કમ્ફર્ટેબલ લાગે તો જ્યોર્જેટ અને શિફોનમાં અંદર અસ્તર નાખીને મેક્સી ડ્રેસ બનાવડાવી શકાય. મેક્સી ડ્રેસમાં પ્રિન્ટની પસંદગી ફિગર પ્રમાણે કરી શકાય. પાતળું ફિગર હોય ત્યારે થોડી બોલ્ડ પ્રિન્ટ પણ પહેરી શકાય. પાતળા ફિગર પર ડાર્ક ન્યુટ્રલ કલર્સ સારા લાગશે. જેમકે બ્લેક, ચોકલેટ બ્રાઉન, ડીપ પ્લમ અને ગ્રીન વગેરે. આડી પટ્ટીઓ પણ પાતળી ફિગર પર સારી લાગશે. ટ્રાઇબલ, ફ્લોરલ પિકોક, મેંગો, પોલકા ડોટ્સ પ્રિન્ટ પણ આજકાલ મેક્સીમાં ઇન છે.

પગરખાંની પસંદગી

લાંબી યુવતી કે સ્ત્રી હોય તો કમ્ફર્ટેબલ મેક્સી અને એટલા જ આરામદાયક એવા ફ્લેટ ચંપલ અથવા સેન્ડલ તેની સાથે પહેરવા બેસ્ટ રહેશે અને જો હાઇટ થોડી ઓછી હોય તો મેક્સી ડ્રેસમાં ઊંચી હીલ પહેરવી જરૂરી છે નહીં તો હાઇટ વધુ નાની લાગશે.

એક્સેસરીઝ

મોતી, બીડેડ અથવા હેવિ ગોલ્ડ નેકલેસ ઓપન નેકવાળી મેક્સી ડ્રેસ પર સુંદર લાગશે. આ સિવાય બીડેડ બ્રેસલેટ્સ પણ કેરી કરી શકાય. કેટલાક મેક્સી ડ્રેસ પર બેલ્ટ સારો લાગે છે, પણ પાતળો. જીન્સની કે રફટફ લુક આપતી મેક્સી પર તમે જાડો બેલ્ટ પણ પહેરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter