ઓઈલી સ્કીન પર ગુણકારી મધ અને ચંદન

Wednesday 03rd May 2017 10:20 EDT
 
 

ઓઈલી સ્કીન ધરાવતા ચહેરાને સાફ કરવા માટે હંમેશાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહે છે. ઓઈલી સ્કીનના લીધે તમે ચહેરા પર કોઈ સારી ફેસ ક્રીમનો ઉપયોગ પણ કરી શકતા નથી કે મેકઅપ પણ કરી શકતા નથી. જોકે તમારા ચહેરાનું ઓઈલ બેલેન્સ કરવા માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે તે ફોલો કરીને તમે ધીરેધીરે ઓઈલી સ્કીનમાં સુધારો લાવી શકો છો.

પાઉડરનો ઉપયોગ

જો તમારી સ્કીન ઓઈલી હોય તો ફેસ પાઉડર, કોમ્પેકનો ઉપયોગ એવી રીતે કરો કે જેથી તે તમારી સ્કીનમાં ઉતરી જાય અને સ્કીનને ડ્રાય જ દેખાડે. જોકે સારી કંપનીનાં પાઉડર બેઝ ફાઉન્ડેશન, કોમ્પેકનો જ ઉપયોગ કરવો જોઈએ.

પ્રાકૃતિક ઉપાય મધ

મધ એક પ્રાકૃતિક એન્ટીઓક્સીડેન્ટ છે તેને કારણે ચહેરાના નાના મોટા ઈન્ફેક્શન મટાડી શકાય છે. ઓઈલી સ્કીન પર ખીલની સમસ્યા વિશેષ રહે છે. પિંપ્લ્સથી બચવા તમે મધનો ઉપયોગ કરી શકો છો. ઓઈલી સ્કીન હોય ને સનબર્ન થયું હોય તો મધને મુલતાની માટી સાથે મેળવીને તે જગ્યા પર લગાવો. પેક સુકાઈ જાય પછી ઠંડા પાણીથી દોઈ નાંખો. ઓઈલી હોય સ્કીન પર મધ અને દૂધને મિક્સ કરી નિયમિત ચહેરા પર લગાવવાથી ફાયદો થશે.

ચંદનનો ઉપયોગ

ઓઈલી સ્કીન પર ચંદન પણ ગુણકારી રહે છે. તેમાં મુલતાની માટી અને હળદરથી લેપ બને તો સ્કીન વધુ નિખરે છે. ચંદન, હળદર અને મુલતાની મિશ્રિત લેપ બનાવવા માટે આ ત્રણેય વસ્તુઓ એક એક ચમચી લો અને એક બાઉલમાં મિક્સ કરો. તેમાં થોડું દૂધ ભેળવીને ઘાટી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર ૧૦થી ૨૦ મિનિટ સુધી લગાવી રાખો. એ પછી જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરા પર થોડું પાણી લગાવો અને ફેસપેકને આંગળીથી ઓવલ શેપમાં ઘસો. ત્રણેક મિનિટ સુધી ચહેરા પર મસાજ કરીને ચહેરાને પાણીથી ધોઈ લો. તમે આ ફેસ પેકને સપ્તાહમાં એક વખત લગાવી શકો છો. ઓઈલી સ્કીન માટે ચંદન અને મુલતાની માટી પાઉડર ઘણા જ સારા માનવામાં આવે છે. કારણ કે, આ ચહેરા પરના તેલને શોષી લે છે અને તેને ઓઈલી થવા દેતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter