ઋતુ બદલાય એ મુજબ આપણે શિયાળામાં ગરમ અને ઉનાળામાં કોટન કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ. આ એક સ્વાભાવિક ટ્રેન્ડ છે. ફેશન અને ટ્રેન્ડ ફોલો કરતી વખતે આપણે આઉટફિટ પર તો પૂરતું ધ્યાન આપીએ જ છીએ, પરંતુ ઘણી વખત ફૂટવેર ઉપર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. એના લીધે આપણો સમગ્ર લુક બગડી જાય છે.
આથી હંમેશા યાદ રાખવું રહ્યું કે આઉટફિટની જેમ ફૂટવેર પણ આપણા કમ્પલીટ લુકનો મહત્ત્વનો ભાગ છે, તેથી જેટલું આઉટફિટ પર ધ્યાન આપીએ છીએ એટલું ફૂટવર પર આપવું જરૂરી છે. આપણે જે પ્રકારે સિઝન અને ટ્રેન્ડ અનુસાર ફેશનેબલ અને ટ્રેન્ડી આઉટફિટ પસંદ કરીએ છીએ એ જ રીતે ફૂટવેરની પસંદગી પણ કરવી જોઈએ. તો આવો, આજે આપણે જાણીએ ફેશનેબલ અને કમ્ફર્ટેબલ ફૂટવેર અંગે...
સ્નીકર્સ
સમરમાં સ્નીકર્સ બેસ્ટ રહેશે. આ એવા ફૂટવેર છે જે ક્યારેય આઉટ ઓફ ડેટ થતા નથી. સમર ઉપરાંત વિન્ટરમાં પણ તેને કેરી કરી શકાય છે. હાઈ હિલ્સથી લઈને ડેનિમ સ્નીકર્સ બજારમાં સરળતાથી અવેલેબલ છે. સ્નીકર્સ કોઈ પણ આઉટફિટ સાથે ફૂલ લુક આપવાનું કામ કરશે. તેને ફ્રોકથી લઈને સ્કર્ટ અને જીન્સ ઉપરાંત કેપ્રી સાથે પણ કૅરી કરી શકાય છે.
લેધર ફૂટવેર
લેધર ફુટવેર આરામદાયક અને હલકાં હોય છે. ગરમીમાં તમે કોલ્હાપુરી ચંપલ અથવા સેન્ડલ પહેરી શકો છો. તે ટ્રેન્ડી તો છે જ સાથે આરામદાયક પણ છે. તેને જીન્સ અને કુરતાની સાથે પેર કરી શકો છો. આ તમારા લુકને બિલકુલ પરફેક્ટ બનાવવાનું કામ કરે છે.
મોજડી
જ્યારે તમે એથનિક સ્ટાઇલના આઉટફિટ પહેરી રહ્યા હોવ તો એની સાથે મોજડી પહેરો. મોજડી ઓવરઓલ લુકને બ્યૂટીફૂલ બનાવવાનું, તમારા વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે. મોજડીની ખાસિયત એ છે કે તમે એને વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ પહેરી શકો છો. મોજડીમાં સિમ્પલ અને એમ્બ્રોઇડરી એમ અનેક વેરાઈટી ઉપલબ્ધ છે.
ફલેટ્સ
જો ગરમીના દિવસો હોય તો ફ્લેટ્સ સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગરમીમાં પરસેવાના કારણે ફંગલ ઇન્ફેક્શનનો ભય રહે છે. આવા સમયે ઓપન ફૂટવેર પહેરવાથી ફાયદો થાય છે. ઘણા લોકોને ગરમીમાં પરસેવાના કારણે પગમાંથી સ્મેલ આવતી હોય છે. આવું ન થાય એટલે ફ્લેટ્સ ટ્રાય કરી શકાય છે. ફ્લેટ્સ વન ટો, ઓપન ટો એમ અનેક ડિઝાઈનમાં મળી જશે. આ પ્રકારના ફૂટવેર દરેક આઉટફિટ સાથે ટ્રાય કરી શકાય છે.
ગરમીમાં તમે ફ્લેટ્સ ઉપરાંત તમે સેન્ડલ્સ, લેધર ચંપલ, રાજસ્થાની ચંપલ, મ્યૂલ્સ, ફિલપ ફ્લોપ પહેરી શકો છો.


