ન્યૂયોર્ક: કાર્મેન ડેલ ઓરેફિસ વિશ્વની સૌથી વૃદ્ધ સુપરમોડેલ છે. 1945માં 14 વર્ષની વયે મોડેલિંગ કારકિર્દી શરૂ કરનાર કાર્મેન એટલી લોકપ્રિયતા મેળવી કે માત્ર એક વર્ષ પછી 1946માં 15 વર્ષની ઉંમરે ‘વોગ’ મેગેઝિનના કવર પર તસવીર છપાઈ હતી. 2023માં 91 વર્ષની વયે ‘વોગ’ની ચેક એડિશનના કવર પર જોવા ચમક્યા હતાં. 94 વર્ષની ઉમરે પણ ફેશનની દુનિયામાં સક્રિય છે. તાજેતરમાં તેનું નામ ફરીથી ચર્ચામાં છે. કારણઃ ફોટોગ્રાફર ફાદિલ બેરીશાએ તેમના પર એક પુસ્તક ‘કાર્મેન ડેલ ઓરેફિસઃ ધ અલ્ટીમેટ રોલ મોડેલ’ પ્રકાશિત કર્યું છે.
મોડેલિંગમાં 80 વર્ષથી સક્રિય કાર્મેનની સાથે ફાદિલ બેરીશા 30 વર્ષથી કામ કરે છે. કાર્મેન કહે છે કે તેણે તેની કારકિર્દી દરમિયાન ઘણા પ્રખ્યાત ફોટોગ્રાફરો સાથે કામ કર્યું છે, પરંતુ તેને સાચી ઓળખ ફાદિલ સાથે કામ કર્યું ત્યારે મળી. અન્ય ફોટોગ્રાફર મને પોતાના નિર્દેશના દાયરામાં રાખતા હતા પણ ફાદિલે મને ક્યારેય બદલવાનો પ્રયાસ કર્યો નહીં. કાર્મેનના મેનહટનસ્થિત ઘરમાં ફોન નહોતો. પરિણામે તેનો સ્ટાફ ચાર માળની સીડી ચઢીને બોલાવતો હતો. આ દિવસોમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં ટીનેજર માટે આટલી ઝડપી લોકપ્રિયતા સામાન્ય વાત નહોતી.
કાર્મેનનો જીવનમંત્ર
કાર્મેન માને છે કે સફળતાની ચાવી કામ કરતા રહેવું છે. ‘હું જે છું તે છું. હું જીવવા પ્રયાસ કરું છું. મારી ઉંમર છુપાવતી નથી. હું પહેલા જે મોડેલ હતી તેના પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ આજે હું જે વ્યક્તિ છું તેના પર ધ્યાન કેન્દ્રિત કરું છું. કાર્મેન કહ્યું keep on keeping on. એટલે કે ચાલતા રહો.
હંસ જેવી મુદ્રા આગવી ઓળખ
કાર્મેને તેના માતાપિતાને આર્થિક રીતે મદદ કરવા માટે મોડેલિંગ શરૂ કરવાનું નક્કી કર્યું. ડિસેમ્બર 1946માં ‘વોગ’ના કવર પર તેની હંસ જેવી મુદ્રાએ ખાસ ઓળખ અપાવી.


