દરેક વ્યક્તિને પોતાનું ઘર અન્ય કરતાં સુંદર અને ડિફરન્ટ લાગે એવી અભિલાષા હોય છે. એ માટે હવે શોપીસનો ટ્રેન્ડ વધ્યો છે. એમાં કેવા પ્રકારના શોપીસ ખરીદવા એને લઈને કયારેક આપણે કન્ફ્યુઝ થઇ જઈએ છીએ, જે અંગે વાત કરીએ.
• વોલ માસ્ક
વિશ્વમાં વિવિધ સંસ્કૃતિઓ છે, તેની સાથે જોડાયેલી અનેક લોકકથાઓ છે. જેને ધ્યાનમાં લઇને વિવિધ પ્રકારનાં વોલ માસ્ક બનાવવામાં આવે છે. આ માસ્ક વૂડનના, પ્લાસ્ટર ઓફ પેરિસ કે ધાતુમાંથી બનેલાં હોય છે. એમાંથી તમને જે પ્રકારનાં માસ્ક ગમતાં હોય એની પસંદગી કરો.
• ગ્રામોફોન
ઘરની સજાવટ માટે ગ્રામોફોન એન્ટિક શોપીસ છે, તેને લિવિંગ રૂમમાં મૂકી શકાય. ગ્રામોફોન વિશ્વભરના એન્ટિક સ્ટોર્સમાં મળી જશે. એમાં ચાલુ કન્ડિશનમાં પણ ગ્રામોફોન મળી જશે.
• વોલ પ્લાન્ટ્સ
જે લોકો પર્યાવરણપ્રેમીઓ છે તેમના માટે વોલ પ્લાન્ટ્સ આધુનિક શોપીસ તો છે જ સાથોસાથ તેનાથી કુદરત માટે કંઇક કર્યાનો સંતોષ પણ મળી રહેશે. લિવિંગરૂમ અને બેડરૂમમાં મૂકી શકાય એવા નાના-મોટા અનેક વોલ પ્લાન્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે. એમાંથી તમારા ઘરનું વાતાવરણ કૂલ રહેશે અને આકર્ષક લુક પણ મળશે. લીલાછમ પ્લાન્ટ્સ તમારા રૂમનો નજારો બદલી નાંખશે.