ચહેરા પરના ડાઘને છુપાવવા આ રીતે કરો મેક અપ

Wednesday 02nd August 2017 06:07 EDT
 
 

ઘણી વખત વાગ્યું હોય એના કારણે કે રોજિંદી કેર ન થઈ શકતી હોય તેના કારણે ચહેરા ઉપર ડાઘ પડી જાય છે. ખાસ કરીને કોઈ ખાસ પ્રસંગે આ ડાઘ ચહેરાની સુંદરતાને જાણે ગ્રહણ સમાન લાગે છે. ઘાનું નિશાન, દાઝ્‍યાનું નિશાન, આંખો નીચેના કાળા કુંડાળા અથવા તો ચહેરા પર કાળા ડાઘ વગેરે છુપાઈ જાય એ માટે અહીં કેટલીક મેક અપ ટિપ્સ આપવામાં આવી છે જેનાથી આ પ્રકારના ડાઘને વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો દ્વારા છુપાવી કોઈપણ સ્ત્રી પોતાના સૌંદર્યમાં નિખાર લાવી શકે છે.

  • ચહેરાના ડાઘને છુપાવવા માટે મેક અપ કરતાં પહેલા ક્‍લિન્‍ઝિંગ મિલ્‍કથી સાફ કરો. આ પછી ઈરેસ ક્રિમ કવરને ચહેરા પર લગાવો. ચહેરા તથા ગરદન, ગળા પર જયાં જયાં ડાઘ હોય ત્‍યાં ત્‍યાં કાળજીપૂર્વક ઈરેસ ક્રીમ લગાવો. તેને બરાબર ફેલાવી દો. ઈરેસ ક્રિમ કવરથી ડાઘ ઢંકાઈ જાય છે.
  • આ પછી ચહેરાની ત્‍વચાથી એક શેડ ઘેરા રંગનું ફાઉન્‍ડેશન ચહેરા પર લગાવો અને તેને સમગ્ર ચહેરા પર બરાબર એકસરખું ફેલાવી દો.
  • ચહેરાની ઉપર બ્‍લશર લગાડતાં પહેલાં એ બરાબર ધ્‍યાન રાખો કે, તેનો શેડ ઘેરા રંગનો હોય. જો ચહેરા પર લાગેલા ઘા કે બીજા કોઈ નિશાન ભુરા કે કથ્થઈ રંગના હોય તો તેના ઉપર ઘેરા રંગના શેડના જ બ્‍લશરનો ઉપયોગ કરવો.
  • ચહેરાનો પ્રવાહી મેક અપ થોડો ઘેરો હોવાના હોવાના કારણે લિપસ્‍ટિક આછા શેડની પસંદ કરીને લગાવો અને આંખોનો મેક અપ પણ આછો જ કરો. વધુ ડાર્ક નહીં જેથી મેક અપ ઊઘડી નહીં આવે અને વધુ પડતો નહીં દેખાય.
  • જો તમારી આંખોની નીચે કાળા કુંડાળા થઈ ગયા હોય તો મેક અપ કરતાં પહેલા આઈક્રેયોન સ્‍ટિકને આંગળીથી આંખની નીચેનાં કાળાં નિશાન ઉપર હળવે હળવેથી લગાવો. આ લગાવવાથી આંખો નીચેનાં કાળા નિશાન ઢંકાઈ જાય છે.
  • ક્રેયોન પેન્સિલનો ઉપયોગ તમે કપાળમાં પડી ગયેલી રેખાઓ સંતાડવા માટે કે ચહેરા પરની કરચલીઓને ઢાંકવા માટે પણ કરી શકો છો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter