ચહેરાને સૂટ થાય એવા સનગ્લાસ પસંદ કરો

Friday 10th May 2019 05:11 EDT
 
 

પોલ્યુશન ભરેલી જિંદગીમાં તમારી આંખોનું ગ્લેરથી રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. આંખોને રક્ષણ મળી રહે અને કચરો નુકસાન કરી ન કરે તે માટે કેટલાય પ્રકારના ગ્લાસિસિ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો તમે નોકરી કરતા હો તો તમારે નુકસાનકર્તા યુવી કિરણોને ફિલ્ટર કરે એવા સનગ્લાસિસ પસંદ કરવા આવશ્યક છે. જોકે કેટલાક લોકો સ્ટાઇલ માટે તો કેટલાક પોતાના કાર્યસ્થળના હિસાબે આંખોને સુરક્ષિત રાખવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે લોકો કોઈ શોપમાં બેથી ત્રણ ફ્રેમ પહેરીને જે ગમી જાય એ ચશ્મા પસંદ કરે છે પરંતુ તમારા ચહેરાના આકાર પ્રમાણે ચશ્મા પસંદ કરો તો તમારું લૂક સુંદર લાગશે.

જેમનો ચહેરો ગોળ હોય એણે એવા સનગ્લાસ પસંદ કરવા જોઇએ જે ચહેરાના ગોળાકારને ઢાંકતા હોય નહીં કે એ ચહેરાની બહાર નીકળ્યા હોય.

ટૂંકમાં લમણાથી અંદર ફ્રેમ રહેતી હોય તેવા ચશ્મા પસંદ કરવા નહીં. એ જ રીતે જે યુવતીનો ચહેરો નાનો હોય એણે મોટી ફ્રેમના ગોગલ્સ બિલકુલ પહેરવા ન જોઇએ કારણ કે એનાથી એનો આખો ચહેરો ઢંકાઇ શકે છે. લાંબા ચહેરા પર એવિએટર વધારે આકર્ષક લાગે છે.

અંડાકાર ચહેરો

જો તમારો ફેસ ઈંડાકાર હોય તો તમે નસીબદાર છો કારણ કે તમારા પર બધા સનગ્લાસિસ સરસ લાગશે. તમે જુદી જુદી સ્ટાઇલ્સ, ફ્રેમ્સ અને કલર્સના સનગ્લાસિસ પસંદ કરી શકો છો. તમે રેકટેન્ગ્યુલયર ફ્રેમ, રેટ્રો સ્કવેર ફ્રેમ, એવિએટર કે સ્પોર્ટી સનગ્લાસ પહેરી શકો. વધુ પડતી બ્રોડ કે વધુ પડતી પાતળી ફ્રેમ પસંદ ન કરવી. તમારા ચહેરાની પહોળાઇ કરતાં પહોળી ફ્રેમ પણ પસંદ ન કરો.

ચોરસ ફેસ

ચોરસ ચહેરામાં સામાન્ય રીતે લંબાઇ અને પહોળાઇ સરખી હોય છે. આ પ્રકારના ચહેરાના આકારવાળાના ગાલ અને જોલાઇન્સ એવિડન્ટ હોય છે એમનું કપાળ પણ પહોળું હોય છે આ ફેસકટવાળાએ જૉલાઇન પરથી લોકોનું ધ્યાન હટાવવું જોઇએ. એમણે ગોળાકાર કે અંડાકાર ફ્રેમ પસંદ કરવી જોઇએ. ફ્રેમ બહુ જાડી ન હોય તે ધ્યાન રાખો. પહોળા સનગ્લાસીસ પસંદ કરો અને શાર્પ કોર્નર્સવાળા રેકટેન્ગ્યુલર સનગ્લાસિસ પહેરવાનું ટાળો.

ગોળ ફેસકટ

સામાન્ય રીતે ગોળાકાર ચહેરાની લંબાઇ અને પહોળાઇ સરખી હોય છે. રાઉન્ડ ફ્રેસવાળાના ગાલ અને હડપચી ભરાવદાર હોય છે. આ ફ્રેસકટની યુવતીઓએ લંબચોરસ અથવા તો ચોરસ ફ્રેમ પસંદ કરવી જોઇએ. આ ફ્રેમથી ચહેરો પાતળો દેખાશે. તેમણે જાડી ફ્રેમ્સ પસંદ કરવી જોઇએ.

હાર્ટશેપ ફેસ

આ ફેસ શેપમાં ગાલનો ભાગ સાધારણ પહોળો, મોટું કપાળ અને પોઇન્ટેડ હડપચી હોય છે. આ શેપવાળાએ પાતળી સાધારણ કર્વ્ડ ફ્રેમવાળા સનગ્લાસ પહેરવા જોઇએ. દા. ત. કેટ આઇ, એવિએટર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter