ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના મિસ વર્લ્ડ 2024

Wednesday 13th March 2024 06:09 EDT
 
 

ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્કોવાએ મિસ વર્લ્ડ 2024નું ટાઇટલ જીત્યું છે. દેશવિદેશની સેલિબ્રિટીસની ઉપસ્થિતિમાં મુંબઇમાં શનિવારે રાત્રે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં લેબનોનની મિસ યાસ્મિના ઝેટોન ફર્સ્ટ રનર જાહેર થઇ હતી. 28 વર્ષ પછી ભારતમાં યોજાયેલી આ ઇવેન્ટમાં સિનિ શેટ્ટીએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સિનિ શેટ્ટી 2022માં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડનો તાજ જીતી હતી અને તેની પાસેથી આ ટાઈટલની અપેક્ષા સેવાતી હતી. જોકે તે ટોપ ચારમાં પણ સ્થાન મેળવી શકી નહતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter