જન્મથી બે મોઢાં ધરાવતી છ માસની બાળકીની સર્જરીઃ વધારાનું મોઢું દૂર કરાયું

Friday 05th June 2020 10:01 EDT
 
 

ચાર્લ્સટન: અમેરિકામાં આવેલા સાઉથ કેરોલિના રાજ્યમાં ચાર્લ્સટન શહેરમાં રહેતી ૬ માસની બાળકીને જન્મ સાથે જ બે મોઢાં હતાં. તાજેતરમાં છ માસની આ બાળકીની સર્જરી કરીને તેનું બીજું મોઢું દૂર કરી દેવામાં આવ્યું છે. બાળકી તદ્દન સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે.
આ કેસને બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૦૦ પછી અત્યાર સુધીમાં આવા માત્ર ૩૪ જેટલા કેસિસ જ જોવા મળ્યાં છે. બાળકીની સારવાર કરનારા ડોક્ટરે કહ્યું છે કે, બાળકીનું વધારાનું મોઢું મુખ્ય મોઢાં સાથે જોડાયેલું નહોતું. તેને શ્વાસ લેવામાં કે જમવામાં કોઈ તકલીફ નહોતી, પણ આ વધારાનું અંગ દૂર કરવું જરૂરી હતું. બીજા મોઢામાંથી તેને લાળ વધારે પડતી હતી. સર્જરી બાદ હાલ તે મોઢું અલગ કરી દીધું છે, તેમાં અમુક દાંત પણ હતા. બાળકીને હવે કોઈ સર્જરીની જરૂર નથી. હાલ તેના જમણી બાજુના હોઠનાં સ્નાયુ કામ કરી રહ્યા નથી પણ સમય જતા તે નોર્મલ થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter