જાતે જ બનાવીને જાતને સજાવી શકાય તેવી બટન્સ જ્વેલરી

Wednesday 14th March 2018 08:26 EDT
 
 

મહિલાઓને અને યુવતીઓને આજે કોઈ પણ પ્રસંગે મેચિંગ હોય એવી જ્વેલરી પહેરવી વધુ પસંદ હોય છે. ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, ઈમિટેશન, ડાયમંડ, પર્લ, સ્ટોન અને બીડ્સની જ્વેલરી તો ટ્રેન્ડમાં રહેવાની જ, સાથે હવે બટન્સ જ્વેલરીનો પણ ટ્રેન્ડ જોવા મળે છે. ફંકી અને યુનિક કહી શકાય એવી બટનની જ્વેલરીમાં ઇચ્છો એ પ્રકારે વેરિએશન લાવીને ઘડાવી કે બનાવી શકાય છે. સસ્તી બટન જ્વેલરી બનાવવી હોય તો દોરામાં બટનને પરોવીને જાતે પણ બનાવી શકાય છે.

કોઈ પણ પ્રસંગે પહેરાય

બટનમાંથી તૈયાર થતી જ્વેલરીનો મલ્ટિપણ યુઝ કરી શકાય. ઓફિસમાં પાર્ટીમાં કે ઘરના પ્રસંગમાં આ જ્વેલરી યુનિક બની રહે છે. તમને નવાઈ લાગશે પણ પ્રોફેશનલ યુવતીઓ ખાસ કરીને બટન્સમાંથી જ્વેલરી તૈયાર કરાવીને પહેરે છે. પાર્ટીમાં કે પ્રસંગે પણ ઘણી મહિલાઓ અને યુવતીઓ બટનમાંથી તૈયાર જ્વેલરી હવે પહેરતી થઈ છે. બટન્સ જ્વેલરીની ખાસ વાત એ છે કે પ્લાસ્ટિક કે લાકડાના બટનમાં રંગબેરંગી વાયર કે દોરા પરોવીને જાતે જ હેવિ કે સિમ્પલ ડિઝાઈન તૈયાર કરી શકાય છે. લાકડાના બટન પર મનગમતા કલર કરીને કે રંગબેરંગી ભાત પાડીને પણ જ્વેલરી તૈયાર કરી શકાય છે. રંગબેરંગી મોતી અને બટન્સના ઉપયોગથી ઇચ્છો તેવાં સુંદર આભૂષણો તૈયાર થઈ શકે છે.

ફંકી જ્વેલરી

ફંકી જ્વેલરીમાં પણ હાલમાં બટનમાંથી તૈયાર કરવામાં આવેલી જ્વેલરી કોલેજગર્લ્સમાં ખૂબ જ પ્રખ્યાત છે. બટનના કાણામાં સેટ થઈ જાય તેવી રીતે બટનમાં મોતી પરોવીને ગૂંથેલી ડિઝાઈનની હેન્ડમેઈડ જ્વેલરી બનાવી શકાય છે. આ પ્રકારની જ્વેલરી વેસ્ટર્ન કપડાં સાથે ખૂબ જ પહેરવામાં આવે છે. ઘરમાં પડી રહેલા બટનમાંથી કાનના લાંબા લટકણિયાવાળા, સ્ટડ, બ્રેસલેટ, નેકલેસ અને વીંટી વગેરે તૈયાર કરીને ફંકી જ્વેલરી તૈયાર કરાય છે અને કોલેજગર્લ્સમાં આ પ્રકારની જ્વેલરીનો ખાસ ક્રેઝ જોવા મળે છે.

સસ્તી સુંદર ટકાઉ

સામાન્ય રીતે બટન્સ એવા મટીરિયલમાંથી તૈયાર થતાં હોય છે કે તે તૂટતાં નથી. જેમને રોજ કંઈક નવું પહેરવું ગમતું હોય તે બટનમાંથી એકથી વધુ જ્વેલરી કે એક્સેસરી સેટ બનાવીને પહેરી શકે છે કારણ કે તે અન્ય જ્વેલરી મટીરિયલ કરતાં પ્રમાણમાં સસ્તાં હોય છે. વળી ઘરમાં જૂના બટન પડ્યાં હોય તો તો તેમાંથી જ ગમતી જ્વેલરી બની શકે. જો તમે આ જ્વેલરી થોડી કોસ્ટલી બનાવવા માગતા હો તો ગોલ્ડ એન્ડ સિલ્વરમાં આ પ્રકારના બટન્સવાળા કાનના બુટિયા, નેકલેસ, વીંટી અને બ્રેસલેટ વગેરે પણ બનાવી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter