ટ્યુનિક ટોપઃ ફેશન અને કમ્ફર્ટનું કોમ્બિનેશન

Wednesday 20th May 2026 05:34 EDT
 
 

આજના સમયમાં ફેશન એટલે આરામ અને સ્ટાઈલનું આ સંતુલન. આજકાલ તો યુવતીઓને એસ્થેટિક્સ લુક બહુ ગમતાં હોય છે. આ જ કારણ છે કે વેસ્ટર્ન અને એથનિક વેરના બેસ્ટ કોમ્બિનેશન સમાન ટ્યુનિક ટોપ આજે દરેક યુવતીના વોર્ડરોબનો અનિવાર્ય હિસ્સો બની ગયાં છે. ટ્યુનિક એટલે કે કમરથી નીચે અને ઘૂંટણથી ઉપર સુધીની લંબાઈ ધરાવતું લૂઝ ફિટિંગ ટોપ. પ્રાચીન સમયમાં ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં પહેરાતા ટ્યુનિક આજે આધુનિક ટ્વિસ્ટ સાથે ફેશન વર્લ્ડમાં ધૂમ મચાવી રહ્યા છે.

ટ્યુનિક ટોપ કેમ ફેશનમાં છે?

ટ્યુનિક ટોપ લોકપ્રિય થવાનું મુખ્ય કારણ તેની વર્સેટાલિટી છે. તે દરેક બોડી ટાઈપ પર સૂટ થાય છે. પછી તે ઓફિસવેર હોય, કેઝ્યુઅલ આઉટિંગ હોય કે ફેસ્ટિવલ સેલિબ્રેશન, ટ્યુનિક હંમેશાં એલિગન્ટ લુક આપે છે. આધુનિક યુગમાં મિનિમલિઝમનો ટ્રેન્ડ છે અને ટ્યુનિક આ વ્યાખ્યામાં બરાબર ફિટ બેસે છે.

ટ્યુનિક ટોપના લોકપ્રિય પ્રકારો
આજે બજારમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ટ્યુનિકના અનેક પ્રકારો ઉપલબ્ધ છે. જેમ કે,
• શર્ટ સ્ટાઇલ ટ્યુનિક: જે યુવતીઓને ફોર્મલ લુક ગમતો હોય, તેમના માટે કોલર અને બટનવાળા શર્ટ ટ્યુનિક બેસ્ટ છે. તે ઓફિસ મીટિંગ્સ માટે પ્રોફેશનલ લુક આપે છે.
• એ-લાઇન ટ્યુનિક: આ ટોપ ઉપરથી ફિટિંગમાં અને નીચેથી થોડા ઘેરવાળાં હોય છે. તે પહેરવામાં ખૂબ જ આરામદાયક રહે છે.
• એમ્બ્રોઇડરી અને ચિકનકારી ટ્યુનિક: ખાસ કરીને ઉનાળામાં અને તહેવારોમાં લખનવી ચિકનકારી કે હેન્ડવર્કવાળા ટ્યુનિક્સ ખૂબ જ સુંદર લાગે છે.
• હાઈ-લો ટ્યુનિકઃ જેમાં આગળનો ભાગ ટૂંકો અને પાછળનો ભાગ લાંબો હોય છે. આ એક અત્યંત મોડર્ન અને ટ્રેન્ડી આઉટફિટ છે.
• પેપ્લમ ટ્યુનિક: કમર પાસે ઇલાસ્ટિક કે ફિલ ધરાવતાં આ ટોપ શોર્ટ લેન્થમાં હોય છે અને ફેશનેબલ યુવતીઓની પ્રથમ પસંદગી છે.
• કફતાન સ્ટાઈલઃ લૂઝ સ્લીવ્સ અને ફ્રી ફિટિંગ ધરાવતાં કાફતાન યુનિક્સ બીચ વેર કે રિલેક્સિંગ ડે આઉટ માટે ફેમસ છે.

કેવા પ્રકારના કાપડમાં યુવતીઓની પસંદગી છે?
• કોટન અને લિનન: ગરમીના દિવસોમાં સોફ્ટ કોટન કે લિનનના યુનિક્સ સૌથી વધુ પહેરાય છે, કારણ કે તે ત્વચાને શ્વાસ લેવા દે છે અને પરસેવો શોષે છે.
• રેયોન અને જ્યોર્જેટઃ જો પાર્ટીવેર લુક જોઈતો હોય, તો રેયોન કે જ્યોર્જેટના ટ્યુનિક્સ બેસ્ટ છે. તે શરીરે સરસ રીતે ફિટ થાય છે અને લુકને પ્રીમિયમ બનાવે છે.
• ડેનિમ: આજકાલ ડેનિમ ટ્યુનિક્સ પણ ફૂલ અને રગ્ડ લુક માટે કોલેજગોઇંગ ગર્લ્સમાં લોકપ્રિય છે.
• સિલ્ક અને સાટિન: લગ્નપ્રસંગોમાં સિલ્ક કે સાટિન પર સિક્વન વર્ક કરેલા ટ્યુનિક્સ રિચ લુક આપે છે.

ટ્યુનિક ટોપ્સની પસંદગી શા માટે વધી છે?
• બોડી પોઝિટિવિટીઃ ટ્યુનિક્સ લૂઝ ફિટિંગમાં હોવાથી તે શરીરની કોઇ પણ પ્રકારની કદકાઠીમાં આત્મવિશ્વાસ આપે છે. તે શરીરની ખામીઓને છુપાવીને આકર્ષક લુક આપે છે.
• મિક્સ એન્ડ મેચ: તેને લેગિંગ્સ, જેગિંગ્સ, જીન્સ, પલાઝો કે ઈવન ધોતી પેન્ટ્સ સાથે પણ ટીમઅપ કરી શકાય છે.
• ઝડપી આઉટફિટ: જ્યારે ‘શું પહેરવું’ તે ન સમજાતું હોય, ત્યારે એક ટ્યુનિક અને જીન્સ હંમેશાં સેફ અને સ્ટાઈલિશ ઓપ્શન સાબિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter