ટ્રાય કરી જુઓ લોન્ગ બોબ્ડ હેરકટ

Wednesday 18th August 2021 08:15 EDT
 
 

બોબ્ડ એ ટૂંકા વાળવાળી હેરકટ છે. વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને પ્રકારના ડ્રેસિંગ અને દરેક હેર-ટાઇપને સૂટ કરતી અને મેઇન્ટેન કરવામાં ઈઝી આ સ્ટાઇલ યંગ ગર્લ્સ, મિડ-એજ મહિલાઓ, વર્કિંગ વિમેન અને હાઉસવાઇવ્ઝ દરેકને ગમી રહી છે.

બોબ્ડ કટની વીસેક જુદી-જુદી સ્ટાઇલ છે અને લોન્ગ બોબ્ડ એમાંની જ એક સ્ટાઇલ છે. પાછળથી ગરદન સુધી અથવા તો શોલ્ડર પર અને આગળથી લોન્ગ હેરકટ લોન્ગ બોબ્ડ કટ કહેવાય છે. ક્લાસિક ગણાતી આ હેરકટને મેઇનટેન કરવી બહુ ઈઝી હોવાથી અને વેસ્ટર્ન તથા ઇન્ડિયન એમ બન્ને ડ્રેસ સાથે કેરી કરી શકાતી હોવાથી આ હેરકટને ભારતીય મહિલાઓનું વધુ એક્સેપ્ટન્સ મળી રહ્યું છે. બ્લન્ટ કટને મળતી આવતી આ હેરસ્ટાઇલ પાતળા, જાડા, કર્લી, સીધા એમ બધા જ પ્રકારના હેર-ટાઇપને સૂટ થાય છે. વળી, એને મેઇન્ટેન કરવી બહુ ઈઝી હોવાથી વર્કિંગ અને મિડ-એજ મહિલાઓને પણ આ હેરકટ ગમે છે.
લોન્ગ બોબ્ડ ક્લાસિક હેરકટ છે. ‘કુછ કુછ હોતા હૈ’ મૂવીમાં કાજોલે આ હેરકટની વિગ પહેરી હતી એ પછી બાળકોમાં આ પ્રકારની હેરકટ થતી હતી, તો પ્રિયંકા ચોપડાએ ‘મેરી કોમ’માં આવી હેરકટ રાખી હતી. ટીનેજર્સ અને મિડ-એજ મહિલાઓમાં આ કટ વધુ ચાલે છે કેમ કે આ હેરકટ એવા ટાઇપની છે કે પાતળા વાળ હોય તો પણ એનું વોલ્યુમ વધારે દેખાય છે. સ્ટ્રેટ હેરને પણ એ સૂટ કરે છે. કર્લી અને વેવી હેરમાં પણ આ કટ કરી શકાય છે, પરંતુ એમાં ટેક્નિકલી એને થોડો અલગ કટ આપવો પડે છે. કર્લી હેર હોય ત્યારે બ્લોડ્રાય થોડું વધુ આપી દેવાથી એ બરાબર સૂટ થાય છે.
ટૂંકમાં કહીએ તો, બોબ્ડ હેરકટ બધાને સારી લાગે છે એવું સજેસ્ટ કરતાં હેર સ્ટાઇલિસ્ટ કહે છે કે ફેસ, નેકલાઇન, હેર-ટાઇપ, હેર-ટેક્સચર વગેરેને ધ્યાનમાં રાખીને લોન્ગ બોબ્ડ કટ આપવામાં આવે છે. આ હેર કટમાં વાળ ખુલ્લા જ રાખવા પડે એવું નથી, પોની પણ લઈ શકાય છે.
પિક્સી કટ: હાઇ-ફાઇ ટીનેજર્સની પસંદ
હેર-સ્ટાઇલિસ્ટના મતે પિક્સી હેરકટ પણ ટીનેજર્સ અને મિડ-એજ મહિલાઓમાં ટ્રેન્ડમાં છે, પણ આ કટ હાઇ-ફાઇ સોસાયટીના લોકોમાં વધુ એક્સેપ્ટેડ છે, મધ્યમવર્ગી લોકોમાં એ કટ વધુ પ્રિફર નથી થઈ રહી, કારણ કે આ કટ પાછળથી અને આગળથી પણ વધુ શોર્ટ છે. આ હેરકટ વધુ ફંકી છે અને એથી જ યંગસ્ટર્સને વધુ સૂટ કરે છે. પાછળથી આ હેરકટ વધુ શોર્ટ અને આગળથી કપાળ પર થોડાક લોન્ગ એમ મિડ-એજ વિમેનને જો તેમનું ડ્રેસિંગ સારું અને પ્રોપર હોય તો જ સૂટ કરે છે.
ક્લાસિક બોયકટ ટાઇપની આ હેરકટ ટેક્સ્ચરાઇઝ્ડ કટ છે, જે વાળને થિનિંગ આપે છે. ટીનેજર્સ અને એમાંય હાઈ-પ્રોફાઇલ લોકો જ આ હેરકટ રાખે છે. મંદિરા બેદી જનરલી જે કટમાં જોવા મળે છે એ આ કટ આમ તો ભારત જેવા ગરમ દેશના લોકો માટે પ્રિફરેબલ છે, પણ લોન્ગ હેરમાં બિલીવ કરતી ભારતીય સ્ત્રીઓને આ સ્ટાઇલ પસંદ ન પડે તે સ્વાભાવિક છે. એક રીતે જોઈએ તો આ કટ પણ મેઇન્ટેન કરવી ઇઝી છે. એને કલર્સ આપીને ડિફરન્ટ લુક આપી શકાય છે. સાડી જેવા ઇન્ડિયન ડ્રેસ સાથે પણ એ કેરી કરી શકાય છે છતાં એ સામાન્ય લોકોમાં વધુ સ્વીકાર્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter